આ વિસ્તારના લોકો ખાસ વાંચી લે આ માહિતી, જ્યાં વરસાદ પડશે ધોધમાર

બંગાલના અખાતમાં સિસ્ટમ બની સક્રિય – ગુજરાતવાસીઓ મુશળાધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ

image source

ગુજરાતમાં ચોમાસાની સિઝન બેસી ગઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ચોમાસુ ભરપુર બેસી ગયું છે. જો કે કેટલાક વિસ્તારો હજુ પણ કોરા રહી ગયા છે. અને ફરી પાછી ગુજરાતને ઘમરોળવા માટે બંગાળના અખાતમાં સિસ્ટમ સક્રિય બની રહી છે. શ્રાવણ મહિનામાં પણ તમને ભરપુર વરસાદ મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આવનારા દિવસેમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

image source

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી એટલે કે 22મી જુલાઈથી આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને છુટ્ટા છવાયા ઝાપટા પડી શકે છે. પણ 25 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના જણાઈ રહી છે. કારણ કે બંગાળના અખાતમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર ગુજરાતના ચોમાસા પર પડશે.

image source

જો કે દક્ષિણ ગુજરાત પર વરસાદ ઓછો પડશે. બંગાળના અખાતમાં સક્રિય બનેલી સિસ્ટમના કારણે ગુજરાતના, અમરેલી, ગીરસોમનાથ, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. પણ દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ રહેશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો 36% વરસાદ નોંધાઈ ચુક્યો છે. આવનારા ત્રણ દિવસમાં રાજ્યભરમાં સામાન્ય વરસાદ રહેશે અથવા તો વાદળછાયુ વાતારવરણ રહેશે. પણ ત્યાર બાદના દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

image source

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 જુલાઈના રોજ અમરેલી, દમણ, વલસાડમાં વરસાદ પડી શકે છે. આ સિવાય ભાવનગર તેમજ ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. જો કે ગુજરાતના ઉત્તર તેમજ મધ્યભાગે હજુ પણ ચોમાસાની રાહ જોવ પડશે.

image source

આ ચોમાસાની સિઝનમાં મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસી પડ્યા છે. અને સૈરાષ્ટ્રના તો ઘણા બધા ચેક ડેમ તેમજ નદીઓ પણ છલકાવા લાગી છે અને કેટલીક જગ્યાએ તો સુંદર જળધોધ પણ વહી રહ્યા છે અને વાતાવરણ સંપૂર્ણ આહલાદક બની ગયું છે. સમગ્ર વિસ્તારમાં લીલોતરી ફેલાઈ ગઈ છે.

image source

મુંબઈમાં હાલ ચોમાસાએ તેની માઝા મુકી છે. અને અવિરત વરસાદ વરસી રહ્યો છે. મુંબઈના રસ્તાઓ પર ગલીએ ગલીએ પાણી ફરી વળ્યા છે. અને સ્થાનીક લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

તો બીજી બાજુ અમદાવાદમાં પણ માત્ર એક જ ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અને હજુ તો અમદાવાદમાં સીઝનનો ખરો વરસાદ તો પડવાનો બાકી છે જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે અમદાવાદની સ્થિતિ ઘણી મુશ્કેલ બની જશે. અને તંત્ર પહેલેથી જ કોરોનાની મહામારીનો તો સામનો કરી જ રહ્યું છે ત્યારે ચોમાસાના કારણે થતા પાણીના ભરાવાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. હાલ ભારતમાં સૌથી ખરાબ સ્થિતિ આસામની છે. આસામમાં છેલ્લા ઘણા દિવસોથી નદીઓમાં પૂર આવી રહ્યા છે. હજારો લોકોએ પોતાના ઘરેથી સ્થળાંતર કરવું પડ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત