જૂની કાર ખરીદવી હોય તો અહીં એક વખત આંટો મારી આવજો, સસ્તી કિંમતે મળે છે ઢગલાબંધ કારો

કોરોના મહામારીને કારણે દેશમાં મોટાભાગના લોકો પોતાના વાહન પર જ યાત્રા કરવાનું પસંદ કરી રહ્યા છે. જેનો સીધો ફાયદો ઓટો સેક્ટરને મળી રહ્યો છે. નોંધનીય છે કે આર્થિક મંદી અને કોરોના મહામારી વચ્ચે પણ ફેસ્ટિવ સીઝનમાં ઓટો સેકટરમાં ભારે કારોનું વેંચાણ થયું છે. જેનું એક કારણ કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી સલામત સવારી પણ છે. પરંતુ દેશમાં અનેક પરિવારો એવા પણ છે જેઓ નવી કાર લેવા માટે સક્ષમ નથી ત્યારે તેઓ માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માટે એક સારી તક છે કારણ કે દિલ્હીમાં એવી અનેક માર્કેટ છે જ્યાં તમને સારી કંડીશન અને વ્યાજબી કિંમતમાં સેકંડ હેન્ડ કાર મળી શકે છે. ત્યારે આ માર્કેટ વિશે વિસ્તૃત વિગત જાણીએ.

કરોલ બાગમાં છે સેકન્ડ હેન્ડ કારનું સૌથી મોટું માર્કેટ

image soucre

દિલ્હીના કરોલ બાગમાં સેકન્ડ હેન્ડ મારુતિ વેગન આરને માત્ર 50 થી 60 હજારમાં ખરીદી શકે છે. જો કે મોડલ 10 વર્ષ સુધી જુના હોઈ શકે છે. નોંધનીય છે કે નવી વેગન આરની એક્સ શોરૂમ કિંમત 4.45 લાખ રૂપિયા છે જ્યારે તેની ઓન રોડ કિંમત 5.50 લાખ રૂપિયા સુધી જાય છે. ત્યારે ઓછી કિંમતમાં તમે અહીં સસ્તી કિંમતમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકો છો. એ સિવાય ત્યાં તમને વધુ વિકલ્પ પણ જોવા મળે છે.

દિલ્હીમાં 15 વર્ષ જૂની કાર હંકારવાની પરમિશન નથી

image socure

દિલ્હીમાં તમે 15 વર્ષ જૂની કાર ચલાવી નથી શકતા. ત્યારે લોકો આટલી જૂની થઈ ગયેલી ગાડીઓ સસ્તા ભાવમાં વેંચી નાખે છે. જેને સેકન્ડ હેન્ડ કારના ડીલર સસ્તા ભાવે ખરીદી આજુબાજુના રાજ્યમાં સારી કિંમત પર રિસેલ કરી નાખે છે. કારણ કે અન્ય રાજ્યોમાં 15 ના બદલે 20 વર્ષ જૂની કાર ચલાવવાની પરમિશન નથી. જો કે શરૂઆતમાં RTO તરફથી કારનું રજિસ્ટ્રેશન 15 વર્ષ સુધીનું જ હોય છે પણ બાદમાં કારની સ્થિતિ જોઈને જોઈને આગળ 5 વર્ષ માટે તેને રીન્યુ કરી દેવામાં આવે છે.

સેકન્ડ હેન્ડ કાર ખરીદવા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

image soucre

સેકન્ડ હેન્ડ કાર ખરીદવાના સમયે ડીલર પાસે તેના ભાવમાં જરૂર ભાવતાલ કરવો. તમે જે કાર ખરીદવા ઇચ્છતા હોય તેનું ઇન્ટિરિયર અને એક્સટિરિયર પણ જરૂર તપાસવું. એ સિવાય શક્ય હોય તો તમે જે કાર ખરીદવાના હોય તેની ઓછામાં ઓછી 50 કિલોમીટર સુધીની ટેસ્ટ ડ્રાઇવ લો. તેના કારણે તમને કારના એન્જીન અને અન્ય ખામીઓ વિશે ખબર પડી જશે. ખાસ તો કારના જે દસ્તાવેજો હોય તે નકલી કે બનાવટી નથી ને ? તે બાબતે ખાસ ધ્યાન આપવું.