શું તમે ક્યારેય કોઈ અવાવરું શહેરમાં એકલા રહેવાની કલ્પના કરી છે ? દાદ આપશો તમે પણ આ માણસની હિંમતને

આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે માણસની પ્રકૃતિ એકલા રહેવાની નથી અને તે અનુભવસિદ્ધ વાત છે. એકલા માણસને સતત કંટાળો આવ્યા કરે અને મગજના વિકારો તેને માનસિક રીતે બીમાર પાડી દે એવું પણ બને.

image source

પરંતુ તેમ છતાં કેટલાય એવા માણસો હોય છે જે મજબૂરી સબબ અથવા શોખ ખાતર એકલા રહેવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ જે વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓ પૈકી એક જગ્યાએ એકલો રહે છે. અને તે જે સ્થળે રહે છે તે આખો વિસ્તાર છેલ્લા લગભગ નવ વર્ષથી ભેંકાર પડ્યો છે. તો કોણ છે એ વ્યક્તિ અને કઈ છે એ જગ્યા ? આવો જરા વિસ્તારથી જાણીએ..

આ વ્યક્તિનું નામ છે નાઓતો માત્સુમુરા અને તે જાપાનના એક નાનકડા શહેર તોમિયોકોમાં રહે છે. અસલમાં 11 માર્ચ 2011 માં જાપાનના ફુકુશીમા શહેરમાં એક ભયાનક પરમાણુ દુર્ઘટના ઘટી હતી. ત્યારબાદ તોમિયોકો શહેર અને તેની આજુબાજુના અનેક નાના શહેરોના રહેવાસીઓ આ વિસ્તાર છોડીને અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા. પરંતુ નાઓતોને અન્ય જગ્યાએ આશરો ન મળવાથી તેઓ પરત પોતાના વતન તોમિયોકો આવી ગયા.

image source

અસલમાં માત્સુમુરા પણ અહીંથી હિજરત કરી ગયેલા લોકો પૈકી એક હતા. જે તે વખતે લોકો તો તોમિયોકો છોડીને જઈ રહ્યા હતા પરંતુ ત્યાંના જાનવરોને સાથે લઇ જનારું કોઈ ન હતું. અને નાઓતો માત્સુમુરાને પાલતુ પશુઓ સાથે ભારે પ્રેમ હતો અને આ માટે તેને તોમિયોકો પરત જવાનું મન થયું. પરંતુ પરમાણુ દુર્ઘટનાને કારણે અહીંના વાતાવરણ, માટી અને પાણીમાં રેડિએશનનો પ્રભાવ હતો. એટલે નાઓતો એ પહેલાં આ અંગે માહિતી એકઠી કરી અને ત્યારબાદ જાપાનની ઍરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીનો સંપર્ક કરતા તેઓએ કહ્યું કે અહીં 30 – 40 વર્ષ સુધી આરામથી અને બીમાર પડ્યા વિના રહી શકાય છે. ત્યારબાદ નાઓતો માત્સુમુરા અહીં રહેવા લાગ્યા.

image source

સ્થાનિક લોકો માત્સુમુરાને જાનવરોના રક્ષક પણ કહે છે. શરૂઆતમાં તેઓએ પોતાના પાલતુ પશુઓની સંભાળ રાખી બાદમાં અનેક લાવરિસ જાનવરોની સંભાળ લઈ ખરા અર્થમાં રક્ષક બન્યા.

image source

ઉલ્લેખનીય છે કે નાઓતો માત્સુમુરા જે વિસ્તારમાં રહે છે ત્યાં વીજળી કે સ્વચ્છ પાણી પણ ઉપલબ્ધ નથી. જો કે નાઓતો માત્સુમુરા બહારથી લાવેલો ખોરાક પાણી લે છે અને તેની પાસે એક સોલર પેનલ છે જેનાથી તે પોતાનો મોબાઈલ અને કોમ્પ્યુટર ચાર્જ કરી લે છે. સિગરેટ પીવાના બંધાણી એવા નાઓતો ક્યાંક બહાર જાય ત્યારે પોતાના માટે સિગરેટ અચૂક ખરીદે છે. તેનું માનવું છે કે જો તે સિગરેટ પીવાનું છોડી દે તો બીમાર પડી જાય તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત