આ કરોડપતિ બિઝનેસમેને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ, સ્યુસાઇડ નોટમાં લખેલું વાંચીને તમે પણ….

મુંબઈના યુવા ઉદ્યોગપતિ પંકજ કાંબલે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાના 2 દિવસ બાદ ઘણા સત્ય પ્રકાશમાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પંકજે પ્રેમ સંબંધના કારણે આ પગલું ભર્યું હતું. પંકજ કાંબલે 31 વર્ષની ઉંમરે 4 કંપનીના માલિક હતા.

ઉપરાંત, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પંકજનું નામ પણ નોંધાયું હતું. તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં 1 કરોડ રૂપિયાની રકમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે જ નીલમ નામની યુવતીનો પણ ઉલ્લેખ છે. પોલીસ હવે સુસાઇડ નોટના આધારે વધુ તપાસ કરી રહી છે.

image source

ગિનીસ બુક રેકોર્ડમાં નામ નોંધાવનાર ચાર કંપની, એક એકેડેમી સંચાલક પંકજ કાંબલે ઈન્દોરની એક મોટી હોટલમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. અહીં કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લાના લગ્ન સમારોહમાં ટીમને લઈને આવનાર પંકજ કાંબલેએ લગ્ન પૂરા થયા બાદ હોટલમાં આત્મહત્યા કરી હતી. સવારે તેના સાથી હોટલ પહોંચ્યા ત્યારે આ અંગે માહિતી મળી હતી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે, પ્રારંભિક તપાસમાં આ કેસ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યાનો જણાય છે.

image source

એએસપી રાજેશસિંહ રઘુવંશીએ આ અંગે વધુ માહિતી આપી હતી કે ઇન્દોરની બોમ્બે હોસ્પિટલની સામે હોટેલ ગ્લોડી પેલેસ છે. અહીં મુંબઇના 31 વર્ષિય પંકજ કાંબલેએ ફાંસી ખાઇને આપઘાત કરી લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના રુમમાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં નીલમ નામની યુવતીનો ઉલ્લેખ છે. તેમાં લખવામાં આવ્યું છે કે, ‘ હું તમને પ્રેમ કરું છું નીલમ ‘.

image source

પંકજની કઝીનએ જણાવ્યું હતું કે તેનો ભાઈ ધારાસભ્ય સંજય શુક્લાના પુત્રના લગ્નની ઇવેન્ટના મેનેજમેન્ટ માટે ઈન્દોર આવ્યો હતો. તેની પાસે 4 કંપનીઓ છે. લગ્ન સમારોહમાં તેની તબિયત લથડી હોવાનું કહી તે ઈવેન્ટમાંથી બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ સવારે પંકજનો મૃતદેહ રુમમાં લટકતો મળી આવ્યો હતો.

image source

પંકજ 28 વર્ષની ઉંમરે ચાર મોટી કંપનીઓ અને એક એકેડેમીનો માલિક બન્યો હતો. પંકજ બાર ટેન્ડર પણ રહી ચૂક્યો છે. તેણે 15 મિનિટમાં 120 પ્રકારના મોકટેલ્સ બનાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

પંકજના પરિવારના જણાવ્યા મુજબ પંકજના પિતાનું અવસાન થયા બાદથી તે જ પરિવાર ચલાવે છે. તેના પરિવારમાં માતા અને નાનો ભાઈ છે જે નાગપુરમાં રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત