ઘરે બેઠા આ ચેનલ પરથી તમે પણ કરી શકો છો અમરનાથના લાઇવ દર્શન, વાંચો વધુ વિગતો અહિંયા

અત્યાર સુધી કોઈપણ આપદા વચ્ચે ન અટકેલી અમરનાથ યાત્રા આ વર્ષે કોરોનાના કારણે અટકી છે. કોરોનાને ધ્યાનમાં રાખી અમરનાથ યાત્રા પર રોક છે. દર વર્ષે બરફાની બાબાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો જાય છે પરંતુ આ વર્ષે ભક્તો માત્ર ઓનલાઈન દર્શન કરી શકશે. 5 જુલાઈથી પહેલીવાર અમરનાથ બાબાની પૂજાનું લાઈવ પ્રસારણ શરુ કરવામાં આવ્યું છે. આજથી પવિત્ર ગુફામાં દિવ્ય આરતી શરૂ થઈ ગઈ છે. જેનું પહેલીવાર દૂરદર્શન પર પ્રસારણ કરવામાં આવ્યું.

Image Source

આ રીતે બરફાની બાબાના દર્શન ભક્તો 3 ઓગસ્ટ સુધી કરી શકશે. આ લાઈવ પ્રસારણ કરવા માટે દુરદર્શનની 15 સભ્યોની ટીમ અમરનાથ પહોંચી છે.

Image Source

રવિવારે શરુ થયેલી બરફાની બાબાની પૂજામાં લે.ગવર્નર ગિરીશ ચંદર મૂર્મ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે ગત વર્ષે 3.42 લાખ લોકોએ અમરનાથ ના દર્શન કર્યા હતા પરંતુ આ વર્ષે કોરોનાના કારણે કોઈ ભક્તો અમરનાથના સાક્ષાત દર્શન કરી શકશે નહીં તેમ જણાય રહ્યું છે. જો કે યાત્રા અંગે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદર મૂર્મૂની અધ્યક્ષતામાં કોઈ નિર્ણય થાય તેવી શકયતા છે.

Image Source

જોકે પ્રશાસને પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે આ વર્ષે યાત્રા પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવાયા છે. તેવામાં જો યાત્રાની પરવાનગી મળશે તો તે બાલટાલના રસ્તે જ થશે. બાલટાલવાળા રસ્તામાં 16 કિમીનું ચઢાણ છે. પરંતુ આ રસ્તેથી યાત્રાળુઓ એકથી બે દિવસમાં દર્શન કરીને પરત ફરી શકે છે.

Image Source

આ સિવાય એક દિવસે અમરનાથ ગુફા સુધી માત્ર 500 યાત્રાળુઓને જ જવાની પરવાનગી મળશે. બાલટાલ માર્ગમાં ચાર હેલીપેડ અને બેસ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. ચર્ચાઓ એવી પણ છે કે આ વખતે હેલિકોપ્ટર દ્વારા પણ યાત્રા કરાવવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ છે કે અમરનાથ ગુફા 3880 ફીટ ઉંચાઈ પર આવેલી છે. દર વર્ષે અનંતનાગથી પહલગામ અને ગાંદેરબલના બાલટાલથી યાત્રા શરૂ થાય છે.

Image Source

કોરોના કાળમાં અમરનાથ શ્રાઈન બોર્ડ જુલાઈના અંતથી શરુ કરી 15 દિવસ માટે યાત્રા કરાવવાનું આયોજન બનાવી રહ્યું છે. હાલ આ તમામ બાબતો સાથે યાત્રા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Image Source

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી યાત્રા અંગે વિચારીએ તો યાત્રા માટે રાજ્યમાં આવનાર દરેક વ્યક્તિનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. જ્યાં સુધી ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી લોકોએ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે. આ સિવાય યાત્રાના માર્ગ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ડોક્ટરોને પુરતા પ્રમાણમાં પીપીઈ કિટ અને અન્ય વસ્તુઓ ઉપલબ્ધ કરાવવી પડશે. આ સિવાય સૌથી મોટી ચિંતા એ છે કે કાશ્મીરના 10માંથી 9 જિલ્લા કોરોનાના કારણે રેડ ઝોનમાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 8000થી વધુ કોરોના કેસ મળ્યા છે. તેમાંથી 2800થી વધુ એક્ટિવ કેસ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત