રસીને લઇને સરકારનો મહત્વનો નિર્ણય: રસી લેવા માટે હવે રજીસ્ટ્રેશનની જરૂર નહીં, સીધા સેન્ટર પર જઇને લઇ શકશો રસી

મોટા સમાચાર/ રસી લેવા માટે હવે રજીસ્ટ્રેશનની જરૂર નહીં: સીધા સ્થળ પર જતા મળશે વેક્સિન

દેશમાં હાલ કોરોના વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. હવે આ મામલે સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સોમવારે સરકારે જાહેરાત કરી કે, દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સિનેશન માટે હવે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. લોકો સીધા સેન્ટર પર જઈ વેક્સિન લગાવડાવી શકે છે. કોરોનાને રોકવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.

image source

વેક્સિનને કોરોનાની લડાઈમાં સૌથી મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યું છે. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય, પરંતુ અત્યારે પણ ખતરો ઓછો થયો નથી. કોરોના વેક્સિન દરેક વ્યક્તિને મળી શકે તે માટે સરકારે રસી લેવાના નિયમોને વધારે સરળ કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સુવિધા આપતા કોવિન એપ અથવા વેબસાઇટ પર રજીસ્ટ્રેશનની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે.

image source

વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી નહીં રહે:

  • વેક્સિન માટે હવે કોવિન એપ પર રજીસ્ટ્રેશન જરૂરી નથી
  • ૧૮ થી ૪૪ વર્ષના લોકો સેન્ટર પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકશે
  • વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી નહીં રહે: કેન્દ્ર
  • એપોઈન્ટમેન્ટને કારણે વેક્સિનનો બગાડ થતો અટકાવા માટે લેવાયો નિર્ણય
image source

વેક્સિનેશન સેન્ટર જઇને ઑન સાઇટ રજીસ્ટ્રેશન કરાવી શકાશે

સરકારના નવા નિયમો પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પોતાના નજીકના વેક્સિનેશન સેન્ટર જઇને ઑન સાઇટ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને વેક્સિન લઈ શકે છે. PIB તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના વેક્સિન દેશના દરેક ખૂણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ અને આશા વર્કર્સ ગ્રામીણ વિસ્તારો અને શહેરી સ્લમ્સ વિસ્તારોમાં જશે અને લોકોને ઑન-સાઇટ રજીસ્ટ્રેશન માટે જાગૃત કરશે.

image source

58 ટકા લાભાર્થીઓએ ઑનસાઇટ રજીસ્ટ્રેશન કરાવ્યું

ઉલ્લેખનીય છે કે ઘણા લોકો અત્યારે પણ ઑનલાઇન રજીસ્ટ્રેશન નથી કરાવી શકી રહ્યા. આ જ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વેક્સિનેશન અભિયાનની ઝડપ ઘણી ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે 13 જૂન સુધી કોવિડ દ્વારા કરવામાં આવેલા 28.36 કરોડ રજીસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઑનસાઇટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીના થઈ હતી.

image source

26 કરોડથી વધારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા

16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 26 કરોડથી વધારે લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે મંગળવારના 18-44 વર્ષની વયજૂથના 13,13,438 લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 54,375 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!