વિસ્તારા એરલાઈનનું છોટા પેકેટ બડા ધમાકા જેવું છે આ પ્લેન

વિસ્તારા એરલાઈન્સને એરબસના બૈમ્બર્ગથી પહેલી એ321 નિયો એરબસ પ્રાપ્ત થયું છે. આ એરબસનો ઉપયોગ નાની અને મધ્યમ દૂરીની યાત્રા પર કરવામાં આવશે. આ એરબસ 7 કલાક સુધીની આંતરરાષ્ટ્રીય યાત્રા કરવા પણ સક્ષમ છે. આ એક નાના આકારનું વિમાન છે.

image source

વિસ્તારાએ આ વિમાનની ડિલીવરી લેનાર દક્ષિણ પૂર્વ એશિયામાં પહેલી એરલાઈન બની છે. આ એવું વિમાન છે જેમાં દરેક શાહી સુવિધા મુસાફરોને આપવામાં આવશે. એટલે કે એવું નથી કે આ નાનું વિમાન છે તો તેમાં સુવિધા ઓછી મળશે. આ વિમાનમાં એવા એવા ફીચર્સ છે જેની સરખામણીમાં મોટા વિમાન પણ ફેલ થઈ જાય. તો ચાલો તમે પણ જાણી લો આ વિમાનની ખાસિયતો વિશે.

image source

આ વિમાનમાં ત્રણ શ્રેણીની કેબિન છે જે કુલ મળીને 188 સીટ ધરાવે છે. આ વિમાનમાં 12 બિઝનેસ, 24 પ્રીમિયમ ઈકોનોમી તથા 152 ઈકનોમી શ્રેણીવાળી સીટ છે. બિઝનેસ ક્લાસમાં 2-2 અને અન્યમાં 3-3 સીટની વ્યવસ્થા છે. આ ફ્લાઈટનો ઈકોનોમી ક્લાસ પણ શાનદાર છે. તેમાં પણ આધુનીક સુવિધાઓ છે.

image source

આ પ્લેનમાં એ તમામ સુવિધાઓ છે જે પહેલા માત્ર વાઈડ બોડી જેટમાં જોવા મળતી. પહેલીવાર તેમાં નૈરો બોડી જેટમાં શાહી સુવિધાઓ આપવામાં આવી છે. બિઝનેસ ક્લાસની સીટ એવી છે કે તેમાં કોઈને સુવું હોય તો સીટ બેડ બની જાય છે. આવી સુવિધા વાઈડ બોડી એરક્રાફ્ટમાં જ હોય છે. નૈરો બોડીનું આ પહેલું એરક્રાફ્ટ છે. જેમાં આ સુવિધાઓ જોવા મળે છે.

image source

આ સિવાય પ્લેનની દરેક સીટની પાછળ 16 ઈંચ હાઈ ડેફિનેશન ટચસ્ક્રીન ટીવી છે. જે તમને યાત્રા દરમિયાન ભરપુર મનોરંજન આપશે. એટલે કે તમે તમારી યાત્રા દરમિયાન ક્યારે બોર થશો નહીં.

image source

વિમાનમાં વાઈ ફાઈ સુવિધા પણ છે. એટલે કે ફ્લાઈટમાં બેસીને પણ તમે નેટનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધાના કારણે તમે એમએમએસ, એસએમએસ જેવી સુવિધાનો લાભ લઈ શકો છો. આ પ્લેનની સૌથી ખાસ વાત એ છે કે સામાન્ય પ્લેનની સરખામણીમાં આ પ્લેનનું એન્જીન 50 ઓછું અવાજ કરે છે. આ સિવાય વિમાનનું એન્જીન અન્ય પ્લેન કરતાં 20 ટકા ઓછું ઈંધણ વાપરે છે.

image source

આ પ્લેનની પહેલા વિસ્તારા એરલાઈન્સએ ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય પરિચાલન માટે મોટા આકારનું બોઈંગ 787-9 ડ્રીમલાઈનર વિમાન ખરીદ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત