કોઈને સાબુ ભેગા કરવાની આદત છે તો કોઈ બન્ને હાથે લખવામાં છે એક્સપર્ટ, જાણો સ્ટાર્સના અજીબોગરીબ શોખ

પોતાના મનગમતા બૉલીવુડ સ્ટારની જિંદગી વિશે ફેન્સ દરેક વાત જાણવા માટે હંમેશા ઉત્સુક રહે છે. પછી એ એમની આગામી ફિલ્મ હોય કે પછી એમની અંગત જિંદગી. એટલે સુધી કે જ્યારે પણ અભિનેતા કે અભિનેત્રી એકસાથે ક્યાંક દેખાય છે તો ફેન્સ એમની જોડી બનાવી દે છે. ફિલ્મી કલાકારો સાથે દર્શકો એ રીતે જોડાયેલા છે કે એ જ્યારે એમને પડદા પર જોવે છે તો એ એને પોતાની જિંદગી સાથે જોડવા લાગે છે. ક્યારેક ક્યારેક ફેન્સની દેવાનગી પોતાના મનગમતા સ્ટાર્સ માટે એ હદે હોય છે કે એ એમની જિંદગી સાથે જોડાયેલી દરેક વાત જાણવા માંગે છે.

image source

શાહરુખ ખાનથી લઈને સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રણબિર કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સહિત ઘણા એવા કલાકારો છે જે પોતાના અમુક સિક્રેટ એમના ફેન્સથી છુપાવીને રાખે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ તમારા મનગમતા કલાકારનું એ સિક્રેટ જે તમે કદાચ નહિ જાણતા હોવ.

રણબીર કપૂર.

image source

રણબિર કપૂર ભલે દુનિયા માટે સુપરસ્ટાર હોય પણ એ આજે પણ પોતાની માતા નીતુ કપૂર પાસે મહિનાની પોકેટમની લેવાનું નથી ભૂલતા. રણબીર કપૂર દર અઠવાડિયે નીતુ કપૂર પાસે પોકેટમની તરીકે 1500 રૂપિયા લે છે.

શાહરુખ ખાન

image source

બોલિવુડના કિંગ ખાનની લાઇફસ્ટાઇલથી આપણે બધા પરિચિત છે. શાહરુખ ખાન બોલિવુડના બાદશાહ હોવાની સાથે સાથે એક સારા બિઝનેસમેન પણ છે. કિંગ ખાન દુનિયાના ત્રીજા એવા અભિનેતા છે જે સૌથી વધુ અમીર ગણાય છે. એમની કમાણી 600 મિલિયન કરતા પણ વધુ છે.

દીપિકા પાદુકોણ.

image source

દીપિકા પાદુકોનના દુનિયામાં ઘણા દીવાના છે. બોલિવુડથી લઈને હોલીવુડ સુધી દીપિકાએ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે દીપિકા દુનિયામાં પોતાની ફિલ્મ માટે સૌથી વધુ ફી લેનારી ટોપ 10 અભિનેત્રીઓમાં સામેલ છે. ફોર્બ્સ અનુસાર દીપિકા ભારતની એક માત્ર અભિનેત્રી છે જે 10 મિલિયન ડોલરની કમાણી કરીને આ લિસ્ટમાં સામેલ થઈ છે.

અમિતાભ બચ્ચન

image source

આપણે લખવા માટે બન્ને હાથમાંથી એક હાથનો જ ઉપયોગ કરી શકીએ છીએ. કદાચ ફેન્સને એ જરૂર ખબર હશે કે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન લેફટી છે. પણ શું તમેં જાણો છો કે બિગ બી પોતાના બંને હાથથી લખી શકે છે. એ પોતાના બન્ને હાથે ખૂબ જ સરસ રીતે લખી શકે છે.

કરીના કપૂર .

image source

કરીના કપૂર જે પણ કરે છે એ એક ટ્રેન્ડ બની જાય છે. આ તો એમની જિંદગી એક ખુલ્લી કિતાબ છે પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે એમને પોતાની ફિલ્મ હિરોઇન માટે દુનિયાના સૌથી મોંઘા વોર્ડરોબનો ઉપયોગ કર્યો હતો. ફક્ત એટલું જ નહીં એમની આ જ ફિલ્મમાં એમને 130થી વધુ કપડાં બદલ્યા હતા.

આમિર ખાન

image source

આમિર ખાને ઘણી દેશભક્તિ ફિલ્મો કરી છે. એમની ફિલ્મોના ઘણા વખાણ પણ થયા છે. પણ કદાચ એ વાત બહુ ઓછા લોકો જાણતા હશે કે એ એક સ્વતંત્ર સેનાનીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આમિર ખાન જાણીતા સ્વતંત્ર સેનાની અને ઇસ્લામી દાર્શનિક અબુલ કલામ આઝાદના પરપૌત્ર છે. એમના પૈતૃક પરિવારના ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેન સાથે સારા સંબંધ છે.

કલકી કોચલીન

image source

આપણે જ્યારે પણ એફિલ ટાવર કે પછી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોઈએ છીએ તો આપણી આંખો ચમકી ઉઠે છે. પણ એને બનાવવા પાછળ કેટલી મહેનત છે કદાચ એનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. પણ શું તમે જાણો છો કે ફિલ્મોમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતનાર કલકી એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવવામાં પોતાનું યોગદાન આપનાર ચીફ એન્જીનીયર મોરિસ કેકલાંની પરપૌત્રી છે.

રણવીર સિંહ.

image source

સોનમ કપૂર અને રણવીર સિંહ બન્ને જ ફિલ્મ જગતના ખૂબ જ સારા કલાકારોની લિસ્ટમાં સામેલ છે. પણ એ બહુ ઓછા લોકો જાણતા હશે કે એમનો અંગત જીવનમાં પણ એકબીજા સાથે ખૂબ જ મજબૂત કનેક્શન છે. અનિલ કપૂર અને રણવીર સિંહની માતા દૂરના ભાઈ બેન છે .આ સંબંધથી રણવીર સિંહ સોનમ કપૂરના ભાઈ થયા. રણવીરનું અસલી નામ રણવીર સિંહ ભવનાની છે.

અક્ષય કુમાર.

image source

અક્ષય કુમાર ફિટનેસ કિંગ છે એ તો બધા જ જાણે છે. એ બીજાને હમેશા ફિટ રહેવાની સલાહ આપે છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે ફિટનેસની સાથે સાથે અક્ષય કુમાર ખૂબ જ ધાર્મિક પણ છે. એ કોઈપણ પેપરમાં ત્યાં સુધી કઈ જ નથી લખતા જ્યાં સુધી એ એના પર ૐ ન લખી લે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!