શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં સવાર અન્ય મહિલાઓએ ગર્ભવતીની કરાવી નોર્મલ ડિલિવરી, પરીવારમાં બે પેઢી બાદ આવી દીકરી

એક તરફ દેશમાં એવા પણ લોકો છે જે દીકરીના જન્મને અભિશાપ માને છે, તેવામાં આઝમગઢ જિલ્લાના રેશમી નગરી મુબારકપુરમાં દીકરીના જન્મનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે.

image source

આમ કરવાનું કારણ એટલું છે કે આ ઘરમાં છેલ્લી બે પેઢીમાં દીકરી જન્મી જ ન હતી. તેવામાં લોકડાઉન દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં દીકરીનો જન્મ થતાં પરીવારના સભ્યો અને ગામના લોકો તેને લક્ષ્મીનો અવતાર માની રહ્યા છે અને પરીવારમાં ઉત્સવનો માહોલ બન્યો છે.

પ્રસૂતાના પરીજનોનું કહેવું છે કે લોકડાઉનમાં બીજા પ્રાંતથી આવતા લોકોને શેલ્ટર હોમ કે કોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ત્યાંથી તેના પરીવારને ઘરે મોકલી દીધું છે. પરીવારના લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર પણ માન્યો છે. તેમનું કહેવું છે કે તે છેલ્લા દોઢ માસથી ગુજરાતના સુરતમાં ફસાયેલા હતા.

image source

તેમની પાસે પૈસા પણ બચ્યા ન હતા અને ખાવાના પણ ફાંફાં હતા. તેવામાં બાળકનો જન્મ થાય તો બાળક અને માતાની સંભાળ કેવી રીતે રાખવી તે પણ સમસ્યા હતી. આ ચિંતા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પેશિયલ ટ્રેન ચલાવી અને તેના કારણે તેઓ પોતાના વતન પરીવાર પાસે સકુશલ પહોંચી ગયા.

આઝમગઢ જિલ્લાના મુબારકપુર વિસ્તારના ઓઝૌલી ગામમાં રહેતા દીનાનાથ રોજગારી માટે સુરતમાં રહેતા હતા. તેની પત્ની ગર્ભવતી હતી અને નવમો મહિનો ચાલતો હતો. આ વચ્ચે લોકડાઉન જાહેર થયું. થોડા દિવસો તો તેમણે જેમતેમ કરી ગુજાર્યા પરંતુ ત્યારપછી જ્યારે સુરતથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના થઈ તો તે પોતાની પત્ની સાથે તેમાં વતન જવા રવાના થઈ ગયો. ટ્રેનમાં સવાર થયા બાદ મોડી રાત્રે તેની પત્નીને પ્રસવ પીડા શરુ થઈ ગઈ. કોચમાં સવાર અન્ય મહિલાઓએ તેની પત્નીની મદદ કરી અને ટ્રેનમાં જ નોર્મલ ડિલીવરીથી દીકરીનો જન્મ થયો.

image source

દીનાનાથની પત્ની ચંદ્રકલાએ ચાલતી ટ્રેનમાં દીકરીને જન્મ આપ્યો. સાંજે ટ્રેન આઝમગઢ પહોંચી તો અધિકારીઓને તેની જાણ કરવામાં આવી અને તેઓ બાળકી અને માતાને હોસ્પિટલમાં દાખલ કરવા લઈ ગયા. અહીં ડોક્ટરોએ બંનેની તપાસ કરી અને પછી તેમને ઘરે મોકલ્યા. ચાલતી ટ્રેનમાં પ્રસુતિ થઈ હોવા છતાં મહિલા અને બાળકી બંને સ્વસ્થ છે તેમને કોઈ સમસ્યા થઈ નહીં.

image source

દિનાનાથના ઘરે દીકરીના જન્મની વાત સાંભળી તેના પરીવારના લોકો પણ ખુબ ખુશ છે કારણ કે આ પરીવારમાં બે પેઢીથી કોઈ દીકરી જન્મી જ ન હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત