કોરોનાને લઇને PM મોદી કહી આ મોટી વાત, વાંચો તમે પણ વધુ માહિતી

દેશમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસ વધતા જ જાય છે. હજી સુધી કોઈ દવા કે વેકસીન ન શોધાઈ હોવાના કારણે આપણે સાવચેતી રાખવી પડશે એ આપણે સૌ જાણીએ જ છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના વધતા જતા સંકટ અંગે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી.

image source

આ બેઠકમાં તેમણે જણાવ્યું કે કોરોના ટેસ્ટિંગની સંખ્યા પહેલા કરતા વધીને દરરોજ 7 લાખ સુધી પહોંચી છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. ટેસ્ટની સંખ્યા વધારવાથી સંક્રમણને ઓળખવામાં અને રોકવામાં મદદ મળી રહી છે.

આપણા ત્યાં કોરોનાના કારણે મૃત્યુ પામતા લોકોના સરેરાશ આંકડો પહેલા પણ અન્ય દેશોની સરખામણીએ ઘણો ઓછો હતો અને મહત્વની વાત એ છે કે તે આંકડો સતત વધુ નીચો જઈ રહ્યો છે. એટલું જ નહીં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે એનો અર્થ એ કવ આપણા પ્રયત્નો સફળ થઈ રહ્યા છે.

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે અને એ કારણે કોરોનાનો ભય પણ ઓછો થયો છે. આપણે મૃત્યુ દરને એક ટકા કરતા પણ નીચે લઈ જવાનો જે લક્ષ્ય રાખ્યો છે તેને હાંસલ કરવા પ્રયત્ન કરો.

આ ઉપરાંત વડાપ્રધાને આરોગ્ય સેતુ એપ્લિકેશનની પ્રશંસા પણ કરી હતી. આ વિશે તેમણે જણાવ્યું કે એપની મદદથી કોરોના સંક્રમિત દર્દીઓને ટ્રેક કરવામાં મદદ મળી રહી છે. જો 72 કલાકમાં જ બીમારીની જાણ થઈ જાય તો જોખમ ઘટી જાય છે.

image source

વડાપ્રધાને આગળ કહ્યું કે, આજે 10 રાજ્યોમાં 80 ટકા એક્ટિવ કેસ છે અને એટલા માટે કોરોના સામેની લડાઈમાં આ રાજ્યોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. આજે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6 લાખની ઉપર પહોંચી ગઈ છે.

જે રાજ્યોમાં હજી ટેસ્ટિંગ રેટ ઓછો છે ને જ્યાં કોરોના પોઝિટિવિટી રેટ વધારે છે ત્યાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની જરૂર સામે આવી છે. ખાસ કરીને બિહાર, ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ટેસ્ટિંગ વધારવાની જરૂર જણાય રહી છે.

image source

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ અંગે ચર્ચા કરી હતી. છેલ્લા 5 મહીનાઓમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાતમી બેઠક હતી.

image source

વડાપ્રધાને જણાવ્યું કે, અમારો અત્યાર સુધીનો અનુભવ છે કે કન્ટેનમેન્ટ, કોન્ટેક્ટ, ટ્રેસિંગ અને સર્વેલન્સ કોરોના વિરૂદ્ધના સૌથી પ્રભાવશાળી હથિયાર છે. હવે જનતા પણ આ વાતને સમજી રહી છે અને લોકો સાથ સહકાર આપી રહ્યા છે.

Source- એનડીટીવી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત