રથયાત્રા@તસવીરોમાં: મહંત દિલીપદાસજીએ પ્રસાદ તરીકે માસ્ક આપ્યા, કોરોના કાળમાં તમે પણ ઘરે બેઠા કરી લો દર્શન

કોરોના મહામારી વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા આજે સંપન્ન થઈ છે. નોંધનિય છે કે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા ફક્ત મંદિર પરિસર પુરતી જ સિમિત રખાય હતી. જો કે આ વખતે કડક નિયમો સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, અમદાવાદમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી હતી.

image source

તમને જણાવી દઈએ કે, આજે વહેલી સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. તો બીજી તરફ સીએમ વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદવિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, 144 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા.

image source

નોંધિનય છે કે, એક સમયે રથની આસપાસ લાખો લોકોની જન મેદની રહેતી હતી, જ્યારે આ વર્ષે કોરોના મહામારીના કારમે માત્ર પરંપરાગત રૂટ પરના લોકોએ માત્ર ઘરમાં જ બેસી બારી તેમજ ધાબા પરથી ભગવાન જગન્નાથનાં દર્શન કર્યાં. સમગ્ર રૂટ પર કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો.

image source

આ રથયાત્રા દરમિયાન સૌથી આગળ પોલીસનાં વાહનો બાદમાં રથની આગળ એક વાહન મંદિરનું અને પછી ત્રણ રથ પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે રથની પાછળ પણ પોલીસ હાજર હતી. દર વર્ષે રાયપુર ચાર રસ્તા જ્યાંરે રથયાત્રા પહોંચે એ પહેલાં માનવ મહેરામણ ઊમટતુ હતુ, પરંતુ આ વર્ષે કોરોનાને લઈને પ્રતિબંધો હોવાથી રસ્તા પર માત્ર પોલીસ જવાનો બંદોબસ્તમાં જોવા મળી રહ્યા હતા.

image source

નોંધનિય છે કે દર વર્ષે રથયાત્રાને 12થી 14 કલાક જેટલો સમય લાગે છે પરંતુ આ વખતે રથયાત્રા માત્ર 4 કલાકની અંદર જ સંપન્ન થઈ ગઈ છે. ત્રણેય રથ 22 કિમીનું અંતર કાપીને 4 કલાકની અંદર નિજમંદિરે પહોંચી ગયા હતા. તો બીજી તરફ સરસપુરમાં લોકોએ ધાબા પર અને પોળના નાકેથી ભગવાનનાં દર્શન કર્યાં હતાં. નોંધિનય છે કે, રથયાત્રાના દિવસે કર્ફ્યૂ હોવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં નિયંત્રણો મુકવામાં આવ્યા હતા. જેના કારણે કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓ માટે પોલીસે માનવીય અભિગમ અપનાવ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો પ્રતિબંધોને કારણે ઘણા પ્રવાસીઓ ફસાયા હતા જેને કારણે ત્યા હાજર પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થળે લઈ જવામાં મદદ કરી, જેને કારણે ફસાયેલા મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!