અંતરિક્ષના આ ક્ષુદ્રગ્રહ પર છે એટલો વિશાળ ખજાનો છે કે ના પૂછો વાત
આપણે જો આપણી પૃથ્વીને જ દુનિયા સમજતા હોઈએ તો એ આપણી ભૂલ છે. અંતરિક્ષ એવડી મોટી વ્યવસ્થા છે જ્યાં આપણી પૃથ્વી ચોખા દાણા બરાબર પણ નથી.

અને આ અંતરિક્ષમાં હજુ અગણ્ય ગ્રહો અને અવકાશી પદાર્થો પડ્યા છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આધુનિક વિજ્ઞાન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તેમ તેમ આપણે તેનો અંશ જાણી શકીએ છીએ. અને અવકાશી શોધખોળ કરનાર વૈશ્વિક સ્તરની સંસ્થા એટલે નાસા.
હાલમાં જ નાસાએ અંતરિક્ષમાં બહુ મોટો ખજાનો જોવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી અને તેની માત્રા એટલી છે કે તેને દુનિયામાં દરેક વ્યક્તિમાં વહેંચી દેવામાં આવે તો દરેક માણસ કરોડપતિ બની જાય. શું છે આ ખજાનાની વાત આવો જરા વિસ્તારથી જાણીએ.

નાસાએ અંતરિક્ષમાં વિશાળ માત્રામાં લોખંડનો આકાશી ભંડાર શોધી કાઢ્યો છે. આ ભંડાર અસલમાં એક ક્ષુદ્રગ્રહ એટલે કે નાનકડો તારો જ છે જેને 16 સાઇકી એવું નામ આપવામાં આવ્યું છે. અંદાજે 120 માઈલ પહોળો આ ક્ષુદ્રગ્રહ સંપૂર્ણપણે આકાશી લોખંડનો હોવાનું જણાયું છે. જેમાં સંશોધન કરવામાં આવે તો અંદરથી સોનુ, પ્લેટિનિયમ અને નિકોલ જેવી ધાતુ પણ મળી શકે.

નાસાના અંદાજ અનુસાર આ ક્ષદ્રગ્રહ પર આવેલી ધાતુઓની કિંમત લગભગ 8000 ક્વોડ્રોલિયન પાઉન્ડ થાય. ક્વોડ્રોલિયનને તમે એ રીતે પણ સમજી શકો કે 8000 ક્વોડ્રોલિયન એટલે 8000 પછી 15 વખત શૂન્ય. અને આ રકમ એવડી મોટી થાય કે જો તેને દુનિયાના તમામ આઠ અબજ વ્યક્તિઓમાં વહેંચી દેવામાં આવે તો દરેકના ભાગે 9500 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ આવે.

નાસાની શોધખોળ મુજબ આ ક્ષુદ્રગ્રહ પૃથ્વીથી 24 અબજ માઈલ દૂર આવેલો છે અને ત્યાં કોઈપણ અંતરિક્ષ યાનને મોકલવામાં આવે તો તેનો પ્રવાસ સમય જ ચાર વર્ષ જેટલો થાય. આ ક્ષુદ્રગ્રહ મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે સૂર્યની ફરતે પરિભ્રમણ કરી રહ્યો છે. જો કે નાસાએ એમ પણ કહ્યું છે કે તે આ અદ્વિતીય ધાતુઓના સમુદ્ર એટલે કે ક્ષુદ્રગ્રહ સુધી પહોંચવા માટે એક ખાસ મિશન પણ શરુ કરશે અને જો યોજના સમયબદ્ધ રીતે આગળ વધે તો આશા છે કે મિશન વર્ષ 2022 માં શરુ થાય.

ઉલ્લેખનીય છે કે એરિઝોના સ્ટેટ યુનિવર્સીટીના શોધકર્તાઓનું કહેવા મુજબ સાઈકો 16 નામના આ ક્ષુદ્રગ્રહને 1852 માં જ ઈટાલીના ખગોળશાસ્ત્રી એનિબલ ડી ગૈસપરીસએ શોધી કાઢ્યો હતો. અને તેણે જ આનું નામ આત્માની એક પ્રાચીન દેવીના નામ પર સાઈકો રાખ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત