શું તમે જાણો દુનિયાના ખતરનાક આ ઝેર વિશે?

વિશ્વના ખતરનાક અને જીવલેણ ઝેર પૈકી એક એવા સાઇનાઇડનું નામ તો તમે સાંભળ્યું જ હશે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સાઇનાઇડ સૌથી કાતિલ ઝેર છે જો કે તેના જેવું જ એક અન્ય ખતરનાક ઝેર પણ છે જેને પોલોનિયમ 210 ના નામથી ઓળખવામાં આવે છે.

image source

જો કે તેના વિષે ઘણા ખરા લોકોને ખબર જ નથી. એવું મનાય છે કે આ ઝેરની ફક્ત એક ગ્રામની માત્રા હજારો લોકોનો જીવ લેવા માટે પૂરતી છે. આ કારણે જ કદાચ પોલોનિયમ 210 ને દુનિયાનું સૌથી કાતિલ ઝેર કહેવામાં આવે તો પણ કઈં ખોટું નથી. તો શું છે આ પોલોનિયમ 210 આવો જરા વિસ્તારથી જાણીએ.

અસલમાં પોલોનિયમ 210 એક રેડિયોએક્ટિવ તત્વ છે જેમાંથી નીકળતા રેડિએશન માણસના શરીરના આંતરિક ભાગોની સાથે ડીએનએ અને ઇમ્યુન સિસ્ટમને પણ પળવારમાં જ નિષ્ક્રિય કરી શકે છે. જો કોઈ માણસ તેના કારણે મૃત્યુ પામે તો તેના શરીરમાં રેડિએશન શોધવું પણ ઘણું જ મુશ્કેલ કામ છે. અને ભારતમાં તો આ ઝેરની તપાસ કરવાની કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી.

image source

પોલોનિયમ 210 ની શોધ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી મેરી ક્યૂરીએ વર્ષ 1898 માં કરી હતી. તેઓને રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રમાં રેડિયમના શુદ્ધિકરણ એટલે કે આઇસોલેશન ઓફ પ્યોર રેડિયમ માટે રસાયણ શાસ્ત્રનો નોબલ પુરસ્કાર પણ મળ્યો હતો. એ ઉપરાંત તેઓને રેડિયો એક્ટિવિટીની શોધ કરવા માટે ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યો હતો. પહેલા પોલોનિયમનું નામ રેડિયમ જ રાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં બદલાવીને પોલોનિયમ 210 રાખવામાં આવ્યું.

image source

વૈજ્ઞાનિકોના મત મુજબ પોલોનિયમ 210 એટલું કાતિલ ઝેર છે કે જો માણસના શરીરમાં તે નમક ના કણ જેટલું પણ પ્રવેશી જાય તો પળવારમાં જ તેનું મૃત્યુ થઇ શકે છે. વળી, તેને ઓળખવું પણ અતિ મુશ્કેલ છે જો ખાવાની ચીજ વસ્તુમાં આ ઝેરને ભેળવી દેવામાં આવે તો ખાવાના સ્વાદમાં પણ કોઈ ફેર નથી પડતો.

કહેવાય છે કે આ પોલોનિયમ 210 નો પ્રથમ શિકાર તેના શોધક મેરી ક્યૂરીની પુત્ર ઈરીન જ્યુલિયટ ક્યુરી બની હતી. તેણે આ ઝેરનો એક નાનકડો કણ ખાઈ લીધો હતો અને તેનું તરત જ મૃત્યુ થઇ ગયું હતું. એ સિવાય પેલેસ્ટાઇનના નેતા યાસિર અરાફાતનું મૃત્યુ પણ આ જ ઝેરના કારણે થયું હોવાનું મનાય છે જેની તપાસ અર્થે મૃત્યુ પામ્યાના અમુક વર્ષો બાદ તેના દફનાવાયેલા શરીરને બહાર કાઢી તપાસ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના દાવા મુજબ તેમાં પોલોનિયમ 210 ના અવશેષો મળી આવ્યા હતા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત