મણિનગર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્યની તબિયત લથડી, અનેક ભક્તો દુખી!

આખાય ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર હવે દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, આવા સમયે અમદાવાદના મણીનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ આચાર્ય પણ કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા છે. કોરોના અંગેની જાણકારી થતા જ આચાર્યને શહેરની ખાનગી હોસ્પીટલમાં ઉપચાર માટે લઇ જવામાં આવ્યા છે. જો કે સ્વામીજીને આ ઉપચાર સમયે શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી, પરિણામે હાલ એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

Image Source

૪૨૧ જેટલા લોકોએ કોરોનાને હરાવ્યો

આખાય રાજ્યમાં અત્યારે કોરોના વાયરસની સ્થિતિ વિસ્ફોટક મોડમાં પહોચી રહી છે. જો કે પાછળના કેટલાક દિવસોથી અમદાવાદમાં કેસની સંખ્યા ઓછી થઇ રહી છે અને હવે સુરતમાં આ વિસ્ફોટ વધી રહ્યો છે. આગાઉ કોરોના સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૭૦૦ આસપાસ હતી, જે હવે ૮૦૦ નજીક પફોચી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં હાલ સુધી ૭૭૮ જેટલા નવા સંક્રમિત કેસ જોવા મળ્યા છે. જો કે આ દરમિયાન કુલ દર્દીઓમાંથી ૧૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો સામે એક જ દિવસમાં ૪૨૧ જેટલા લોકોએ કોરોનાને પણ હરાવ્યો છે. જો કે હાલમાં સુરત અમદાવાદની સરખામણીએ આગળ ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ સ્થિતિ એટલી સારી તો નથી જ. આવા સમયે સ્વામીનારાયણ સંપ્રદાયના મણીનગર સ્થિત મંદિરના ગાદીપતિ આચાર્યની તબિયત કોરોનાના કારણે ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Image Source

શ્વાસની તકલીફના કારણે વેન્ટિલેટર પર મુકાયા

આપને જણાવી દઈએ કે અમદાવાદના મણિનગર મંદિર ગાદીના ગાદીપતિ આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની સ્થિતિ કોરોનાના પગલે ગંભીર થઇ ચુકી છે. સ્વામીને કોરોનાને કારણે ફેફસાંમાં ભારે ઈન્ફેક્શન સર્જાયું છે. મહત્વની વાત એ છે કે, આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજને છેલ્લા 10 દિવસથી અમદાવાદની ખાનગી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આચાર્યને શ્વાસમાં થયેલી સમસ્યાને પગલે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

Image Source

જો કે એમની તબિયતમાં ફેફસાંની તકલીફ વધવાથી વેન્ટિલેટરના સપોર્ટ પર મુકાયા છે. જો કે આ ગાદી સંસ્થાન હસ્તકના મંદિરમાંથી જ આચાર્ય સિવાય અન્ય 7થી વધારે સંતોને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું. સ્વામીજીની સ્થિતિ નાજુક અવસ્થામાં છે તમેજ એમના સિવાયના અન્ય સંતોનું આરોગ્ય સારું છે અને સ્વાસ્થ્ય હવે સુધારા પર હોવાનું મંદિરના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

Image Source

સુરતમાં રોજના 200 કરતા વધારે નવા કેસ

આપને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ થોડાક સમયથી ઘટ્યું છે. પણ કોરોનાનો રાફડો હવે સુરતમાં ફાટી રહ્યો છે એવું સામે આવતું જઈ રહ્યું છે. સુરતમાં હવે રોજના 200 કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. જો કે આ સ્થિતિને પગલે તંત્ર હવે હરકતમાં આવી ચુક્યું છે. આ સ્થિતિને પગલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પણ નજીકના સમયમાં જ કોરોનાની ચપેટમાં આવ્યા હતા, અને વધુ સારવાર અર્થે એમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત