રસોઈ કરતાં 71 ટકા દાઝી ગયેલી યુવતીને કોરોનાથી મળી મુક્તિ અને નવી ચામડી પણ મળી

રસોઈ કરતાં 71 ટકા દાઝી ગયેલી યુવતિને કોરોનાથી મળી મુક્તિ અને નવી ચામડી પણ મળી

આજ કાલ લોકો નાની-નાની વાતે નિરાશ થઈ જતા હોય છે અને ક્યારેક તો તેઓ દુઃખ સહન નહીં કરીને ખોટા પગલા પણ લઈ લેતા હોય છે. પણ જીવનમાં ક્યારેય કોઈ સંજોગોથી ભાગવું જોઈએ નહીં પણ તેનો હિંમતથી સામનો કરવો જોઈએ બાકી તો ભગવાન તમારી સાથે જ હોય છે. આજે અમે તમને તેવી જ એક પ્રેરણાત્મક વાત કરવા જઈ રહ્યા છીએ.

image source

હાલ સમગ્ર વિશ્વ માટે કપરો કાળ ચાલી ચાલી રહ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુથી કેન્દ્ર સરકારે લાંબા સમય માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું. બધા માટે લોકડાઉનનો સમય ઘણો કપરો રહ્યો છે. પણ અમદાવાદની આ યુવતિ પર તો જાણે આભ જ તૂટી પડ્યું હતું. તેણી લોકડાઉન દરમિયાન રસોઈ કરતી વખતે દાઝી ગઈ હતી. અને એટલું ઓછું હોય તેમ તેણીનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.

image source

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન એક યુવતિ રસોઈ કરતી હતી તે વખતે તેણી દાઝી ગઈ હતી અને તેણીને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સાવચેતીના ભાગ રૂપે તેણીનો કોરોના રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યો હતો અને બદનસીબે તેણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને તેની એક સાથે બે સારવાર શરૂ કરવામા આવી.

તેણીને અમદાવાદની એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ હતી. પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેણીને SVP હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. તેણી 71 ટકા દાઝી ગઈ હતી અને બીજી બાજુ કોરોનાથી પણ સંક્રમિત હતી પણ અહીંના ડોક્ટર્સે તેણીને 75 દિવસની સારવાર આપીને સ્વસ્થ બનાવી દીધી છે અને હાલ તેણી પોતાના ઘરે પાછી ફરી છે.

image source

એસવીપી હોસ્પિટલમા દાખલ કર્યા બાદ ડોક્ટરોએ 71 ટકા દાઝી ગેયલી યુવતિ પર બે-બે સર્જરી પણ કરવી પડી હતી અને તેના દાઝી ગયેલા ભાગ પર 35 વાર ડ્રેસિંગ પણ કરવું પડ્યું હતું. આ ઉપારંત તેણીને 14 જેટલા લોહીના બાટલા પણ ચડાવવા પડ્યા હતા. પણ ડોક્ટરની મહેનત અને યુવતિની ધીરજના કારણે 75 દિવસ બાદ યુવતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી.

કોરોનામાંથી 21 દિવસ બાદ મળી મુક્તિ

image source

ઉપર જણાવ્યું તેમ તેણી 71 ટકા તો દાઝી ગઈ હતી પણ રિપોર્ટ કઢાવતા તેણીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આમ એક સાથે યુવતિ પર બે ટ્રિટમેન્ટ ચાલી રહી હતી. સર્જરીઓ ચાલી, ડ્રેસિંગ ચાલ્યું. આમ બે ગંભીર સ્થિતિમાંથી યુવતિ પસાર થઈ રહેલી હોવાથી તેની સાવાર કરવી ખૂબ મુશ્કેલ હતી અને તેની સામાન્ય લોકો કરતાં વધારે કાળજી લઈને સાવાર કરવી પડે તેમ હતી. સતત 21 દિવસની સારવાર બાદ તેણીને કોરોનાના સંક્રમણમાંથી મુક્તિ મળી હતી.

બેલગામની હોસ્પિટલમાંથી માત્ર 36 કલાકમાં મેળવી ચામડી

image source

યુવતિની સારવારમાં પ્લાસ્ટિક સર્જરીમાં ડોક્ટર્સને ચામડીની તાત્કાલીક જરૂર ઉભી થઈ હતી. અને અહીંના ડોક્ટર્સે તાત્કાલિક જ વિવિધ સ્કિન બેંકોમાં સંપર્ક કર્યો હતો. છેવટે તેમને બેલગામની એક હોસ્પિટલમાંથી ચામડી મળી શકી. જો કે તાત્કાલીક ધોરણે ત્યાંથી માત્ર 36 જ કલાકમાં ચામડી અમદાવાદ પહોંચાડવામાં આવી હતી. અને માત્ર એક જ કલાકમાં હોમોગ્રાફ્ટ અને ઓટોગ્રાફ્ટ સાથે નિષ્ણાત ડોક્ટર્સે તેણીની સર્જરી કરી હતી. યુવતિની બે તબક્કામાં સર્જરી કરવામા આવી હતી. એક શરુઆતમાં 41 ટકા સર્જરી કરવામા આવી ત્યાર બાદ 30 ટકા સર્જરી બે અઠવાડિયા બાદ કરવામા આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત