ઘાના નિશાનને દૂર કરવામાં મદદ કરે છે આ સરળ અને ઘરેલૂ ઉપાયો, કરી લો ટ્રાય

અનેક વાર એવું બને છે કે આપણને વાગે છે ત્યાર પછી આપણે ઘા રૂઝાઈ ગયા બાદ તેની પૂરતી કેર કરતા નથી. જેના કારણે ઘા ભરાઈ જાય છે પણ તેના ડાઘ કાયમ માટે રહી જતા હોય છે. અનેક લોકોને એવું લાગે છે કે આ ઘાના નિશાન તો સમય સાથે જતા રહેશે. પણ એવું થતું નથી. આ નિશાન રહી જાય છે. જો આ નિશાન તમારા ફેસ પર કે હાથ પર હોય છે તો તમને નુકસાન થઈ શકે છે. તો હવે તમે પરેશાન થાઓ તે જરૂરી નથી. કેટલાક નાના અને ઘરેલૂ ઉપાયોની મદદથી તમે આ નિશાનને દૂર કરી શકો છો.

image source

જો તમે જૂના ઘાના નિશાનથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલાં તમારે એ સમજવાનું રહે છે કે આ નિશાન કેવા છે અને તેને કેવી રીતે ગાયબ કરી શકાય છે. અહીં અમે આપને કેટલાક ખાસ અને ઘરેલૂ ઉપાયો જણાવીશું જેનાથી તમે સરળતાથી નિશાનને હટાવી શકો છો અને સાથે જ તમારી પર્સનાલિટીને પણ ખરાબ નિશાનથી બચાવી શકો છો. આ નિશાનને તમે દૂર કરી શકો છો માટે થોડી રાહત રાખો.

એલોવેરા જેલ

image source

એક એલોવેરા પત્તીને લો અને તેને વચ્ચેથી કાપીને અંદરથી જેલ કાઢો. તેમાંથી થોડી થોડી જેલ બહાર કાઢો. હવે આ જેલને ઘાના નિશાન પર લગાવો. આ જેલને અડધો કલાક લગાવીને રાખો અને પછી સાફ પાણીથી ફેસ સાફ કરી લો. આમ કરવાથી પ્રક્રિયાને 2 દિવસમાં રોજ એક વાર કરતા રહો.

વિટામિન ઈ

image source

વિટામિન ઈ કેપ્સ્યૂલને ખોલો અને સાથે તેને સીધી ઘાના નિશાન પર લગાવો. તેના માટે તમારે નિશાનને એકથી વધારે કેપ્સ્યૂલની મદદ લેવી પડી શકે છે. હવે લગભગ 10 મિનિટના માટે ઘાના નિશાન પર અને આસપાસ માલિશ કરો. ઓઈલ લગાવ્યા બાદ 20 મિનિટ બાદ તેને ગરમ પાણીથી ધોઈ લો. દિવસમાં 3 વાર આ કામ કરો.

નારિયેળ તેલ

image source

નારિયેળ તેલનો એક મોટો ચમચો ભરો અને તેને ગરમ કરો. જેટલું તેલ નિશાન માટે જરૂરી હોય તેટલું લો અને 10 મિનિટ સુધી ઘા પર તેને લગાવીને રાખો. તેને લગાવ્યા બાદ તેની પર હળવા હાથે માલિશ કરો. હવે એક કલાક સુધી સ્કીનના ઓઈલને શોષી લો. આ પ્રક્રિયા રોજ દિવસમાં 2-4 વાર કરવાની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત