પતિ વગરની મહિલાની એકલતાનો મિત્રએ લાભ લીધો, તારા વગર ઉંઘ નથી આવતી મેરી જાન.. કહીને કર્યું ન કરવાનું કામ

ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ મહિલાઓની છેડતીના મામલાઓ વધી રહ્યા છે. એમાં પણ ઓળખીતા અને મિત્ર સર્કલના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. હાલમાં અમદાવાદમાં પણ કંઈક એવો જ કિસ્સો સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. વાત છે જુહાપુરા વિસ્તારની. જુહાપુરામાં મકાન લેવડ-દેવડ બાબતે બે લોકોને થયેલી મિત્રતા આખરે ભારે પડી છે. જુહાપુરા વિસ્તારમાં મિત્રએ જ મિત્રના પત્નીની છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી છે. જો કે પોલીસે છેડતી કરનાર આધેડની ધરપકડ કરી છે.

3 વર્ષ પહેલાં થયેલી દોસ્તી ભારે પડી

image source

વિસ્તારથી વાત કરીએ તો, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મહિલા 13 વર્ષના દીકરા સાથે રહે છે. મહિલાના પતિ તેના સાસુ સસરા નવસારી રહે છે. મહિલાની આજથી 3 વર્ષ પહેલાં તેના મકાનની સામે જ રહેતા અબબ્બાસ સભા તેનું મકાન વેચવાનું હોવાથી તેના દિકરા મોહમ્મદ અબ્બાસ સલીમ શેખ સાથે મકાન લેવડ મામલે ઓળખાણ થઈ હતી અને આ ઓળખાણ મહિલા માટે મુસીબત સમાન બની હતી. કારણ કે મહિલાએ સપનામાં પણ ન વિચાર્ચું હોય એવું થયું અને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

મકાન ખરીદવા માટે 5 લાખ રૂપિયા આપ્યા

image source

બન્ને વચ્ચે મિત્રતા થઈ અને મકાનની લેવડ દેવડ બાબતે વાતો કરતાં કરતાં ઓળખાણ થઈ ગઈ. એ પછી મહિલા પાસેથી મકાન ખરીદવા માટે 5 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે મકાન તો ના મળ્યું પણ મહિલાની છેડતી અવારનવાર મોહમ્મદ શેખ કરતો રહ્યો. હદ તો ત્યારે થઈ કે જ્યારે 16 તારીખે મહિલા ઘરે એકલી હતી અને શખ્સ તેના ઘરે પહોંચ્યો. દરવાજો ખટખટાવ્યો અને કહેવા લાગ્યો કે, તારા વગર ઉંઘ નથી આવતી મેરી જાન દરવાજો ખોલ મને તારી યાદ આવે છે. આટલું કહીને જંપ્યો નહી પણ મહિલાની છેડતી કરવાનું શરુ કર્યું. જો, કે ત્યારે મહિલાએ વિરોધ કરતા આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે એ ભાગીને ક્યાંય જઈ શક્યો નહોતો, કારણ કે કહેવાય છે ને કે કાનુન કે હાથ લંબે હોતે હૈ….

પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી

image source

ત્યારબાદ આ સમગ્ર ઘટનાની વાત મહિલાએ પોલીસમાં કરી અને ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. જો કે વગદાર આરોપીના કારણે મહિલાને જાનનું જોખમ છે. ત્યારે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ છે. સૂફીયાની વાતો વચ્ચે મહિલા અત્યાચારના બનાવ દરરોજ સવાર પડેને સામે આવતા હોય છે અને તે અટકવાનું નામ નથી લાઇ રહ્યા. એ જ અરસામાં અમદાવાદનો આ એક બનાવ જોડાતાં લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત