માતા પિયર ગઈ અને ભાઈ-પિતા પણ કામ પર જતાં રહ્યાં, રાત્રે 12 વાગ્યે પરત આવીને જોયું તો દીકરી પ્રેમી સાથે ઘરમાં…

પ્રેમમાં ઘણા એવા કિસ્સા સામે આવતા હોય કે જેમાં દીકરીના બાપ કંઈક ન કરવાનું કરી બેસતા હોય છે. કંઈક એવી જ ઘટના સામે આવતા ચારેકોર ફફડાટ મચી ગયો છે. આ ઘટના છે કાનપુરની. કાનપુર દેહાતના ખનપના ગામમાં પિતાએ દીકરીની તેના પ્રેમીના ઘરમાં ઘુસીને કુહાડી વડે હત્યા કરી હતી. પ્રેમીએ વચ્ચે પડી પ્રેમિકાને બચાવવાનો પ્રયાસ કરતા તેની પણ ધોલાઈ કરી, યુવકના ગળા પર પગ રાખીને દબાવવાના કારણે તેની સ્થિતિ લથડી હતી. જેથી પોલીસે તેને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. પોલીસે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કુહાડીને કબજે કરી આરોપી પિતાની ધરપકડ કરી હતી. હાલમાં આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામા આવ્યો છે.

કુહાડીના ઘા મારી દીકરીની કરી હત્યા

જ્યાં આ ઘટના ઘટી એ સ્થળે પહોંચેલા એસપી કેશવ કુમાર ચૌધરી તથા એએસપીએ ઘટનાની તપાસ કરી હતી. ગજનેરના ખનપના ગમમાં શિવનાથની દીકરી બિટાન (19)નું પાડોશી રામ ખિલવાનના દીકરા અવધેશ સાથે અફેર હતું. તેનું મકાન સામે જ હતું. બિટાનની માતા સીમા દેવી 13 સપ્ટેમ્બરે પિયર ગઈ હતી. ઘરમાં બિટાન ઉપરાંત તેની 2 નાની બહેન તથા નાનો ભાઈ હતો.

રાતે 12 વાગે તે પરત ફર્યા તો બિટાન ઘરમાં નહોતી

પિતા અને મોટો દીકરો મજૂરી કરવા ગયા હતાં. મંગળવાર રાતે 12 વાગે તે પરત ફર્યા તો બિટાન ઘરમાં નહોતી. રાતે તેની શોધખોળ કરી. બુધવાર સવારે પિતાએ તેને પાડોશમાં રહેતા પ્રેમી સાથે જોઈ લીધો. જેના કારણે રોષે ભરાયેલો શિવનાથ કુહાડી લઈ અવધેશના ઘરમાં ઘુસી ગયો હતો. તેણે કુહાડી વડે એક પછી એક પ્રહાર કરી દીકરીની હત્યા કરી હતી.

image source

ગળા પર પગ મુકી તેને અધમરી હાલતમાં છોડી દીધો

બન્યું એવું કે પ્રેમિકાને બચાવવા માટે આ દરમિયાન અવધેશે વચ્ચે પડી કુહાડી પકડવાં જતા આરોપીએ તેની ધોલાઈ કરી હતી. તેને નીચે પાડી ગળા પર પગ મુકી તેને અધમરી હાલતમાં છોડી દીધો. સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

image source

ગામવાસીઓ પાસેથી ઘટના અંગે માહિતી મેળવી

એસપી કેશવ કુમાર ચૌધરી, એએસપી અનૂપ કુમાર ફોરેન્સિક ટીમની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ ગામવાસીઓ પાસેથી ઘટના અંગે માહિતી મેળવી. એસઆઈ અમર સિંહે જણાવ્યું કે, રામ ખિલાવનની ફરિયાદ પર મૃતકાના પિતા શિવનાથ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. આ સાથે હત્યા માટે વપરાયેલી કુહાડી કબજે કરી હતી. હવે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જે પણ ગુનેગારને સજા મળતી હશે એ ફટકારવામાં આવશે. ત્યારે ગામલોકોમાં ફફટાડ મચી જવા પામ્યો હતો અને લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ઘણા લોકોનું કહેવું એવું હતું કે આવો પિતા ન હોય, તો ઘણા લોકોનું કહેવું એમ પણ છે કે દીકરીએ સમજવી જવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત