રસીકરણ બંધ રાખવાની જાહેરાત થતા લોકોએ માર્યો ટોણો, શું રસી ખુટી પડી?

રાજ્યમાં લોકો હવે રસી અંગેની જાગૃતતા આવતા રસીકરણ કેન્દ્રો પર મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તો બીજી સરકારે બે આજે એટલે કે બુધવારે અને રવિવારે રસિકરણ બંધ રાખવામો નિર્ણય લીધો છે.

આ અંગે સામે આવેલી માહિતી અનુસાર રાજ્યમાં બે દિવસ રસીકરણ બંધ રહેશે. રાજ્યમાં બુધવાર અને રવિવારે રસીકરણ બંધ રાખવામાં આવશે. આ અંગે સરકારે કહ્યું કે, બુધવારે મમતા દિવસ હોવાથી રસીકરણ બંધ રાખવામાં આવશે જ્યારે રવિવારે આરોગ્યકર્મીને આરામ મળે તે માટે વેક્સિનેશન બંધ રહેશે. જો કે રસીકરમ બંધ રહેતા લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યા છે. રસીનો સ્ટોક નથી એટલે સરકાર બહાનું બતાવી રહી હોવાની વાતો સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

image source

તો બીજી તરફ રાજ્યમાં કોરોના સંક્રમણમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ આવતા લોકો હવે વેક્સિન કેન્દ્રો પર રસી લેવા માટે પણ જઈ રહ્યા છે તો બીજી તરફ વેક્સિનેશન પ્રક્રિયા આજના દિવસ પૂરતી બંધ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આજે મમતા દિવસ હોવાથી રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે.

નોંધનિય છે કે, મમતા દિવસને લઈને રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ તથા મેડિકલ સ્ટાફ મમતા દિવસની કામગીરીમાં રોકાયેલો હોવાથી રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને ઘણા લોકો નિરાશ થયા છે. નોંધનિય છે કે રવિવારે રજાનો દિવસ હોવાથી ઘણા લોકો રસી લેવા માટે તૈયારી કરી રહ્યા હતા જેને હવે આંચકો લાગ્યો છે.

image source

તો બીજી તરફ આ અંગે ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે, અમારા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી કોઈપણ જાતની રજા કે તહેવારો ધ્યાનમાં લીધા વિના સરકારે જે કામગીરી સોંપી તેઓએ પૂરેપૂરો સમય કામગીરી કરી છે અને તેથી જો તેમને રવિવારે રજા મળે તો પારિવારિક કામ કરી શકાય. નોંધનિય છે કે, રાજ્યમાં રસીની અછતને પગલે આ નિર્ણય લેવામાં આવી શક્યો હોવો જોઈએ. આજે રાજ્યમાં સરકારી વેક્સિનેશન થશે નહીં. જો કે ખાનગી વેક્સિનેશન કેન્દ્રો પરથી રસીના ડોઝ મળશે. તો બીજી તરફ મમતા દિવસના નામે આજે સરકારી રસીકરણ કેન્દ્રો બંધ રહેશે.

image source

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં મંગળવારે વધુ 2.53 લાખને વેક્સિન આપવામાં આવી હતી. 73 દિવસમાં 18થી વધુના 88.91 લાખને રસી આપવામાં આવી છે. તો બીજી તરફ AMC દ્વારા 29,655ને મંગળવારે રસી આપવામાં આવી હતી. નોંધનિય છે કે, બુધવારે રસીકરણ બંધ રહેતાં અનેક લોકોને ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ હવે રવિવારના દિવસે પણ રસીકરણ બંધ રહેશે.

image source

નોંધનિય છે કે કોરોના સામેની લડાઈમાં રસીકરણ પર સરકાર આક્રમક થઈને આગળ વધી રહી હતી. પણ હવે એકાએક મમતા દિવસ અને હવે રવિવારે રસીકરણ બંધ રાખવાની જાહેરાત કેમ થઈ રહી છે. શું રાજ્ય પાસે રસીનો પૂરતો જથ્થો નહીં હોય? ત્રીજી લહેર આવે તે પહેલાં રાજ્યમાં વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તો કોરોના સામેની લડાઈ આક્રમક રીતે લડી શકાશે. અને અનેક લોકોનાં જીવ જતાં બચશે. પંરતુ વારંવાર રસીકરણમાં બ્રેક આવવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ચાલી રહેલા Covid-19 માટેનું રસીકરણ અગાઉ ગુરૂવાર અને શુક્રવાર તા. 8 અને 9 જુલાઈ દરમિયાન સમગ્ર રાજ્યમાં બંધ રાખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તમામ ગુજરાતીઓને રસી આપવા જાહેરાત કરાઇ છે. પરંતુ મમતા દિવસની ઉજવણીના નામે રાજ્યભરમાં રસીકરણ બંધ રખાઇ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!