મેળામાં મોટા ઝૂલામાં બેઠા હતા બહુ બધા લોકો, અને અચાનક જ ઉખડી ગયો જમીનમાંથી, પછી થયું એવું કે..VIDEO

મેળામાં એક મોટા ઝૂલામાં બેઠા હતા ઘણા બધા લોકો, આ ઝૂલો એકાએક જમીન માંથી ઉખડવા લાગે છે, ત્યાર બાદ જે થયું તે….

ભારત દેશને તહેવારોનો દેશ કહેવામાં આવે છે. પરંતુ આજે આ લેખમાં ભારત દેશ વિષે નહી પરંતુ અમેરિકા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમ ભારત દેશમાં વર્ષ દરમિયાન ઘણા બધા મેળાઓનું આયોજન થાય છે. તેવી જ રીતે વિદેશોમાં પણ ઘણા બધા ફેસ્ટીવલ્સનું આયોજન કરવામાં આવેલ છે. વિદેશોના આ ફેસ્ટીવલ્સ દરમિયાન ત્યાં મોટા મોટા ઝૂલો પણ લગાવવામાં આવે છે.

image source

આવા ફેસ્ટીવ ફેર દરમિયાન મોટા કદના ઝૂલા લગાવવામાં આવતા હોવાથી તેના લીધે ઘણી વાર દુર્ઘટના પણ સર્જાતી હોય છે અને મોટાપાયે જાનહાની થવાની શક્યતા વધી જાય છે. આજે અમે આપને વિદેશ યોજવામાં આવેલ આવા જ એક ફેસ્ટીવ ફેર દરમિયાન સંભવિત દુર્ઘટનાને ટાળવા માટે લોકો દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

અમેરિકા દેશમાં આવેલ મિશિગન શહેરમાં હાલમાં નેશનલ ચૈરી ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. ત્યારે નેશનલ ચૈરી ફેસ્ટીવલમાં લગાવવામાં આવેલ એક મોટા કદના ઝૂલો નીચેની તરફ જમીન માંથી એકાએક હલવા લાગે છે અને આ જ ઝૂલામાં તે સમયે ઘણા બધા લોકો બેઠા હતા. આ દ્રશ્ય નેશનલ ચૈરી ફેસ્ટીવલમાં આવેલ વ્યક્તિ જોઈ જાય છે.

ત્યાર બાદ આ વ્યક્તિ તરત જ ભાગીને તે મોટા ઝૂલાને લગાવવામાં આવેલ રેલિંગ પર ચડી જાય છે. તે વ્યક્તિને આવી રીતે ઝુલાની રેલિંગ પર ચડી જતા જોઈને તેની આસપાસ ઉભા રહેલ લોકો પણ તેનું અનુસરણ કરતા કરતા ઝુલાની રેલિંગ પર ચડી જાય છે અને ઝુલાને પડી જતો અટકાવી દે છે. આ આખી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

image source

આવી રીતે અમેરિકામાં આવેલ મિશિગનમાં આયોજિત ફેસ્ટીવ ફેર નેશનલ ચૈરી ફેસ્ટીવલ દરમિયાન એકતાનું પ્રદર્શન કરતા ઝૂલામાં બેઠેલા તમામ વ્યક્તિઓનું જીવન બચાવી લેવામાં આવે છે અને મોટી દુર્ઘટના થતા અટકાવી દેવાય છે. જો પેલી વ્યક્તિએ ઝુલાની રેલિંગ પર ચડીને ઝુલાને પડતા અટકાવવાના પ્રયત્નો ના કર્યા હોત તો અમેરિકામાં આવેલ મિશિગનમાં આયોજિત નેશનલ ચૈરી ફેસ્ટીવલ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત અને આ ઝૂલામાં સવાર વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાઇ ગયા હોત.

પરંતુ કહેવત છે ને કે, ‘રામ રાખે તેને કોણ ચાખે.’ આવી જ રીતે આ એક વ્યક્તિ ઝૂલામાં સવાર લોકો માટે રામ બનીને આવ્યા હતા અને ઝૂલામાં સવાર તમામ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. જોઈએ આ આશ્ચર્ય પમાડનાર વિડીયો..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!