મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સીની લાશ જોઈ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ, 15 દિવસ પહેલાં જ થઈ‘તી સગાઈ

લવ અને મર્ડરના અનેક કિસ્સા સામે આવે છે અને રોજ આવે છે. ત્યારે હાલમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે અને જેની ખુબ જ ચર્ચા કરવામાં આવી રહી છે. કારણ કે આ કિસ્સામાં સામાન્ય વસ્તુ કરતાં કઈક અલગ ઘટના ઘટી છે.

તો આવો વિગતે જાણીએ કે આખરે આ શા માટે લોકો માટે કલંકરૂપ ગણી શકાય એવો કેસ છે. આ વાત છે સુરતની અને ત્યાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગાઈ કરેલાં મૂકબધિર યુવક અને યુવતીની લાશ બાથરૂમમાંથી મળતાં ચકચાર મચી જવા પામી છે.

image source

આ કેસમાં સૌથી મોટી વાત એ છે કે હજુ તો 15 દિવસ પહેલાં જ યુવક અને યુવતીની સગાઈ થઈ હતી. અને છેલ્લા પાંચ દિવસથી યુવતી સાસરે રહેવા આવી હતી. બંને આશાસ્પદ કપલનું મોત થઈ જતાં પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો હતો. હાલમાં આ રીતે અચાનક જ યુવક અને યુવતીના મોત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

જો કેસ વિશે મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો સુરત શહેરના નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી.

image source

કહેવામાં આવી રહ્યું છે કે સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતા. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ ખુશ હતી. પણ એ બન્નેને ક્યા ખબર હતી કે તે હવે આ ફાની દુનિયાને અલવિદા કહીને હંમેશા માટે જતા રહેવાના છે.

મંગળવારની સાંજે બનેલી ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે. એ રીતે આ ઘટનાને લઈ હાલમાં અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. આ કેસ વિશે વધારે વિગતે વાત કરીએ તો મૂળ ધરમપુર વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર (ઉં.વ.21) પરિવાર સાથે રહેતી હતી.

આ કેસમાં એ પણ એક મહત્વની વાત છે કે આ દીકરી પરિવારની એકની એક દીકરી, એ પણ મૂક-બધિર એક ભાઈ અને તેના પિતા દરજી કામ કરતા હતા. જો યુવતીના કામ વિશે વાત કરીએ તો ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરે છે. સુરતના નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી.

image source

5 દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેતી હતી. આ સાથે જ એપ્રિલમાં લગ્ન પણ લેવાની વાત થઈ રહી હતી. જો યુવક વિશે વાત કરીએ તો નાનપુરા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં અર્પિત નરેશભાઈ પટેલ કે જેની ઉંમર 24 વર્ષ છે અને તે પરિવાર સાથે રહેતો હતો. એક બહેન છે નોર્મલ છે અને પિતા આયુર્વેદિકનું દવાખાનું ચલાવે છે.

જે યુવકનું મૃત્યુ થયું એના વિશે વાત કરીએ તો મૂક-બધિર અર્પિત મોલમાં નોકરી કરતો હતો. 31 જાન્યુઆરીના રોજ અર્પિતની ધ્રુતિકુમારી સાથે સગાઈ થઈ હતી. આ દરમિયાન છેલ્લા પાંચ દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેવા આવી હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતાં હતાં.

પણ એમાં બન્યું એવું કે ગત રોજ સાંજ અર્પિતની બહેન ઘરે આવ્યા બાદ ભાઈ અને ભાભી ન દેખાતાં શોધખોળ કરી તો બાથરૂમમાંથી મૃત મળી આવ્યા હતા, જેથી 108 બાદ પોલીસને જાણ કરી હતા. બાથરૂમમાં ગીઝર-ગેસનું લીકેજ થવાથી ગૂંગળામણથી મોત થયું હોવાનું પણ હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

image source

જો મોત સમયની વાત કરવામાં આવે તો પરિવાર જણાવે છે કે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર નળ ચાલુ હતો અને તેમાંથી પાણી વહી જાતું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગેસ ગીઝરને કારણે ગેસ લીકેજ થયો હોવો જોઈએ. અને તે ગેસને કારણે જ બંનેનાં ગુંગળામળથી મોત થયા હોવા જોઈએ.

જો કે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પણ હાલમાં આ ઘટના વિશે ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે અને જો કોઈ મોત મામલે ગુનેગાર નીકળશે તો ખરેખર આ ઘટના માણસો માટે એક કલંક સમાન હશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!