સાસુનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો અન્ય કોઈએ ટેસ્ટ કરાવ્યો નહીં જો કે કેટલાક દિવસો સુધી તેની સાસુની તબીયતમાં સુધારો થયો નહીં…

ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતાએ ફેમ અભિનેત્રી મોહિના કુમારી સિંહ અને તેના પરિવારના 7 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે.

મોહિના સિવાય તેના સાસુ, સસરા, પતિ, નણંદ, નણંદનો પાંચ વર્ષનો દીકરો પણ કોરોનાગ્રસ્ત છે. તમામ લોકો 31 મેથી ઋષિકેશની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મોહિના કુમારીએ તાજેતરમાં જ તેને અને તેના પરિવારને કોરોના થયો હોવાનું સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે મોહિના કુમારીના સસરા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજ ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી પણ છે. ચિંતાજનક વાત એ છે કે તેમણે થોડા દિવસો પહેલાં જ ઉત્તરાખંડના સીએમની મુલાકાત લીધી હતી. હવે સતપાલ મહારાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને જે લોકો મળ્યા હતા તે તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

મોહિનાએ પરીવારમાં કોરોનાની એન્ટ્રીને લઈને કહ્યું હતું કે તેની સાસુ અમૃતા રાવતને પહેલા તાવ આવતો હતો. તે સમયે તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો હતો. આ વાતથી પરિવારના દરેક સભ્યની ચિંતા દૂર થઈ હતી. સાસુનો રિપોર્ટ નેગેટિવ આવતાં પરીવારમાંથી અન્ય કોઈએ ટેસ્ટ કર્યો નહીં. જો કે એક રિપોર્ટ કરાવ્યા બાદ પણ તેની સાસુની તબીયતમાં સુધારો થયો નહીં તો તેમણે ફરીવાર કોરોના ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો. ત્યારબાદ ઘરના બધા લોકોના ટેસ્ટ થયા અને તે પણ પોઝિટિવ આવ્યા. મોહિનાએ જણાવ્યું હતું કે તેમના પરીવારમાં માત્ર સાસુને જ તાવ આવ્યો હતો. બાકી અન્ય કોઈને કોઈ જ લક્ષણ જણાયા નહીં. હાલ તેની અને પરીવારના બધા જ લોકોની તબિયત સ્થિર છે.

image source

31 વર્ષીય મોહિનાએ રાજ પરીવારમાંથી આવે છે અને તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. ટીવી જગતમાં મોહિનાએ 2012માં રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સથી એન્ટ્રી કરી હતી. મોહિના સારી ડાન્સર છે અને કોરિયોગ્રાફર પણ છે. આ રિયાલિટી શો બાદ મોહિના સ્ટાર પ્લસની સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જોવા મળી હતી. જો કે અચાનક જ મોહિનાએ તેના લગ્નની જાહેરાત કરી અને સાથે જ જાહેર કર્યું કે તે એક્ટિંગ ફિલ્ડને છોડી રહી છે.

 

image source

મોહિના મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી છે. તેના પિતા મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવ છે. ગત વર્ષે 14 ઓક્ટોબરના રોજ હરિદ્વારમાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત