દાહોદમાં 10 બાળકોના માતા-પિતાને કાળમુખો કોરોના ભરખી જતા માસુમો થયા અનાથ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે પૂર્ણતાના આરે છે. કોરોના કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં ગજરાતમાં કોરોનાનાં 129 કેસો નોંધાયા હતા. જ્યારે માત્ર 2 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યું આંક 10,042 પર પહોંચી ગયો છે. આમ જોઈએ તો કોરોનાની બીજી લહેરમાં ઘણા બાળકોએ પોતાના માતાપિતાની છત્ર છાયા ગુમાવી છે.

સામે આવેલી વીગતો અનુસાર એકલા દાહોદ જિલ્લામાં જ 10 દંપતી કોરોનાને કોરોના ભરખી ગયો અને તે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે આ દંપતીનાં બાળકો તેમના દાદા-દાદી કા તો કાકા-કાકીના આસરે પોતાનું જીવન ગાળી રહ્યા છે. તો બીજી તરફ ધાણીખૂંટ ગામમાં તો કોરોનાના કહેરના કારણે ત્રણ બાળકો માતા-પિતાનું નિધન થતા આભ ફાટી પડ્યું છે. નોંધનિય છે કે, કોરોનાકાળમાં આવી અનેક દુખદ ઘટના સામે આવી છે તો બીજી તરફ રાજ્ય સરકારે આ વાતની ગંભીરતા લેતા તેમને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.

તો બીજી તરફ ફતેપુરા તાલુકાના ધાણીખૂંટ ગામમાં રહેતા 32 વર્ષના વિજયભાઇ મકવાણા અને 30 વર્ષનાં આશાબેન મકવાણા પરિવારનું ભરણ પોષણ કરવા અમદાવાદ નજીક આવેલા બાકરોલમાં કડિયાકામ કરતાં હતાં. તો બીજી તરફ કોરોનાની બીજી લહેર થોડી હળવી પડતા આ દંપતીને કડિયાકામ ચાલુ તેમના ત્રણ પુત્રો પૈકી અજિતને સાથે લઇ અમદાવાદ મજૂરી કામ માટે આવી ગયા. આ દરમિયાન બાકીના બે પુત્રો 11 વર્ષનો અમિત અને આઠ વર્ષનો રોમિતને ગામડે દાદા પાસે મૂકીને કામકાજ માટે શહેરમાં આવી ગયા.

પરંતુ ગઈ 7 જૂને અચાનક તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં વિજયભાઇ અને તેમના પત્ની આશાબેનને વતનમાં લાવવામાં આવ્યા. અહીં પરિવારજના સભ્યો અને ગ્રામજનોએ તેમને શરૂઆતમાં સુખસર, પછી ઝાલોદ અને બાદમાં ઝાયડ્સમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ કાળમુખા કોરોના સામે આ દંપત્તિ જીંદગીની જંગ હારી ગયું અને બાળકો નોધારા બની ગયા

નોંધનિય છે કે આ દંપત્તિની અચામનક વિદાય થતા તેમના ત્રણ બાળકો અમિત, રોમિત અને અજિત અનાથ બની ગયા. હાલમાં આ ત્રણેય બાળકો તેમના દાદા ખેમાભાઇ અને દાદી સુમિત્રાબેન સાથે રહે છે. નોંધનિય છે કે અમિત થોડો મોટો હોવાથી બધી પરિસ્થિતિ સમજી શકે છે પંરતુ રોમિત અને અજિત હજુ નાના હોવાથી સમગ્ર ઘટનાને વધુ સમજી શકતા નથી.

નોંધનિય છે કે આવી રીતે કોરોનામાં પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં બાળકોને રાજ્ય સરકાર દ્વારા માસિક રૂ. 4000ની સહાય આપવાની જાહેરાત કરાઈ છે. નોંધનિય છે કે, દાહોદ જિલ્લામાં આવા 10 કેસ સામે આવ્યા છે. નોંધનિય છે કે, બાળ કલ્યાણ સમિતિએ માતાપિતાની છત્રછાયા ગુમાવનારા દસેય બાળકોના વાલીઓને માન્યતા આપી દીધી છે. નોંધનિય છે કે વાલીપણાના નિર્ણય ખૂબ જ ઝડપથી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, દાહોદમાં કેટલાંક બાળકો પાસે પૂરતા ડોક્યુમેન્ટ પણ નથી, જેના કારણે અધિકારીઓ તેમની મદદ કરે છે.

એટલુ જ નહીં મૃત્યુના પ્રમાણપત્રો ઝડપથી બની જાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જાતે જ મૃત્યુના પ્રમાણપત્રો કઢાવી લાવે છે.

નોંધનિય ઠે કે, દાહોદ જિલ્લામાં કોરોનામાં માતા-પિતા બંને ગુમાવનારાં બાળકોની સંખ્યા 10 જેટલી છે, આ ઉપરાંત 18 વર્ષથી નીચેનાં હોય તેવાં 57 બાળકો એવાં પણ મળ્યાં છે જેમણે માતા કે પિતાનો આસકો ગુમાવ્યો હોય. આવા બાળકોની મદદ માટે હાલમાં રાજ્ય સરકાર દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!