મંદિરો ખૂલી ગયા અને શ્રદ્ધાળુઓમાં વધારો પણ થયો, પણ આ બાબતને લઇને પૂજારીઓ ભક્તોથી છે નારાજ

ભક્તો પ્રભુની નજીક; મંદિરો ખૂલ્યાં પછી 20 દિવસમાં શ્રદ્ધાળુઓમાં ભારે વધારો!

સોમનાથમાં 1.5 લાખ, અંબાજીમાં 3 લાખ, પાવાગઢ અને દ્વારકામાં 2.5-2.5 લાખ ભક્તો પહોંચ્યા, શનિ-રવિવારે શ્રદ્ધાળુ બમણા થયા. કોરોનાની બીજી લહેરના અંત સાથે જ જીવન પાટે ચઢી રહ્યું છે. રાજ્યમાં મંદિરો પણ અન-લૉક થયાં છે. કોરોનાના કેસો ઓછા થવાની સાથે જ મંદિરોમાં ભક્તોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિરમાં આ દિવસો દરમિયાન 1.50 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

image source

અંબાજીમાં 2.50 લાખ જ્યારે પાવાગઢ અને દ્વારકામાં 2.50 ભક્તો ભગવાનના શરણે પહોંચ્યા હતા. જોકે, મંદિરોમાં જતા ભક્તોની સંખ્યામાં વધારાની બીજી તરફ દાનમાં 60થી 80 ટકા સુધી ઘટાડો થયો છે. અંબાજી ટ્રસ્ટના હિસાબી અધિકારી એસ.સી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘2019-20માં 51.63 કરોડ વાર્ષિક આવક સામે 2020-21માં 27.88 કરોડ આવક થઈ છે. બીજી તરફ સોમનાથ મંદિરે ભાવિકો ઘટતાંની સાથે દાન-દક્ષિણાની રકમ અડધી થઇ છે.

શામળાજીઃ મંદિરના કારભાર માટે ચાર વખત એફડી તોડવી પડી

image source

શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો કારભાર સંભાળવા કોરોનાકાળમાં ચાર વખત એફડી તોડવા ટ્રસ્ટને ફરજ પડી હતી. મંદિરની ગૌશાળામાં 125 જેટલી ગાયોનું પાલનપોષણ પણ કરવું પડે છે. મંદિરમાં 40થી 45 માણસોનો સ્ટાફ છે. મંદિરની નિભાવણી પાછળ માસિક રૂ.4થી 4.50 લાખ ખર્ચ થાય છે.

ઊમિયા માતાઃ 20 દિવસમાં 38 હજાર શ્રદ્ધાળુ દર્શન માટે આવ્યાં

ઊંઝાના ઉમિયા માતાજી મંદિર કોરોનાકાળમાં 58 દિવસ બંધ રહ્યાં પછી ખૂલ્યું છે. જમણવારમાં 6 ગણો વધારો થયો છે. રોજના દર્શનાર્થીઓ 8થી 10 હજાર હોય છેે. શનિ-રવિએ 30થી 40 હજારનો ધસારો હોય છે. છેલ્લા 20 દિવસ દરમિયાન 38794 દર્શનાર્થીઓએ ભોજન પ્રસાદ લીધો હોવાની ટ્રસ્ટે જણાવ્યું હતું.

image source

અંબાજીઃ મોટું પેકેટ બંધ કર્યું, નાના પેકેટની વધુ માગ

અંબાજીમાં સામાન્ય દિવસોમાં રોજ પ્રસાદના 17થી 18 હજાર પેકેટ જાય છે. મોહનથાળનું પેકેટ બે વર્ષ અગાઉ 10 રૂપિયાનું હતું જે બાદ આ પેકેટ બંધ કરીને મોટું પેકેટ 50 રૂપિયાનું કરવામાં આવ્યું હતું. ભક્તોએ નાના પેકેટની માંગ કરતા અગાઉની કિંમતમાં 5 રૂપિયા વધારીને ફરી શરૂ કરાતાં માંગ વધી છે.

ડાકોરમાં લાડુ મોંઘા થયા, શામળાજી અને પાવાગઢ સહિત અનેક મંદિરોમાં પ્રસાદી બંધ

  • મંદિર -રોજના શ્રદ્ધાળુ -20 દિવસમાં -દાનમાં ઘટાડો/વધારો
  • સોમનાથ- 10,000- 1,43,007 -75 લાખથી 20 લાખ થયા
  • અંબાજી -8-10 હજાર- 3,00,000- 30થી 35%નો ઘટાડો
  • દ્વારકા -13,000 -2,50,000 -30થી 35%નો ઘટાડો
  • પાવાગઢ -1,200-1,500 -2,50,000 –
  • ચોટીલા -1,500 -1,50,000– 75થી 80%નો ઘટાડો
  • શામળાજી- 500- -11,500 -80% આવક ઘટી
  • ડાકોર -1500-2,000- 2,50,000- 60%નો ઘટાડો
  • વડતાલ -1500- 50,000- 30થી 40%નો ઘટાડો
  • બહુચરાજી- 2થી 3 હજાર- 1,50,000- 30થી 35% ઘટાડો
  • મહૂડી -500 15,000 –
  • ઇસ્કોન, રાજકોટ- 1000- 35,000 -90% ઘટાડો
  • કરનાળી -200 થી 300- 7,000- 80%નો ઘટાડો
  • પોઇચા -5,000- 2,00,000 -કોઇ ઘટાડો નથી
  • રણુ -150 -5,000 -80થી 85% ઘટાડો
  • બરૂમાળા -50થી 60 -2,000 -70% ઘટાડો
  • ઉનાઇ માતાજી- 200- 5,000 -85%નો ઘટાડો
  • સોમનાથ મંદિર- 500- 12,000- 75%નો ઘટાડો
  • સાંકરી સ્વામી.મંદિર- 250 -35,000 -90%નો ઘટાડો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!