Madhuri Dixit નાં લગ્નનો આલ્બમ જોઇને તમે પણ બોલી ઉઠશો WOW, Bonny Kapoor થી લઇને Amitabh Bachchan સુધીના આ કલાકારોએ આપી હતી હાજરી

અભિનેત્રી માધુરી દિક્ષિત બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક છે. માધુરી દિક્ષિત એક કથક ડાંસર પણ છે. અભિનેત્રી માધુરી દિક્ષિતએ ૧૯૮૦, ૧૯૯૦ અને ૨૦૦૦ના દશક સુધી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં કામ કર્યું છે. આ વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૧ની શરુઆતમાં કેટલાક સ્ટાર્સના લગ્નને મીડિયા તરફથી સારું કવરેજ મળ્યું હતું. આપને જણાવી દઈએ કે, અભિનેત્રી માધુરી દિક્ષિતએ વર્ષ ૧૯૯૯માં ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા હતા.

image source

અભિનેત્રી માધુરી દિક્ષિતએ પોતાના ફેંસને લગ્ન કરી લીધા બાદ આ વાતની માહિતી આપી હતી કે, તેમણે ડોક્ટર શ્રીરામ નેનેની સાથે લગ્ન કરી લીધા છે. પોતાની આ ફોટો સ્ટોરીમાં અમે આપના માટે લાવ્યા છીએ અભિનેત્રી માધુરી દિક્ષિતના લગ્નના આલ્બમ જેને આપે ક્યારે પણ જોયા હશે નહી. અભિનેત્રી માધુરી દિક્ષિતએ પોતાના લગ્નમાં ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો અને તેની સાથે રેડ કલરની ચુનરી મેચ કરી હતી.

image source

આ ફોટોમાં અભિનેત્રી માધુરી દિક્ષિત ગોલ્ડન કલરના લહેંગામાં ખુબ જ ખુબસુરત લાગી રહી છે. જયારે ડોક્ટર શ્રીરામ નેને પણ સારા લાગી રહ્યા છે. આ કપલ કેમેરા માટે પોઝ આપતા સ્માઈલ કરી રહ્યા છે. અભિનેત્રી માધુરી દિક્ષિતએ લગ્ન તો ગુપચુપ રીતે કરી લીધા પરંતુ રીસેપ્શનમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મોટા મોટા સ્ટાર્સ પહોચ્યા હતા.

image source

અભિનેત્રી માધુરી દિક્ષિતએ એક ઈન્ટરવ્યું દરમિયાન પોતાના લગ્ન લઈને જણાવ્યું હતું કે, ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરવાનું સૌથી મોટું એક કારણ આ હતું કે તેમણે જણાવ્યું હતું કે, તેમને સારી રીતે જમવાનું બનાવતા આવડે છે. મને જમવાનું બનાવવાનો અને ખાવાનો શોખ છે. મારા પતિ મારા કરતા વધારે સારું ભોજન બનાવી લે છે.

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી માધુરી દિક્ષિતના રીસેપ્શનમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સ્ટાર્સ સામેલ થયા હતા. અભિનેત્રી માધુરી દિક્ષિતના લગ્નમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો જેવા કે, અભિનેતા અમિતાભ બચ્ચનથી લઈને બોની કપૂર સુધીના તમામ સ્ટાર્સ પહોચ્યા હતા. સ્વર્ગીય અભિનેતા અમરીશ પૂરી પણ અભિનેત્રી માધુરી દિક્ષિતના રીસેપ્શનમાં જોવા મળ્યા હતા.

image source

બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષિતના વર્ક ફ્રન્ટ વિષે વાત કરીએ તો, અભિનેત્રી માધુરી દિક્ષિત હાલમાં કલર્સ ટીવી પર પ્રસારિત ડાન્સ રીયાલીટી શો ‘ડાન્સ દિવાને’માં શોના જજ તરીકે જોવા મળી રહી છે. તેમજ અભિનેત્રી માધુરી દિક્ષિત વર્તમાન સમયમાં પણ પહેલા જેટલી જ લોકપ્રિયતા ધરાવી રહી છે. આજે પણ માધુરી દિક્ષિતની ફેન ફોલોઈંગ પહેલા જેટલી જ જળવાઈ રહી છે.