રાંધણ ગેસના બાટલાના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો, નવો ભાવ જાણીને ફાટી જશે આંખો

રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. તમામ ગેસ વિતરણ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભાવવધારો તત્કાળ પ્રભાવથી લાગુ કરાયો છે. આજે ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો કરાયો છે. ગેસ સિલિંડરની કિંમતમાં ચાલુ મહિનામાં બીજી વખત વધારવામાં આવી છે.મોંઘવારીએ માઝા મૂકી છે. ઘરનો ચૂલો હવે વધુને વધુ મોંઘો થઈ રહ્યો છે. ધીરે ધીરે રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે આજથી ફરીથી ગેસના ભાવમાં વધારો થયો છે. સામાન્ય માણસનું જીવવું અઘરૂ થઈ રહ્યુ છે એક પછી એક જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

આ છે માર્ચ મહિનાના ગેસ સિલિન્ડરના નવા ભાવ

image source

આજે માર્ચની શરૂઆતમાં ફરી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે. હવે આજથી ઘરેલૂ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 823.00 રૂપિયાનો રહેશે.

ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો

image source

દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો થતા હવે 798 રૂપિયાની જગ્યાએ 823 રૂપિયામાં મળશે. સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો નોંધાયો છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1530 રૂપિયાની જગ્યાએ હવે 1625 રૂપિયામાં મળશે. આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાગૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ 225 રૂપિયાનો વધોરો થયો છે.

ફેબ્રુઆરીમાં પણ વધ્યા હતા સિલિન્ડરના ભાવ

image source

ફેબ્રુઆરી મહિનામાં ત્રણ વખત ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. આ 3 વારના વધાામાં 25 રૂપિયા, 50 રૂપિયા અને ફરી એકવાર મહિનાના અંતમાં 25 રૂપિયાનો ભાવ વધારો કરાયો હતો. ફેબ્રુઆરીમાં 14.2 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવ 100 રૂપિયા વધ્યા હતા.

image soucre

મોંઘવારીનો વધુ એક માર

  • દેશમાં ફરી LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
  • ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો
  • ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ.798ની જગ્યાએ રૂ. 823માં મળશે
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો
  • કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે રૂ. 1530ની જગ્યાએ રૂ. 1625માં મળશે
  • ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આજથી લાગૂ
  • ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 225 રૂપિયાનો વધારો
  • ફેબ્રુઆરીમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વાર થયો વધારો
  • 4 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો નોંધાયો હતો
  • 15 ફેબ્રુઆરીએ ફરી ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો
  • 25 ફેબ્રુઆરીએ ત્રીજી વાર 25 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો
  • ડિસેમ્બરમાં પણ બે વાર વધ્યા ભાવ
  • ડિસેમ્બરમાં બે વાર 50-50 રૂપિયાનો વધારો નોંધાયો હતો

દર મહિને ભાવમાં થતી હોય છે સમીક્ષા

image soucre

અત્રે જણાવવાનું કે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ બદલતી રહે છે. આવામાં ભાવવધારો આવશે તેવી આશંકા પહેલેથી સેવાઈ રહી હતી. ક્રુડ ઓઈલ હાલ 32 ડોલર પ્રતિ બેરલની નજીક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!