પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ક્યારેય ન કરવું જોઈએ આ વસ્તુનું સેવન, શરીરમાં થાય છે ગંભીર અસર

કેટલીક મહિલાઓ પીરિયડ્સ દરમિયાન અસહ્ય પીડાથી પીડાય છે. સ્ત્રીઓ આવા દિવસોમાં થાક, સુસ્તી અને ચીડિયાપણું અનુભવે છે. જેમાં મોળ ચડવી, ઉલ્ટી થવી કે ગેસ અને ચક્કર આવવા જેવી ફરિયાદો પણ રહેતી હોય છે. આવા સમયે સંતુલિત આહાર લેવાય તે ખૂબ જ જરૂરી રહે છે. આમેય આપણાં ભારત દેશમાં સ્ત્રીઓને પોષણની બાબતમાં કાળજી રાખવાની ખૂબ જ જરૂર હોય છે, તેમનામાં આયર્ન અને અન્ય જરૂરી પોષકતત્વોની ઊણપ રહેતી હોય છે. આજે અમે તમને પીરિયડ પેઇનથી તુરંત મુક્તિ મેળવવા માટે કેટલીક ટીપ્સ વિશે જણાવી રહ્યા છીએ.

image source

સૌ પ્રથમ, તમે તમારી પિરિયડની તારીખ આવતા પહેલા દૂધ સાથે ખજૂર લેવાનું શરૂ કરો. જો તમને દૂધ સાથે ખજૂર ખાવાનું પસંદ નથી, તો તમે તેને પાણીમાં ઉકાળીને પણ ખાઈ શકો છો.

image source

લીંબુના બે ત્રણ ટીપા પાણીમાં નાંખીને પીવો. તેનાથી ઘણો આરામ મળશે.

image source

પેટ અને કમરના નીચેના ભાગે ગરમ પાણીની થેલી રાખો અને ગરમ પાણીથી નહાવાથી આ સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે.

image source

કહેવાય છે કે ચોકલેટ્સમાં એક એવું ખાસ પ્રકારનું તત્વ છે કે જે મૂડને વધારે છે. પિરિયડ્સ દરમિયાન સ્ત્રીઓને કંટાળો આવવો, મૂંઝારો થવો અને ચક્કર આવવા જેવી તકલીફ થતી હોય છે. આવા સમયે ડાર્ક ચોકલેટ કે પછી મિલ્ક ચોકલેટ અથવા તો કેરેમલ ચોકલેટ ખાવાથી મોંનો સ્વાદ તો જરૂર મીઠો થાય છે પરંતુ તે મૂડને સુધારવામાં પણ મદદરૂપ થાય છે.

image source

આદુ, જાસ્મિન (ચમેલી) અને કેમોમાઈલ જેવી ચા પીવાથી પણ દુખાવામાં રાહત મળે છે અને શરીરના ભેજને જાળવીને લોહીની ખોટ સામે લડવામાં મદદ મળે છે. વોટર રિંટેશન એટલે કે જલ પ્રતિધારણ સમસ્યાથી પરેશાન મહિલાને ડેંડિલિયોન (પીળા કલરના ફૂલનો છોડ) ની બનાવેલી ચા ઘણી આરામ દાયક સાબિત થાય છે.

પીરિયડ્સમાં દુખાવો ઓછો કરવા માટે, વિટામિન બી, ઇ, સી અને ફોલેટ જેવા ઘણાં પૂરક ખોરાક લેવાથી પણ ફાયદો થશે.

image source

ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી જેવા ફાઇબરયુક્ત આહાર લો, જેમાં વિટામિન્સ અને એન્ટીઓકિસડન્ટોથી ભરપુર હોય છે. એલોવેરાનો રસ અને પપૈયા માસિક ખેંચાણને દૂર કરવામાં પણ ખૂબ મદદગાર છે.

image source

તમારા આહારમાં આયર્નની સાથે વિટામિન સીનો સમાવેશ પણ કરવો જોઈએ. તેથી નારંગી, લીંબુ, કીવી, દ્રાક્ષ અને ટામેટાં વગેરે તમારા દરરોજના ભોજનમાં કે નાસ્તામાં જરૂર લેવું જોઈએ. તાજાં ફળોનો રસ પણ બ્રેકફાસ્ટમાં લેવો જોઈએ. જે મૂડ સુધારવામાં અને તાજગી મેળવવામાં પણ મદદરૂપ થશે.

આ સમય દરમિયાન દૂધથી બનેલ વસ્તુઓ, માંસ અને કઠોળનું સેવન કરવાનું ટાળો, કારણ કે આ વસ્તુઓ પેટમાં ગેસ ઉત્પન્ન કરીને પીડાને વધારી શકે છે. કોફીનું સેવન પણ ન કરો, કારણ કે તે રક્ત વાહિનીઓને સંકુચિત કરીને બેચેની, ખેંચાણ અને પીડામાં વધારો કરી શકે છે. પીરિયડ્સ દરમિયાન ઠંડા પીણાંને બદલે ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરને હૂફ પણ મળશે અને ગેસ કે કબજિયાત હશે તો તે પણ દૂર થશે. જેથી પેટના દુખાવામાં રાહત મળશે.

હળવી કસરત, યોગા અને સ્ટ્રેચિંગ તણાવના કારણે થતી પીડાને દૂર કરવામાં મદદગાર છે.

image source

પીરિયડ પીડામાં આદુનું સેવન કરવાથી પણ તાત્કાલિક રાહત મળે છે. આદુનો ટુકડો એક કપ પાણીમાં બરાબર ઉકાળો અને તેમાં ગોળ મિક્સ કરીને તેનું સેવન કરો.

પીરિયડ્સમાં મોટાભાગની સ્ત્રીઓને ગેસ્ટિકની સમસ્યા હોય છે, જેનાથી પેટમાં દુખાવો થાય છે. પેટની ગેસની સમસ્યાને દૂર કરવા તમારા માટે અજમો વધુ સારો છે. પીરિયડ્સમાં ગેસની તકલીફ દૂર કરવા માટે 1 ગ્લાસ પાણી લો. તેને એક કડાઈમાં ગરમ કરો. હવે તેમાં અડધી ચમચી અજમો ઉમેરો. હવે તેમાં અડધી ચમચી બ્લેક સોલ્ટ નાખો. સારી રીતે ઉકાળ્યા પછી, આ પાણીને ગાળવું અને પીવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત