ગુજરાત ભાજપમાં હડકંપઃ BJPના આ સિનિયર સાંસદનું રાજીનામું, ધર્યું એવું કારણ કે નેતાઓ ચોંકી ગયા

હાલમાં આખા દેશમાં ભાજપના ખરાબ દિવસો ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એક તરફ ખેડૂત આંદોલનને કારણે બીજી પાર્ટીઓ NDA સાથે છેડા ફાડી રહી છે અને ખેડૂતોની આંદોલન પણ શાંત નથી થઈ રહ્યું. ત્યારે હવે ગુજરાત ભાજપમાં પણ બધું બરાબર નથી ચાલી રહ્યું એના દાખલા સામે આવ્યા છે. ત્યારે આવો વિસ્તારથી વાત કરીએ કે ગુજરાત ભાજપમાં શું ભડાકા થઈ રહ્યા છે. આજે ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે જેના કારણે રાજકારણની ગલીઓમાં હાહાકાર મચી રહ્યો છે અને આ પત્રમાં લખવામાં આવ્યું કે, જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.

image source

આ સાથે જ વસાવાએ ભાજપના પક્ષ પ્રમુખ સી.આર.પાટીલને આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં પણ આવ્યું છે. સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવજેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યાં હતાં. જો આ પત્ર વિશે વાત કરીએ તો પત્રમાં જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે.

image source

પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ. હવે આ પત્રએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે અને લોકોમાં પણ જબરૂ કૂતુહલ જોવા મળી રહ્યું છે.

image source

સૌથી મોટી વાત એ છે કે વસાવાને અને વિવાદને જૂનો નાતો છે, તે અવાર નવાર વિવાદમાં આવતા રહે છે અને લોકો વચ્ચે ચર્ચાતા રહે છે. જો વાત કરીએ હાલની 3 ડિસેમ્બર 2020ની તો ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. તેમના આક્ષેપોને એક તરફ મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, ત્યારે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ લવ-જેહાદ બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતાં ખળભળાટ મચ્યો છે.

image source

13મી મે 2020ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે. અને આ સમગ્ર મામલે વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP કોંગ્રેસ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બંને જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજનાના કામોમાં જિલ્લા અને તાલુકામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો પણ મનસુખ વસાવાએ કર્યો છે. સાથે જ 7 ઓક્ટોબર 2020ના રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિકોને રોજગારી મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્ર લખી ઓપેલ સહિતના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માંગ કરી હતી.મનસુખ વસાવાએ જણાવ્યું કે પીએમ મોદીના આશ્વાસન બાદ પણ સ્થાનિકોને રોજગારી નથી મળી રહી.

image source

એ જ રીતે જો વાત કરીએ 23 મે 2020ની તો તે દિવસે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને નર્મદા નદીમાં થતાં રેતી ખનનને અટકાવવા અને તપાસ કરાવવાની માંગ કરી છે. મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકા વિસ્તારમાં નર્મદા નદીના તટમાં ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસની મિલીભગતથી ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલી રહ્યું છે, જેને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

image source

વસાવાએ આ પહેલાં ડૉ.રાજીવ ગુપ્તાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને તેમને અંગ્રેજ અધિકારી ગણાવ્યા હતા. તાજેતરમાં જ તેમમે લવ જેહાદના મુદ્દે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પૈસાની મજબૂરીમાં આદિવાસી દીકરીઓ વેચાઇ રહી છે. આમ આ સ્થિતિમાં કદાય મનસુખ વસાવાની લાગણીને વાચા ન મળી હોય અથવા તો તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી ઠપકો આપવામાં આવ્યો હોય તેવું બની શકે છે. તો વળી આ મામલે CR પાટિલ કહ્યું મનસુખ વસાવા અમારા સિનિયસ સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસલુખ વસાવા લાગણીશીલ માણસ છે. તેઓ લોકો માટે લડવાની પોતાની ફરજ છે તેમાં તેઓ ખુબ સારું કામ કરતા રહેશે. અમારા માટે ગૌરવ છે કે મનસુખ ભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂબઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો.જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત