ઉજવણી પહેલાં જાણો વેલેન્ટાઇન ડે નું સત્ય, વિદેશી તહેવારને સમજીને આપો મહત્વ

દેશમાં આજે ઘામધૂમથી વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે પણ આ એક આંઘળું અનુકરણ છે. જેને લઈને લોકો લાકો રૂપિયા ખર્ચ કરવા માટે પણ અચકાતા નથી. આ સમયે ડો, વસંત પટેલનું માનવું છે કે વિદેશનું અનુકરણ કરીએ તે પહેલાં તેની પાછળનું સત્ય પણ સમજી લેવું જરૂરી છે. આજનો વેલેન્ટાઈન ડે કેવી રીતે શરૂ થયો અને તેની પાછળ શું સત્ય છે તે તેઓએ જણાવ્યું છે.

image source

યુરોપમાં પહેલા પ્રજા લીવ ઇન રીલેશન માં જ રહેતી હતી અને તેમના દ્વારા થતા બાળકોને કોન્વેન્ટ સ્કુલમાં મુકવામાં આવતા અને ત્યાં જ જે વડીલ હોય તેઓને ફાધર – મધર માનતા અને કહેતા અને યુવાન કર્મચારીને બ્રધર -સિસ્ટર કહેતા પરિવાર જેવું કશું હતું જ નહિ

image source

પરંતુ વેલેન્ટાઈન નામના સંતે ચર્ચમાં રાજાની મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાનું શરુ કરેલું. આ રીતે રાજા એ ગુસ્સે થઈ સંતને ફાસી ૧૪ ફેબ્રુઆરી ૪૯૮ ના રોજ આપેલ તેની યાદમાં જેમના લગ્ન તેઓએ કરાવેલ તેઓએ વેલેન્ટાઇન ડે ની ઉજવણી ૧૪ ફેબ્રુઆરી ના દિવસે શરુ કરેલી છે.

image source

પરંતુ આપણી ભારતીય સનાતનની સંસ્કૃતિમાં આદિકાળથી સ્ત્રી અને પુરૂષ લગ્ન ગ્રંથી જોડાયા બાદ જ સાથે રહેતા આવ્યા છે અને પરિવારનું પોષણ,શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરતા આવ્યા છે

યુરોપિયન જીવન શૈલીમાં સંસ્કૃતિ જેવું કઈ ખાસ છે જ નહિ,

માટે મારી યુવાનોને નમ્ર અપીલ છે કંઈ પણ કરો અથવા તો કોઈ ને પણ અનુસરતા પહેલા તેનો સંપૂર્ણ અભ્યાસ કરવો જરૂરી છે અને પછી જ આગળ વધો અને અપનાવો.

આપણી ભારતીય સંસ્કૃતિ ખુબ જ સંસ્કારી અને મહાન છે.

image source

આપણે કાકા,કાકી, મામા, માસી, ફોઈ, ફુઆ, વગેરે ઉપયોગ કરીએ છીએ જયારે વિદેશીઓની વાત કરીએ તો તેઓ પાસે અંકલ અને આંટી બે જ શબ્દ છે. યુવાઓ વિચારો, મંથન કરો પછી આ વિદેશી તહેવાર અને સંસ્કૃતિને અપનાવો અને અનુસરો.

image source

કોરોના કાળ લગભગ પૂરો થવા આવ્યો છે ત્યારે આજે લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે. આ સાથે પ્રેમી પંખીડાઓનો ગુલાબ માટેનો ક્રેઝ આજે વધી જતાં તેની કિંમત પણ માર્કેટમાં આજે ઉંચકાઈ ચૂકી છે. એક ગુલાબ 50 રૂપિયાનું મળી રહ્યું છે. આજના દિવસે યુવાનો પાર્ટનર કે પ્રેમીને ખુશ કરવા માટે લગભગ 500થી 1000 રૂપિયાનો ખર્ચ કરી દેતા હોય છે. સ્પેશ્યલ ડિનર કે લંચ, કે પછી કોઈ ગિફ્ટ કે અન્ય કોઈ સેલિબ્રેશન કરીને તેઓ આ દિવસને યાદગાર બનાવી દેવાનું મન રાખતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!