સવારે ઉઠીને સૌથી પહેલા આ કામ કરે છે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ, આ છે ડેઇલી રૂટિન

ફેસબુકના સ્થાપક માર્ક ઇલિયટ ઝુકરબર્ગ ખૂબ જ સફળ સીઇઓ છે. સક્સેસફુલ વ્યક્તિની પાછળ તેની લાઈફ સ્ટાઇલ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની લાઇફસ્ટાઇલ ખૂબ જ સામાન્ય છે.

image soucre

માર્ક ઝકરબર્ગનો જન્મ 14 મે 1984ના રોજ થયો હતો. ઝકરબર્ગ ખૂબ જ યુવાન અને સફળ છે. જો કે, અન્ય ટેક કંપનીઓના CEOની જેમ તેઓ સવારે વહેલા ઉઠતા નથી. ઝકરબર્ગની સવાર 8 વાગ્યે પડે છે, એટલે કે તે સવારે 8 વાગ્યે ઉઠે છે.

image soucre

ઉઠ્યા પછી, તે તરત જ તેના ફોન પર ફેસબુક, ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ ચેક કરે છે. તે વિશે એમને જેરી સેનફેલ્ડ સાથે ફેસબુક લાઈવ Q&Aમાં આ વિશે જણાવ્યું. તે સવારના અપડેટ પછી વર્કઆઉટ કરે છે. જો કે તે રોજેરોજ વર્કઆઉટ કરતા નથી.

માર્ક ઝકરબર્ગ અઠવાડિયામાં ત્રણ વખત કસરત કરે છે. ઘણી વખત તે પોતાના પાલતુ કૂતરા સાથે વોક કરવા જાય છે.
કસરત પૂરી થયા પછી ઝકરબર્ગે સવારનો નાસ્તો કરે છે. તે સવારના નાસ્તા વિશે બહુ પીકી નથી. તેઓ તેમની ઈચ્છા મુજબ નાસ્તો કરે છે. તેમનું માનવું છે કે નાના નાના નિર્ણયો લેવામાં સમય વેડફવો ન જોઈએ

image soucre

એટલા માટે તેઓ રોજ લગભગ એક જેવા જ કપડાં પહેરે છે. તેનો વર્ક યુનિફોર્મ જીન્સ, સ્નીકર્સ અને ગ્રે ટી-શર્ટ છે. વર્ષ 2014 માં, જ્યારે તેમને તેના વોર્ડરોબ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે દર્શકોને જણાવ્યું હતું કે તે પોતાની લાઈફને ક્લિયર રાખવા માંગે છે જેથી તેમણે ઓછામાં ઓછા નિર્ણયો લેવા પડે. તેઓ એમનું ફોક્સ કમ્યુનિટીને બેસ્ટ સર્વ કેવમ લગાવવા માંગે છે.

image soucre

ઝકરબર્ગ જ્યારે કામ ન કરતા હોય ત્યારે કંઈક નવું શીખવાનો પ્રયાસ કરે છે. તે મેન્ડરિન ચાઈનીઝ શીખી રહ્યા છે. તે વધુમાં વધુ પુસ્તકો પણ વાંચે છે. વર્ષ 2015 માં, તેમણે પોતાને દર બે અઠવાડિયે એક નવું પુસ્તક સમાપ્ત કરવાનો પડકાર આપ્યો હતો

image soucre

ઝકરબર્ગનું ડેઇલી શિડયુલ તેમની મુસાફરી પર પણ નિર્ભર કરે છે. તેમના અવારનવાર અમેરિકાના પ્રવાસને જોઈને ઘણા લોકો માની રહ્યા છે કે તેઓ આવનારા સમયમાં રાજકારણમાં જઈ શકે છે. કામ અથવા મુસાફરી પછી પણ તે ચોક્કસપણે તેની પત્ની અને પુત્રી સાથે સમય વિતાવે છે.