PMના હસ્તે રામમંદિરની ઈંટ મુકાવાની છે ત્યારે મોરારી બાપૂના નિવેદનથી ખળભળાટ, કહ્યું આ પાંચ વ્યક્તિ જ યોગ્ય નહીં કે…

ઘણા વર્ષો સુધી જે નિર્ણય માટે લોકોએ રાહ જોઈ છે એવા નિર્ણયના આવ્યા પછીથી લોકોમાં આનંદ અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યો છે. એવા સમયે રામમંદિરના ભૂમિ પૂજનને લઈને અનેક સમાચાર સામે આવી રહ્યા છે. જો કે મંદિરમાં શિલાન્યાસ સમારોહને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે મંદિરના શિલાન્યાસ સમયે સ્ટેજ પર માત્ર પાંચ જણને જ સ્થાન આપવામાં આવશે. જો કે મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે આ પાંચ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિ ગુજરાતી હશે.

ભૂમિપૂજન પ્રસંગે પ્રધાનમંત્રીની હાજરીને લઈને ચર્ચાઓ તીવ્ર

image source

આ કાર્યક્રમ માટે વર્તમાન સમયે દરેક ભારતીયના મનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ મંદિરના ભૂમિપૂજનમાં પ્રધાનમંત્રી મોદીની હાજરીના પગલે આ મુદ્દે વધારે ચર્ચાઓ જોવા મળી રહી છે. આ દરમિયાન મીડિયાના અહેવાલ મુજબ મોદીના કાર્યક્રમ પ્રમાણે તેઓ સૌ પ્રથમ હનુમાનમઢી જઇને દર્શન કરશે. ત્યારબાદ તેઓ રામલલ્લાના દર્શન કરશે અને ત્યાર પછી તેઓ અયોધ્યાના ભૂમિ પૂજન પ્રસંગે ઉપસ્થિત પણ રહેશે.

ગુજરાતના બે સાથે અન્ય ત્રણ વ્યક્તિને સ્ટેજ પર મળશે સ્થાન

image source

વર્તમાન સમયે જ્યારે રામ મંદિર ભૂમિપુજનની તારીખ અને આખો કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે ત્યારે, અયોધ્યામાં મંચનું કામકાજ પણ શરૂ થઈ ચુકયું છે. આ સ્ટેજની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે એવી માહિતી મળી રહી છે કે આ સ્ટેજ પર માત્ર પાંચ લોકોને જ સ્થાન આપવામાં આવશે. આ પાંચ વ્યક્તિમાં બે ગુજરાતી વ્યક્તિઓનો પણ સમાવેશ છે. જેમાં એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બીજા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ત્રીજા UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ચોથા RSSના સુપ્રીમો મોહન ભાગવત અને પાંચમા વ્યક્તિ તરીકે મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત માત્ર પાંચ જ લોકો સ્ટેજ પર જોવા મળશે.

નરેન્દ્ર મોદી સાથે યુપીના રાજ્યપાલ અનંદી બેન પટેલ પણ હાજર રહેશે

image source

ઉલ્લેખનીય છે કે રામમંદિરના ભૂમિપૂજનને પગલે આ પ્રસંગને લઈને પ્રધાનમંત્રી સાથે કોણ કોણ રહેશે એ બાબતને લઈને મીડિયા અને સોશિયલ મીડિયામાં જુદા જુદા તર્ક જોવા મળી રહ્યા છે. ત્યારે હવે માહિતી મળી છે કે માત્ર પાંચ જ લોકો મંદિર સમારોહના સ્ટેજ પર જોવા મળશે. આ પાંચ નામમાં બે ગુજરાતના નેતાઓના નામ સામેલ છે. જેમાં એક ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ એવા અનંદી બહેન પટેલ તેમજ બીજા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ બંને નેતાઓ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

યોગી અદિત્યનાથનો સિવાય કોઈ રાજ્યના મુખ્યમંત્રીની હાજરી નહીં

image source

5 ઓગસ્ટના દિવસે આયોજિત થનારા ભૂમિપૂજન પ્રસંગમાં વારંવાર કોને કોને આમંત્રણ આપવામાં આવશે એને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. સામાન્ય રીતે આવા આયોજનમાં અનેક મહેમાનો આમંત્રિત હોય છે પણ વર્તમાન સમયમાં દેશમાં જ્યારે કોરોના વાયરસનો માહોલ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા તેમજ સાવચેતીના ભાગરૂપે અનેક નિયંત્રણ જોવા મળી શકે છે. જેમાં બહુ ઓછા લોકોને આ આયોજનમાં આમંત્રણ આપવામાં આવ્યા છે. ભૂમિ પૂજનના આ કાર્યક્રમમાં માત્ર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જ આમંત્રણ મળ્યું છે. એ સિવાય દેશના કોઈ પણ મુખ્યમંત્રીને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી.

કાર્યક્રમમાં હાજરીને લઈને રાજકારણ ગરમાય એવી સંભાવનાઓ

image source

સામાન્ય રીતે આપણે ત્યાં દરેક મુદ્દે કોઈકને કોઈક પ્રકારે રાજકારણ થતું જ હોય છે. એવામાં રામમંદિરના ભૂમિપૂજન પ્રસંગે ફરીથી રાજકારણ ગરમાય એવી પુરી સંભાવનાઓ જોવા મળી રહી છે. કરણ કે આ ભૂમિપૂજનમાં સામેલ થવા માટેની ઈચ્છા મહારાષ્ટ્રના વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરે કરી ચુક્યા છે. સામાન્ય રીતે શિવસેનાના સંસ્થાપક બલસાહેબ ઠાકરેનો રામમંદિર અને રામમંદિર નિર્માણ માટેના આંદોલન સાથે જૂનો સબંધ રહ્યો છે. આવા સમયે મર્યાદિત લોકોની હાજરીનો આ નિર્ણય રાજકીય વિરોધમાં પરિણમી શકે છે.

સુરક્ષાને ધ્યાનમાં લઈને આમંત્રીતોના નામ જાહેર નથી કરાયા

image source

એક તરફ મર્યાદિત લોકોને આયોજનમાં સામેલ થવાના આમંત્રણ અપાયા છે, ત્યારે એવી માહિતી મળી રહી છે કે આ ભૂમિપૂજનમાં 200 જેટલા વીઆઇપી મહેમાનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે આ યાદીમાં રહેલા એક પણ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. આ યાદીમાં રહેલા નામ બાબતે ગુપ્તતા રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત