સરદારને યાદ કરીને કેવડિયામાં PM મોદીએ કરી એકતા દિવસની ઉજવણી, જાણો આજના આખા કાર્યક્રમ વિશે

પીએમ મોદી હાલમાં ગુજરાતમાં બે દિવસના પ્રવાસ પર છે 30 અને 31 ઓક્ટોબર. ત્યારે ગઈ કાલે 30 ઓક્ટોબરે મોદીએ ઘણા પ્રોજેક્ટ ખુલ્લા મૂક્યા અને કેવડિયાને એક નવો જ અવતાર આપી દીધો. ત્યારે આજે સરદાર પટેલની જન્મ જયંતિ પર મોદી ફરીથી કેવડિયા પહોંચ્યા હતા અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યારે સવારે આરોગ્ય વનના યોગા અને ધ્યાન ગાર્ડનમાં યોગા કર્યાં હતા અને ત્યારબાદ બ્રેકફાસ્ટ કર્યું હતું.

image source

મોદીના આજના શિડ્યુલની વાત કરીએ તો..

સવારે 6:30 વાગે આરોગ્ય વનના યોગા ગાર્ડનમાં યોગા કર્યા

7.30 વાગે આજ આરોગ્ય વનમાં બ્રેકફાસ્ટ લીધો

8:00 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યું

8:30 વાગે પરેડ ગ્રાઉન પર ગયા અને ત્યાં પરેડને સલામી આપી

9:20 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

10:45 વાગે સી પ્લેનનું ઉદ્ઘાટન કરીને સી પ્લેનમાં અમદાવાદ રવાના થયા

image source

ત્યારે આવો જાણીએ કે આજે પીએ મોદીએ દેશવાસીઓને શું કહ્યું. મોદીએ કહ્યું કે, દેશવાસીઓને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની શુભકામનાઓ, રજવાડાઓને એકત્રિત કરીને વર્તમાન સ્વરૂપ આપ્યુ છે. એક ભારત શ્રેષ્ઠ પર્વતને સાકાર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. કેવડિયા પહોંચ્યા પછી કાલ લઇને આજ સુધી જંગલ સફારી પાર્ક, આરોગ્ય વન, એકતા મોલ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે. કેવડિયા નવા ભારતની પ્રગતિનું તિર્થ સ્થળ બની ગયું છે, આખી દુનિયાના ટુરિઝમ મેપ પર આ સ્થાન પોતાની જગ્યા બનાવશે

image source

આગળ વાત કરતાં વડાપ્રધાન બોલ્યાં કે, આજે સી-પ્લેન સેવાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓને વિકલ્પ મળશે. આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું 130 દેશવાસીઓને અભિનંદન આપું છું. આજે સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું -કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ 130 કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શક્તિને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે.

image source

આગળ મોદીએ કહ્યું કે, કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓએ એક થયો છે. -35 હજાર પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ ક્યારેય આ સ્વર્ણિમ પળને ક્યારેય નહીં ભૂલાવે. -દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે. સીમા પર પણ ભારતની નજર અને નજરીયા બદલાઇ ગયા છે. ભારતની ભૂમી પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે. કેટલાક દેશો આતંકવાદના સમર્થનમાં આગળ આવી ગયા છે, તે વિશ્વ અને શાંતિ માટે વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. દરેક સરકારોને આતંકવા સામે એકજૂથ થવાની જરૂર છે.

image source

મોદીએ વાત કરી કે, આતંકવાદ હિંસાથી ક્યારેય કોઇનું કલ્યાણ થઇ શકતુ નથી, ભારત ઘણા વર્ષોથી આતંકવાદથી પીડિત રહ્યું છે, ભારતે હજારો જવાનો ખોયા છે, માતઓએ પોતાના લાલ ગુમાવ્યા છે -ભારતે આતંકવાદને હંમશા પોતાની એકતા અને દ્રઢ્ઢ ઇચ્છા શક્તિથી મુકાબલો કર્યો છે અને હરાવ્યો છે. ભારતની આ એકતા અને તાકાત બીજાને ખટકે છે. આપણી વિવિધતાને જ તેઓ આપણી કમજોરી બનાવવા માંગે છે, એકબીજા વચ્ચે ખાણ બનાવવા માંગે છે. -પુલવામાં હુમલામાં આપણા વીર સાથીઓ શહીદ થયા એ દેશ ક્યારેય ભૂલી નહીં શકે, કેટલાક લોકો તે દુઃખમાં સામેલ નહોતા, તેઓ પોતાનું રાજનીતિક સ્વાર્થ જોતા હતા ,

image source

અમુક પાર્ટીને ટાર્ગેટ કરતાં મોદીએ વાત કરી ક, પુલવામા વખતે કેટલાક લોકોએ ભદ્દી રાજનીતિ કરી, તે સમયે મારા પર દિલ પર વીર શહીદોનો ઘાવ હતો -ત્યાંથી સંસદમાં સત્ય સ્વિકાર્યું છે, તેમાં તેમનો ચહેરો સામે આવી ગયો છે કે, તેઓ રાજનીતિક સ્વાર્થ માટે કેટલી હદે જઇ શકે છે. આ મહાન વ્યક્તિત્વના ચરણોમાં નવા ભારતનો સંકલ્પ કરીએ, જેનું સપનુ સરદાર વલ્લભભાઇ પટેલે જોયુ હતું
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત