મહંત સ્વામીનું સાંજે આટલા વાગે ઓનલાઇન ગુરુપૂજન કરવામાં આવશે, ભક્તો એકત્ર ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા

અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે ગુરુ પુર્ણિમાનો પર્વ, આ પર્વને દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે બીએપીએસના કરોડો ભક્તો માટે ખાસ ઓનલાઈન ગુરુ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ ગુરુ પુજન ધામધૂમથી થાય છે અને તેમાં લાખો ભક્તો જોડાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વ્યવસ્થા બદલવામાં આવી છે. આજથી પવિત્ર ગુફામાં દિવ્ય આરતી શરૂ થઈ ગઈ છે. જેનું પહેલીવાર દૂરદર્શન પર પ્રસારણ કરવામાં આવ્યું.

Image Source

સામાજિક અંતર જળવાય અને લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે સંસ્થા દ્વારા સાંજે 5 કલાકે મહંત સ્વામીનું ઓનલાઈન ગુરુ પૂજન રાખવામાં આવ્યું છે. આ સિવાય ગુરુકુળ, કાલુપુર સ્વામિનારાયણ અને કુમ કુમ મંદિર સહિત અન્ય સંપ્રદાયોમાં પણ આજની પૂજા ઓનલાઈન જ રાખવામાં આવી છે.

Image Source

આ વર્ષે કોરોનાના કારણે મોટા ભાગની સંસ્થોએ ઓનલાઈન પૂજાને મહત્વ આપ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે સવારે 8 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ સાંજે 4.45 કલાકથી 6 કલાક સુધી વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવશે અને સાથે જ ગુરુ પાદુકાની પૂજા થશે. આ તમામ પૂજાનું ફેસબુક પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. આ લાઈવ ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ પરથી જોઈ શકાશે.

Image Source

જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાનો પર્વ મહર્ષિ વેદવ્યાસના જન્મની ઉજવણીના ભાગરુપે કરવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી ઋતુ પરિવર્તન પણ થાય છે. ગુરુ પૂર્ણિમાના અવસરે દરેક શિષ્ય તેના ગુરુની ઉપાસના કરે છે. ગુરુને યથાશક્તિ દક્ષિણા, પુષ્પ, વસ્ત્ર વગેરે આપે છે. આ વર્ષે આ પર્વ 5 જુલાઈ અને રવિવારે ઉજવાય રહ્યો છે.

Image Source

આ વર્ષે પંચાંગ અનુસાર પૂનમની તિથિ 4 જુલાઈ 2020ના રોજ સવારે 11 કલાકથી શરુ થઈ હતી જે 5 જુલાઈ સુધી રહેશે. આ સમય દરમિયાન ગુરુ પૂજા કરી શકાય છે. યોગાનુયોગ આજે વર્ષનું ત્રીજું ચંદ્રગ્રહણ પણ થયું છે. જો કે આ ગ્રહણ ભારતમાં દ્રશ્યમાન નથી. વર્ષ 2020માં થયું હોય તેવું આ ત્રીજું ગ્રહણ છે. આ પહેલા 5 જૂન ચંદ્રગ્રહણ અને 21 જુલાઈએ સૂર્ય ગ્રહણ થયું હતું.

ગુરુ પૂર્ણિમાના દિવસે થનાર ચંદ્રગ્રહણ સવારે 8.54 કલાકથી 11.21 કલાક સુધી રહ્યું હતું. 2.43 મિનિટના સમયનું આ ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હતું જે ભારતમાં દ્રશ્ય ન હતું.