કોરોનાથી બચવા રસી લેવી જરૂરી પણ લોકોમાં પ્રવર્તે છે અંધશ્રદ્ધા, કોઈનું કંઈ બગાડ્યું નથી તો રસી શા માટે લેવી પડે

કોરોનાથી બચાવ માટે રસીકરણ એક માત્ર ઉપાય છે. કોરોનાની બીજી લહેર શાંત પડી છે અને સાથે ત્રીજી લહેર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને સરકાર પહેલાથી જ સતર્ક થઈ ચુકી છે અને પુરજોશમાં રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજથી 18થી 44 વર્ષની વયના તમામ લોકોને રસી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લામાં રસીકરણ શરુ કરી દેવામાં આવ્યું છે.

image source

જો કે બધે જ પુરજોશમાં ચાલતા રસીકરણ વચ્ચે રાજકોટ જિલ્લાથી એક ચોંકાવનારી હકિકત સામે આવી છે. સામે આવ્યું છે કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો રસીથી દૂર ભાગી રહ્યા છે. તેનું કારણ છે લોકોમાં રસીને લઈને ફેલાયેલી અંધશ્રદ્ધા. જી હાં લોકોમાં અંધશ્રદ્ધા હોવાનું ખુદ રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ સ્વીકારી ચુક્યા છે.

image source

કોરોના ગામમાં આવે નહીં તે માટે ગ્રામજનોએ જાહેર રસ્તા પર નાળિયેર બાંધેલા પણ અહીં જોવા મળે છે. આ સિવાય લોકોનું માનવું છે કે રસી લેવાથી તેમનું મોત થઈ જશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં કુલ 650 ગામ છે આ ગામમાંથી મોટાભાગના ગામોમાં 20 ટકાથી પણ ઓછું રસીકરણ થયું છે. આંકડા પર નજર કરીએ તો 98 ટકા ગામોમાં 20 ટકા જ લોકોએ રસી લીધી છે. જ્યારે 40 ગામ તો એવા છે જ્યાં 10 ટકા જ રસીકરણ થયું છે. આમ થવાનું કારણ છે કે લોકોના મનમાં અંધશ્રદ્ધા ફેલાયેલી છે.

આ અંગે એવું પણ જાણવા મળ્યું છે કે ગામના ભૂવા માતાજીના નામે લોકોને ડરાવે છે કે રસી લેવાથી મૃત્યુ થાય છે. આવી સ્થિતિમાં રસી આપવા જનાર કર્મચારીએ લોકોને કલાકો સુધી સમજાવવા પડે છે. તેમ છતાં 4 લોકો આવ્યા હોય તેમાંથી 1 જ રસી લે છે.

image source

આવું જ કંઈક થયું છે ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં. અહીંના સરપંચનું એવું કહેવું છે કે ગામમાં મજૂર લોકો વાડીમાં રહે છે અને શહેરી વિસ્તાર સાથે સંપર્ક જ હોતો નથી તેથી કોરોના થશે નહીં એમ કહી અને લોકોએ રસી લેવાનું ટાળ્યું હતું. તેવી જ રીતે સંઘી કલારિયા ગામમાં 750ની વસ્તીમાંથી એક પણ વ્યક્તિએ રસી લીધી નહીં.

કોરોનાને ભગાડવા માટે લોકોએ ઘણા પૂજા-પાઠ કર્યા હતા. પરંતુ હવે રસીને લઈને અંધશ્રદ્ધા ફેલાય છે કે કોરોના જેવું કંઈ નથી, રસી લીધા બાદ લોકો મરી જાય, કોરોના શું બગાડી લેશે, કંઈ ખોટું ન કર્યું હોય તો રસી શું કામ લેવી, રોજા હોય તો રસી ન લઈ શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *