પોમેરિયાન થી લઈને લેબરાડોર, ડોબરમેનથી ચાઉ ચાઉ…જર્મન શેફર્ડથી પગ અને અવનવા 200થી વધુ ડોગ અહીં રોજ મસ્તી કરે છે

આપણી જેમે પ્રાણીઓ પણ હરવા ફરવાના શોખીન હોય છે.. અને માટે જ તેમના માટે એક ખાસ જગ્યા વિકસાવવામા આવી છે.. કે જ્યાં તે તેમના જેવા જ બીજા ડૉગ્સ એટલે કે તેમના મિત્રોને મળી શકે આ ખાસ પ્રકારનો પાર્ક રાજકોટમાં આવેલો છે.. જી હાં રંગીલા રાજકોટમાં આવેલા રેસકોર્સમાં ડૉગ પાર્ક ખુલ્લો મૂકાયો છે.. એકમાત્ર ડૉગ માટેનો પાર્ક હોય તેવી ખૂબ ઓછી જગ્યાઓ હોય છે.. અને તે પૈકીની આ એક જગ્યા ડૉગની આશરે 200 થી વધુ બ્રીડ માટે પ્રચલિત બની રહી છે.

રાજકોટના રેસકોર્સમાં ખાસ પાર્ક ડોગ માટે ખૂલ્લો મૂકાયો

ખાસ પાળતું કૂતરા માટે અનોખો પાર્ક ખૂલ્યો

રાજકોટમાં પેટ લવર્સ દ્વારા ડોગ ક્લબ પણ ચાલવાઈ છે જેના સભ્યો અહીં આવે

image soucre

લોકો માટે તો અવનવા પાર્ક દેશ અને દુનિયામાં બન્યા છે પરંતુ રાજકોટમાં એકમાત્ર ડોગ માટેનું પાર્ક શરૂ થયું છે. રાજકોટના રેસકોર્સમાં આમ તો અનેક બગીચા અને પાર્ક લોકો માટે ખુલ્લા મુકાયા છે. પરંતુ ખાસ પાળતું કૂતરા માટે અનોખો પાર્ક ખુલ્યો છે જયાં શહેરીજનો પોતાના પાળતું કૂતરાને ફરવા માટે લાઇને આવે છે. અહીં પોમેરિયાન થી લઈને લેબરાડોર, ડોબરમેનથી ચાઉ ચાઉ…જર્મન શેફર્ડથી પગ અને અવનવા 200થી વધુ ડોગ અહીં રોજ મસ્તી કરવા અને ફરવા માટે આવે છે. રાજકોટમાં પેટ લવર્સ દ્વારા ડોગ ક્લબ પણ ચાલવાઈ છે જેના સભ્યો અહીં આવે છે.

image source

લોકડાઉનમાં બધા જ ઘરમાં પુરાયા હતા અને પરિવારમાં રહેલા પાળતું ડોગ સૌનો સધિયારો બન્યા હતા. લોકડાઉનમાં નાના ફ્લેટ કે નાના મકાન હોવાથી પાળતું ડોગને ફરવા લઈ જવા માટે સ્થળ શોધવું મોટી સમસ્યા રહેતી. જોકે હવે કોર્પોરેશન દ્વારા બંધ પડેલા એનર્જી પાર્કના બગીચાને ખાસ પાળતું ડોગ માટે ફાળવી દેતા પેટ લવર્સ અને ડોગ સોસાયટીના સભ્યો પણ ખુશ છે.

image soucre

ડોગ માટે પાર્ક હોવાથી શહેરભરના લોકો અહીં પોતાના ડોગને લઈને આવે છે ડોગ અહીં ખૂબ જ ધીંગા મસ્તી કરે છે. જેમ લોકો પણ પાર્કમાં મિત્રોને મળે છે તેમ અહીં અલગ અલગ બ્રીડના ડોગ પણ એક બીજાને મળીને ખૂબ જ ધીંગા મસ્તી અને રમત કરે છે જે નાના બાળકોને ખૂબ જ ગમે છે. પરિવારના જ સભ્ય બનેલા ડોગ માટે આ પાર્ક અનેરૂં હોટ સ્પોટ બન્યું છે. મોટા શહેરોમાં ઘરે કૂતરા રાખવાનો ક્રેઝ હવે રાજકોટમાં પણ વધ્યો છે અહીં લેબ્રેડોર અને પોમેરિયાન જ નહીં ચાઉ ચાઉ જેવા રેર ડોગ બ્રીડ લોકો રાખે છે તો સાઈબેરિયાન ડોગ અને ટોય ડોગ રાખવાનો ક્રેઝ પણ જોવા મળે છે.