જાણો કેટલા સમયમાં પહોંચશો ગિરનાર પર્વત પર, સાથે જાણો 7 મિનિટનું કેટલું ચુકવવું પડશે ભાડું, 5 કલાકનો બચશે સમયો

બસ હવે થોડાજ સમયમાં ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાર થવા જઈ રહ્યું છે. આ સાથે સાથે વડાપ્રધાન કિસાન સૂર્યોદય યોજનાનો પણ આરંભ કરશે.

image source

આ શુભ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના અન્ય મંત્રીઓ પણ હાજરી આપશે. વર્ષો સુધી લોકોએ આ ગીરનારને પગપાળાએ સર કર્યો છે અને ઘણા લોકો શારીરિરક અશક્તિના કારણે આ ગીરનાર ગઢ નથી ચડી શકતાં તેમના માટે આ ખૂબ જ સારા સમાચાર છે.

તમને જણાવી દઈએ કે ગિરનારનો આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે.

image source

આ યોજના પાછળ ઘણા વર્ષોની યોજના અને મહેનત લાગી છે. અને છેવટે સરકાર તેમજ જૂનાગઢના સ્થાનિક લોકોની મહેનતે આ કામ પૂર્ણ થયું છે. આ કામમાં ઘણા વિઘ્નો તેમજ અડચણો આવી પણ છેવટે રોપવેની આ યોજના આજે સંપૂર્ણ થઈ ગઈ છે. અને હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઇ-લોકાર્પણ થયા બાદ ભક્તો તેનો લાભ ઉઠાવી શકશે.

ગીરનાર નજીકના બિલખા રોડ પર આવેલ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના મેદાનમાં કિસાન સૂર્યોદય યોજના અને ગીરનારના રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન દ્વારા ઇ-લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રોપવેની જગ્યાની મુલાકાત લેનાર છે. અને અંબાજી મંદીર સુધી તેઓ ટ્રોલીમાં બેસીને જશે. આ કાર્યક્રમની તૈયારી કેટાલક દિવસથી ખૂબ જ જોરશોરથી થઈ રહી છે. જેમાં બધી જ સુરક્ષાઓને પણ ધ્યાનાં લેવામા આવી છે.

કરોડો રૂપિયામાં બન્યો ગિરનાર રોપવે

કોઈ પર્વત પર રોપવે બનાવવો તે કંઈ નાનીસુની વાત નથી તેની પાછળ એક નક્કર આયોજન અને કામગીરી જરૂરી છે અને તેની પાછળ ખર્ચો પણ અઢળક થતો હોય છે. ગીરનાર રોપવે પાછળ એક અંદાજા પ્રમાણે રૂપિયા 130 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

image source

ઉષા બ્રેકો કંપની કે જેમણે ગિરનાર રોપવે પ્રેજેક્ટ સંભાળ્યો છે તેના માલિક દીપક કપલીસ જણાવે છે કે વડાપ્રધાન મોદીએ જ તેનું ખાતમુહૂર્ત કર્યું હતું હવે તેમના હસ્તે જ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને આ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ મોટેરા સ્ટેડિયમનું પણ વડાપ્રધાનના હસ્તે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઉષા બ્રેકો કંપનીને 50 વર્ષ કરતાં પણ વધારે અનુભવ છે અને લગભગ 130 કરોડના ખર્ચે આ રોપવે તૈયાર કરવામાં આવ્યો છે, અને આ રોપવેનું સંચાલન તેમજ તેનું મેઇનટેનન્સ આ કંપની દ્વારા કરવામા આવશે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને જુનાગઢવાસીઓને સૌથી વધારે ઉત્સુકતા હોય તે સ્વાભાવીક છે અને સ્થાનિક લોકોમાં આ ઐતિહાસિક ઘટનાને લઈને ભારે એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે. ગિરનાર પર્વત પર હેલિકોપ્ટર દ્વારા રોપવે બનાવવાનો દેશનો આ પહેલો પ્રોજેક્ટ છે.

જાણો શું છે ગિરનાર રોપવેની ખાસિયતો

image source

તમને જણાવી દઈએ કે ગિરનાર પર બનાવવામાં આવેલા રોપવેના કોચની ઝડપ પ્રતિ સેકન્ડ 6 મીટરની છે. તમને એ પણ જણાવી દઈએ કે અંબાજી ખાતે જે રોપવે બનાવવામાં આવ્યો છે તેની ઝડપ પ્રતિ સેકન્ડ 2.75 મીટરની છે. ગીરનારની તળેટીમાંથી તમે રોપવે દ્વારા માત્ર 7 જ મિનિટમાં ગીરનારના શીખર પર પહોંચી જશો. આમ તમારા વડીલો તેમજ રોપવેના શોખીન લોકોને કલાકો ગીરનાર ચડવામાં નહીં કાઢવા પડે પણ માત્ર 7 જ મિનિટમા તમે શીખર પર પોહંચી જશો.

શું છે રોપવે ટ્રીપની ટિકિટની કીંમત

image source

મોટી વ્યક્તિઓ માટે ટુ-વે ટીકીટની કીંમત 700 રૂપિયા રહેશે. જ્યારે બાળકો માટે 350 રૂપિયા રહશે. મોટી વ્યક્તિઓમાં 16 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પણ જો તમે માત્ર વન-વે ટિકિટ લેવા માગતા હોવ તો તમે 400 રૂપિયામાં તે ખરીદી શકો છો. આ રોપવે દ્વારા લગભગ વાર્ષિક 400 કરોડની આવક થશે તેવો અંદાજો રાખવામા આવ્યો છે.

ગિરનારની ભવનાથની તળેટીથી પર્વત પર આવેલું અંબાજી માતાનું મંદિર લગભગ 2.3 કિમી દૂર આવેલ છે. જે હવે રોપવે દ્વરા માત્ર 7 જ મિનિટમાં કાપી શકાશે. તમને જણાવી દઈએ કે ગીરનારની તળેટીથી શીખર સુધી 9,999 પગથિયા છે. જેને ચડતાં 5થી 6 કલાકનો સમય લાગે છે.

આ રીતે બનાવવામાં આવ્યો રોપવે

image source

2.3 કિ.મીના રોપવેના આ રૂટ પર કૂલ 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ રોપવેની એક ટ્રોલીની કેપેસિટી 8 વ્યક્તિની રહેશે. એક ટ્રોલી 8 મિનિટમાં ઉપર પહોંચશે. આ રોપવે દ્વારા લોકો 800 મીટરની ઉંચાઈ સુધી જઈ શકશે. એક ટ્રોલી 36 સેકન્ડમાં શીખર તરફ જવા ઉપડશે. અને એક અંદાજા પ્રમાણે દર કલાકે 800 યાત્રાળુઓ મંદીરના શીખર પર પહોંચશે. કુલ 25 ટ્રોલીઓ રાખવામાં આવી છે. તમે જો પગપાળા ગીરનારની અંબાજી માતાની ટૂંક પર જાઓ તો તમારે લગભગ 4 કલાકનો સમય લાગે છે.

તમને ઉપર જણાવ્યું તેમ રોપવે બનાવવો એ કોઈ નાની વાત નથી અને તેમાં સુરક્ષાના બધાજ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. રોપવે માટેના દોરડા એટલે કે રોપને જર્મનીથી લાવવામાં આવ્યા છે. 2.3 કિલોમીટરના રૂટ પર જે 9 ટાવર ખડા કરવામાં આવ્યા છે તેની લંબાઈ 66 ફૂટની છે.

image source

શરૂઆતના ધોરણે રોપવેમાં 24 ટ્રોલી ફરતી મુકવામાં આવશે એક ટ્રોલીમાં ઉપર જણાવ્યું તે પ્રમામે 8 લોકો બેસી શકશે. આમ એક ફેરામાં 24 ટ્રોલીમાં 132 શ્રદ્ધાળુઓ શીખર પર જઈ શકશે. બે ટ્રોલી વચ્ચેનું અંતર 216 મીટર જેટલુ રાખવામાં આવ્યું છે. સમયની દ્રષ્ટિએ જોવા જઈતો બે ટ્રોલી વચ્ચેનું અંતર 36 સેકન્ડનું રહેશે.

ઉંચાઈ વધતાં પવનની ગતિ પણ વધતી હોય છે. અને રોપવેની ડિઝાઈન કરતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તમને જણાવી દઈ કે ગીરનાર પર્વતની ઉંચાઈ 3500 ફૂટ છે. તેનું સૌથી ઉંચું શીખર 3666 ફૂટ પર આવેલું છે. અને આટલી ઉંચાઈ પર પવનની ઝડપ 180 કિ.મી પ્રતિ કલાક રહેતી હોય છે. અને પવનની આટલી ગતિનો સામનો કરવા માટે રોપવેની ડિઝાઈન એરોડાયનેમિક બનાવવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની સંખ્યા વધતા રોજગારી પણ વધશે

image source

રોપવેની શરૂઆત થતાં જ યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થશે અને શીખર પર જતાં શ્રદ્ધાળુઓ માટે રસ્તામાં ખાણી પીણીની વ્યવસ્થા પણ કરવાની રહેશે. અને માટે અહીં માલસામાનની માંગ પણ વધશે. અને તે પહોંચાડવા માટે વધારે મજૂરોની પણ જરૂર પડશે. જોકે હાલ રોપવે માત્ર શ્રદ્ધાળુઓ માટે જ અવેલેબલ છે કોઈપણ પ્રકારના માસલામનની હેરફેર માટે નહીં. તમે અંદાજો લગાવી શકો છો કે એક કલાકમાં રોપવે દ્વારા એક સાથે 800 જેટલા શ્રદ્ધાળુઓ શીખર પહોંચશે તો ઉપર શ્રદ્ધાળુઓનો ઘણો બધો ધસારો વધી જશે. ખાસ કરીને અંબાજીથી જૈન દેરાસર અને અંબાજીથી ગુરુ દત્તાત્રેયની ટૂંક વચ્ચે માણસોનો ધસારો વધી જશે.

ગીરથી સોમનાથ સુધીની પેકેજ ટૂર

image source

સાસણગીર, સોમનાથ, ભાલકા તિર્થ તેમજ દ્વારકા અને ત્યાર બાદ ગિરનારની ટેકરીઓમાં સિહં દર્શનનું એક ટુર પેકેજ બનાવવામાં આવ્યું છે જેનાથી પ્રવાસીઓને એક સાથે ઘણા બધા સ્થળો જોવાનો લાહવો મળશે.

મંદિરોમાં સૌથી મોટો રોપવે ગિરનાર ખાતે

image source

મંદિરોમાં ગિરનારનો રોપવે સૌથી લાંબો છે. જો કે ભારતમાં અન્ય રોપવે પણ ગિરનાર કરતાં લાંબા છે પણ તે બધા પ્રવાસન સ્થળો છે ધાર્મિક સ્થળો નથી. જેમાં સૌથી પહેલો નંબર ગુલમર્ગ-ગોંડોલાનો આવે છે જે બે સ્ટેજમાં વહેંચાયેલો છે તેની લંબાઈ 5 કિ.મી છે જ્યારે તેની ઉંચાઈ 3747 મીટરની છે. આ રોપવેની ટીકીટ 2000 રૂપિયાની છે અને તેની સફર 21 મિનિટની છે. ત્યાર બાદ નંબર આવે છે ઓલી રોપવેનો. તેની લંબાઈ 4 કિમી છે અને તેની ઉંચાઈ 3010 મીટર છે. અને તેના માટે પ્રવાસીએ 1000 રૂપિયા ચુકવવા પડે છે તેની સફર 24 મિનિટની છે. ત્યાર બાદ ક્રમ આવે છે મનાલી ખાતેના રોપવેની  તેની લંબાઈ 1.6 કિમીની છે અને તેની ઉંચાઈ 500 મીટર છે. આ રોપવેની ટીકીટ 500 રૂપિયા છે અને તેની સફર 5 મિનિટની છે. ત્યાર બાદ રાયગઢ ખાતેનો રોપવે છે જેની લંબાઈ 760 મીટર છે, ઉંચાઈ 420 મીટર છે અને તેના માટે પ્રવાસીએ 315 રૂપિયા ચુકવવાની હોય છે. ત્યાર બાદ છેલ્લો ક્રમ આવે છે મસૂરીના રેપવેનો. તેની લંબાઈ 400 મીટર છે તેની ઉંચાઈ જોકે વધારે છે તેની ઉંચાઈ 1600 મીટર છે. તેની ટીકીટ 75 રૂપિયાની છે અને તેનો એક ફેરો 5.10 મિનિટમાં પુરો થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત