શિલ્પા તથા રાજે 2014થી લઈ અત્યાર સુધી સ્પા તથા જિમની ફ્રેન્ચાઇઝી વહેંચવાના નામે અનેકવાર ફ્રોડ કર્યો હોવાનો ફરિયાદીનો આરોપ

થોડા સમય પહેલા પોર્ન ફિલ્મો બનાવવાના કારણે ચર્ચામાં આવેલા રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઘટવાનુ નામ નથી લઇ રહી, ફરી એકવાર કુંદ્રા કાયદાના સકંજામાં ફસાઇ રહ્યા છે.. અને આ વખતે તો તેમની સાથે તેમની પત્ની અને બોલિવૂડની સ્ટાર શિલ્પા શેટ્ટીનુ નામ પણ ફરિયાદમાં સામેલ છે. કુંદ્રા દંપતી પર આરોપ છે કે તેમણે વર્ષોથી કરોડો રૂપિયાનુ ફ્રોડ કર્યું છે.

image soucre

શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ કુંદ્રા પર પોર્નોગ્રાફીનો કેસ ચાલી જ રહ્યો છે. હવે શિલ્પા તથા રાજ પર મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ કરવામાં આવ્યો છે. નિતિન બરાઈ નામના ફરિયાદીનો આરોપ છે કે શિલ્પા તથા રાજે 2014થી લઈ અત્યાર સુધી સ્પા તથા જિમની ફ્રેન્ચાઇઝી વહેંચવાના નામે અનેકવાર ફ્રોડ કર્યો છે. નિતિને આ કેસમાં કાશિફ ખાન, દર્શિત શાહ તથા કેટલાંક સાથીઓને આરોપી ગણાવ્યા છે. જોકે, એ વાતની માહિતી મળી નથી કે કાશિફ તથા દર્શિત કોણ છે અને શિલ્પા-રાજની કંપનીમાં આ બંનેની ભૂમિકા શું હતી? શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાનો પક્ષ જાણવા મુંબઈ પોલીસ ટૂંક સમયમાં તેમનો સંપર્ક કરશે

1.5 કરોડ રૂપિયાનું રોકાણ કરીને છેતરપિંડી કરી

image soucre

નિતિને કહ્યું હતું કે તેણે પૂનામાં કોરેગાંવમાં શિલ્પા તથા રાજની ફર્મ ‘મેસર્સ SFL પ્રાઇવેટ કંપની’ હેઠળ જિમ તથા સ્પાની ફ્રેન્ચાઇઝી શરૂ કરી હતી. આરોપીઓએ તેની પાસેથી 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને પછી તે પૈસા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. જ્યારે પૈસા પરત માગ્યા ત્યારે આરોપીઓએ તેને ધમકાવ્યો હતો.

ટૂંક સમયમાં પૂછપરછ થશે

નિતિનની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુંદ્ર સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ હેઠળ 406, 409, 420, 506, 34 અને 120 (B) હેઠળ કેસ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસ આ કેસમાં આરોપીઓની ટૂંક સમયમાં પૂછપરછ કરશે. રાજ કુંદ્રા તથા શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા માટે પોલીસ તેમનો સંપર્ક કરશે.

હાલમાં જ શિલ્પા-રાજે તાંત્રિક પૂજા કરાવી

image soucre

પતિ રાજને જામીન મળી ગયા બાદ શિલ્પા દિવાળી વેકેશન માટે હિમાચલ પ્રદેશ ગઈ હતી. અહીંયા શિલ્પાએ પતિ સાથે પહેલાં ચામુંડાદેવી મંદિર તથા જ્વાલામુખી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તે બગલામુખી મંદિર ગઈ હતી. શત્રુનાશિની માતા બગલામુખી મંદિર બનખંડીમાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. બંનેએ અહીંયા રાત્રે હોમ-હવન કરાવ્યો હતો. આ દરમિયાન શિલ્પા ભક્તિમાં લીન જોવા મળી હતી. તેણે ભગવાન સામે શિશ ઝૂકાવીને પરિવારની સુખ-શાંતિ માટે દુઆ માગી હતી. રાજની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી અને 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા.

રાજે પોર્ન કંપનીમાં 10 કરોડનું રોકાણ કર્યું હતું

image soucre

મુંબઈ ક્રાઇમ બ્રાંચના મતે, રાજે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં 8-10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રાજે બ્રિટનમાં રહેતા ભાઈ સાથે મળીને કેનરિન નામની કંપની બનાવી હતી. ભારતમાં પોર્ન વીડિયો શૂટ કરીને વી ટ્રાન્સફર (ફાઇલ ટ્રાન્સફર સર્વિસ)ના માધ્યમથી કેનરિન કંપનીને મોકલવામાં આવતા હતા. આ કંપની રાજે જ બનાવી હતી અને રજિસ્ટ્રેશન વિદેશમાં કરાવ્યું હતું.