પિરીયડ્સ સાથે જોડાયેલી આ માન્યતાઓ વિશે જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

અહીંયા માસિકધર્મમાં પડતા લોહીથી મોઢું ધોવે છે છોકરીઓ, જાણો આ સાથે જોડાયેલી બીજી કેટલીક માન્યતાઓ.

image source

માસિકધર્મ એ કોઈપણ સ્ત્રીના જીવન ચક્રનો એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે જે એક ચોક્કસ સમય પછી પુનરાવર્તિત થતી રહેતી પ્રક્રિયા હોય છે. દુનિયાની દરેક મહિલાને માસિકધર્મની આ પીડામાંથી દર મહિને પસાર થવું જ પડે છે. અને આ પ્રક્રિયા થકી જ માનવજીવનનું અસ્તિત્વ છે.

વંશવેલો વધારવાના સપનાઓ આ પ્રક્રિયા થકી જ પુરા થાય છે એ વાતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. એટલે જ માસિકધર્મનો સ્ત્રીના જીવનનું એક અગત્યનું પાસું ગણવામાં આવે છે. જોકે સ્ત્રીના જીવનના આટલા અગત્યના ભાગ વિશે વર્ષોથી કોઈ જાહેરમાં ચર્ચા નથી કરતું. હંમેશા સ્ત્રીઓને આ માસિકધર્મના કારણે જાણે શરમમાં મુકાવું પડે એવી પરિસ્થિતિ આપણો સમાજ ઉભો કરતો રહે છે.

image source

માસિક ધર્મથી સ્ત્રીઓને અશુદ્ધ સમજવામા આવે છે.અને આ પરિસ્થિતિ આજે પણ એવી નર એવી જ છે. આધુનિક યુગમાં જીવતો આજનો આ મોર્ડન માનવી પણ સ્ત્રીઓના આ માસિક ધર્મ વિશે ખુલીને વાત કરતા ખચકાય છે. એટલું જ નહીં પણ આ માસિક ધર્મ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓને પ્રોત્સાહન આપી રહ્યો છે. આજે અમે તમને જણાવીશું કે દુનિયાના જુદા જુદા દેશોમાં આ માસિકધર્મ અંગે કેવી કેવી માન્યતાઓ વ્યાપેલી છે. તો ચાલો જાણીએ આ માન્યતાઓ વિશે.

ભારત.

image source

ભારતમાં જો કોઈ સ્ત્રીનો માસિકધર્મનો સમય ચાલતો હોય તો એ સ્ત્રીને રસોડામાં પ્રવેશ નથી કરવા દેવામાં આવતો, એ સ્ત્રી જમવાનું નથી બનાવી શકતી, વડીલોને અડકી પણ નથી શકતી, મંદિર પણ નથી જઈ શકતી અને પૂજા પાઠ કરવાની પણ મનાઈ હોય છે.

ફિલિપિન્સ.

image source

આ દેશમાં જ્યારે કોઈપણ છોકરીને પહેલીવાર માસિકધર્મ શરૂ થાય ત્યારે એ છોકરી માસિકધર્મ દરમિયાન પડતા લોહીથી પોતાનો ચહેરો ધોવે છે. ત્યાંના લોકો એવી માન્યતા ધરાવે છે કે આવું કરવાથી ચહેરો સાફ થઈ જાય છે.

સાઉથ આફ્રિકા.

image source

સાઉથ આફ્રિકામાં જ્યારે કોઈ છોકરીને પહેલીવાર માસિકધર્મની શરૂઆત થાય તો એ છોકરીને સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ચાદરથી પોતાનું માથું ઢાંકેલું રાખવું પડે છે.

અફઘાનિસ્તાન.

image source

અફઘાનિસ્તાનમાં કોઈપણ સ્ત્રી જ્યારે માસિકધર્મમાં હોય ત્યાંરે એ નાહી નથી શકતી. ત્યાંના લોકોનું એવું માનવું છે કે જો સ્ત્રી માસિકધર્મમાં હોય અને તે ન્હાય તો એને ક્યારેય બાળકો નથી થતા. તે આખી જિંદગી સંતાન વિહોણી જ રહે છે.

નેપાળ.

image source

નેપાળમાં જ્યારે કોઈપણ સ્ત્રી પીરિયડ્સમાં હોય તો એ મંદિર નથી જઈ શકતી. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓને અશુદ્ધ માનવામાં આવે છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત