પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, 10 ઓગસ્ટથી લઈ રહ્યા હતા સારવાર

પશ્ચિમ બંગાળમાં 11 ડિસેમ્બર 1932ના રોજ જન્મેલા પ્રણવ મુખર્જી ભારતના તેરમા રાષ્ટ્રપતિ હતા તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા આજે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના નિધનના સમાચારથી શોકની લાગણી કોંગ્રેસ સહિત દરેક પક્ષ માં છવાઈ ગઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિના નિધન ના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજકીય પક્ષના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.

image source

84 વર્ષીય પ્રણવ મુખર્જીએ વર્ષ 2012થી 2017 સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માંથી એક હતા. તેમની તબિયત થોડા સમયથી નાદુરસ્ત રહેતી હતી. ગત 10 ઓગસ્ટના રોજ તેમને હોસ્પિટલમાં બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના દીકરાએ ટવીટર પર આપ્યા સમાચાર.

તે પહેલા તેમના ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ હોવાનું પણ સામે આવ્યું. 10 ઓગસ્ટે ખુદ પ્રણવ મુખરજીએ ટ્વિટ કરી અને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવાની પ્રક્રિયા દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ તેમણે લખ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તે પણ આઇસોલેટ રહે અને કોઇ જ નો ટેસ્ટ કરાવી લે. સમાચાર જાણતા જ અમિત શાહે પણ ટવીટર પર જાહેર કર્યું પોતાનું દુઃખ.

તેમની તબિયત સર્જરી બાદ થી સતત ના દૂર રહી હતી બ્રેઇન સર્જરી કર્યા પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં થોડા દિવસ સુધારો જોવા મળ્યો પરંતુ છેલ્લા કેટલાક કલાકો માં તેમની તબિયત વધારે લથડી ગઇ અને તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પૂર્વ રાષ્ટ્રપતિની 17 દિવસની સારવાર બાદ તેઓ કોમામાં સરી પડ્યા હતા આ અંગે હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન પ્રણવ મુખર્જી દેશના નાણાપ્રધાન, વિદેશ મંત્રી, રક્ષા મંત્રી સહિતના મહત્ત્વના પદો પર પોતાની સેવા આપી ચૂકયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને વર્ષ 2008માં એનાયત થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત