પતિ પત્ની અલગ હશે તો પણ પતિએ ભરણપોષણ તો આપવું જ પડશે, દિલ્હી હાઈકોર્ટના નવા આદેશથી હાહાકાર

દિલ્હી હાઈકોર્ટે હાલમાં ફરી એકવાર મહિલાઓનાં હકને ધ્યાનમાં રાખીને મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની અલગ રહેતાં હોવા છત્તા પતિને તેની પત્ની અને બાળકો પ્રેત્યેની ફરજ પૂરી કરવી ફરજીયાત ગણાવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે પત્નીનો ખર્ચ ઉઠાવવો અને તેને અને તેના બાળકોને આર્થિક સહાય આપવી તે પતિની ફરજ છે અને તે લગ્ન બાદ આ ફરજમાંથી છટકી નથી શકતો. કોર્ટે કહ્યું કે પતિ પત્ની અને બાળકોની સંભાળ લેવાની જવાબદારીથી કોઈ પણ બહાનું બતાવીને છૂટી જશે તેવું નહીં ચાલે. આ સિવાય આ બાબતો માટે કાયદામાં સમાયેલ કાનૂની સલાહોને આધારે જરૂરી પગલાં પણ લેવામાં આવશે.

image source

મળતી માહિતી મુજબ ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદે નીચલી અદાલતના આદેશને માન્ય રાખ્યો હતો જેમાં કે તે વ્યક્તિએ તેનાથી અલગ રહેતી પત્નીને દર મહિને 17,000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે નીચલી અદાલતનો આદેશ કાનૂની રીતે યોગ્ય છે જેથી તેમાં સુધારો કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી.

image source

આ કેસ અંગે કોર્ટે દ્વારા મળતી વિગતો મુજબ નીચલી અદાલતના આદેશને પડકારીને હાઈકોર્ટમાં કેસ દાખલ કરનાર આ એક વ્યક્તિ સહાયક સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ) તરીકે નોકરી કરી રહ્યો છે જેથી એ વાતમાં કોઈ શંકા નથી કે તે કોર્ટેનાં આદેશ મુજબ તેની પત્નીને પૈસા ન ચૂકવી શકે. આ સાથે હાઈકોર્ટે દ્વારા કહેવામાં આવ્યું છે કે તેની પત્નીને માસિક રૂ. 17,000 ચૂકવવાનું કહેલી રકમ યોગ્ય જ છે જે તેને ફરજીયાતપણે નિયમો મુજબ આપવી જ પડશે.

image source

આ સાથે કોર્ટે તે મહિલા વિશે વાત કરતાં જણાવ્યું છે કે “પ્રતિવાદી (પત્ની) પોતાનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ છે તેવું તેનો પતિ સાબિત કરી શક્યો નથી કે નાં તો આ વાતને સાબિતી મળે તે માટે કોઈ રેકોર્ડ ઉપલ્બધ થઈ શક્યો છે. આ અંગે પતિએ સામાયિકનું કવર એ બતાવવા માટે આપ્યું હતું કે મહિલા તેનાં દ્વારા આવક મેળવી રહી છે પરંતુ તે પોતાનું અને તેનાં બાળકોનું ભરણપોષણ આ આવકથી કરી શકવા સક્ષમ છે તેવું સાબિત થતું નથી.

image source

જાણવાં મળી રહ્યું છે કે આ પુરુષ અને સ્ત્રીના લગ્ન જૂન 1985માં થયા હતા અને તેમને બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ બાળકો થયાં હતાં. આ પછી 2010માં દીકરીનું અવસાન થયું હતું અને બંને દીકરાઑ હવે પુખ્ત વયના થઈ ગયાં છે અને સારી નોકરી કરી રહ્યાં છે. મળતી માહિતી મુજબ આ દંપતી 2012થી જ અલગ રહે છે. મહિલાનો આરોપ છે કે તેનો પતિ તેની સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યો હતો અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. મહિલાએ કહ્યું કે તે પોતાનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ છે અને પતિ પાસેથી ભરણપોષણની મેળવવાની તેની માંગ છે.

image source

આ કેસમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેનો પતિ દર મહિને રૂ. 5૦,૦૦૦નો પગાર મેળવે છે અને ખેતીલાયક જમીન પણ છે જેમાથી પણ તે આવક મેળવી રહ્યો છે. જો કે તેનાં પતિએ દૂરવ્યવહાર કર્યો હોવાની વાતથી ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે તેણે તેના બાળકોની સંભાળ લીધી છે અને તેમને એક સારું શિક્ષણ આપ્યું છે. તેનાં પતિએ જણાવ્યું છે કે આ મહિલા એક કામદાર મહિલા છે અને તેની આવક પણ સારી છે. તેણે દાવો કર્યો હતો કે મહિલા જાગરણમાં ભાગ લે છે અને ટીવી સિરિયલો પણ કરે છે. તે પોતાની સંભાળ લેવાની અને તેનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં છે.

image source

આ દાવા પછી હાઈકોર્ટે કહ્યું હતું કે સ્ત્રી પોતાનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતી આવક મેળવે છે તે સાબિત કરવા માટે પતિ દ્વારા સામયિકો અને કેટલાક અખબારોની ક્લિપિંગ્સ ફાઇલ સિવાય અન્ય કશું સાબિતી માટે હતું નહી. હવે કોર્ટે આ કેસમાં કહ્યું છે કે તે મહિલા પોતાનો ખર્ચ ઉઠાવવા સક્ષમ છે તેવું સાબિત ન થઈ શકતાં આગાઉ આપેલાં આદેશ મુજબ 17,000 રૂપિયા મહિલાને ચૂકવવાં તેનાં માટે ફરજીયાત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *