યુવકની સળગેલી લાશ સાથે મળેલા લવ લેટર અને યુવતીની તસવીરો થઈ વાયરલ…

દેશમાં કેટલાક શહેર એવા છે જ્યાં યુવક યુવતીઓ લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશીપમાં વર્ષો સુધી રહેતા થયા છે. જ્યારે આજે પણ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ એવા છે જ્યાં પ્રેમ કરનારને મોતની સજા મળે છે.

image source

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રુપવાસ વિસ્તારમાં જસવંત નગરમાં એક યુવકના મોતની ઘટના બની છે. આ યુવકની લાશ સળગેલી હાલતમાં જંગલમાંથી મળી આવી છે. આ યુવકે આત્મહત્યા કરી છે કે તેની હત્યા છે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પરંતુ પોલીસને તેના સળગેલા મૃતદેહ પાસેથી અડધા બળેલા લવ લેટર અને એક યુવતીનો ફોટો મળ્યો છે. આ ઘટના સાથે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ બંને વાત પરથી યુવકની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસને આ ઘટના ઓનર કિલિંગની લાગે છે અને ટીમે આ દિશામાં તપાસ શરૂ કરી છે. ભરતપુરના રુપવાસ પોલીસના જણાવ્યાનુસાર વહેલી સવારે તેમને જંગલ વિસ્તારમાં એક લાશ પડી હોવાની જાણકારી મળી હતી. સુચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અડધા બળેલા મૃતદેહને કબજે કરી તપાસ શરુ કરી હતી. તપાસમાં આ યુવકની ઓળખાણ ભૂરા લોધા તરીકે થઈ હતી.

image source

ઘટનાસ્થળેથી પોલીસને મૃતદેહ પાસેથી પેટ્રોલની એક બોટલ સહિત કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી હતી. આ ઉપરાંત મૃતદેહ પાસેથી પ્રેમ પત્ર અને એક યુવતીનો ફોટો મળ્યો. આ યુવતી મૃતકના ગામના પાડોશી ગામની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હવે પોલીસ મૃતકના પરીજનો અને આ યુવતીના પક્ષે પુછપરછ કરી રહી છે.

image source

પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પ્રેમ પ્રકરણમાં બની હોવાનું સામે આવ્યું છે. પ્રેમ પ્રસંગના કારણે કોઈએ યુવકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું જણાય છે. પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી જે વસ્તુઓ મળી છે તેને ફોરેંસિક તપાસ માટે મોકલી છે. આ વસ્તુઓની તપાસ અને પોસ્ટમોર્ટમ પછી સ્પષ્ટ થશે કે યુવકની હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત