કેન્સર અને કોરોનાએ બે માસુમ બાળકોને બનાવ્યા અનાથ, બાળકોની મદદે આવ્યા કોર્પોરેટર

કેન્સર અને કોરોનાએ બે માસુમ બાળકોને બનાવ્યા અનાથ. કુમળા બાળપણમાં જ બાળકો થયા છત્ર વગરના

કોરોનાના કારણે સમગ્ર ગુજરાતમાં જાણે હાહાકાર મચી ગયો છે. સેંકડોની સંખ્યામાં રોજ નવા સંક્રમિતો હોસ્પિટલમાં દાખલ થાય છે અને અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. કોઈ ઉમરલાયક હોય છે તો વળી કોઈ જુવાન હોય છે, કોઈ દાદા હોય છે તો વળી કોઈ કોઈનો દીકરો હોય છે તો કોઈ કોઈની માતા હોય છે. તાજેતરમાં અમદાવાદમાં કોરોના એક માતાને ભરખી ગયો અને એક અત્યંત કરુણ દ્રશ્ય સર્જાયું. બે બાળકો મા-બાપ વિહોણા બન્યા.

image source

વાસ્તવમાં આ માસુમ બાળકો પહેલેથી જ પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા છે. તેમના પિતાનું કેન્સરના કારણે અવસાન થયું હતું. ત્યાર બાદ હવે માતાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું અને તેણીને પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો. અને માસુમ બાળકો અનાથ બની ગયા. આ દુઃખદ ઘટના વડોદરાની છે. અહીંના બે માસુમ બાળકો માતાપિતાના નિધનથી નિરાધાર બની ગયા છે. પણ માનવતા હજુ પરવારી નથી કારણ કે અહીંના એક કોર્પોરેટર આ માસુમોની મદદે દોડી આવ્યા છે.

image source

કોઈ પણ બાળક બહારથી ક્યાંયથી પણ ઘરમાં પ્રવેશે એટલે તેનો પહેલો પ્રશ્ન એ જ હોય છે કે ‘મમ્મી ક્યાં છે ?’ બાળકને તેની માતા વગર જરા પણ નથી સાલતું હોતું કે નથી તો માતા એક પળ પણ બાળક વગર રહી શકતી. માતા એ પૃથ્વી પરનું એક જીવતુ જાગતું ભગવાનનું સ્વરૂપ છે. અને જ્યારે આ જ ભગવાન છીનવાય જાય ત્યારે બાળકોના જીવનમાં પ્રલય આવી જાય છે. તેઓ નિરાધાર બની જાય છે.

image source

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આ બે માસુમ બાળકો અને તેનો પરિવાર રહેતો હતો. આ બાળકોના પિતા છ મહિના પહેલાં જ કેન્સરની જીવલેણ બીમારીના કારણે મૃત્યુ પામ્યા અને હવે એટલું ઓછુ હોય તેમ કોરોનાએ તેમની માતાને પણ ભરખી લીધી. આમ બન્ને બાળકો સાવ જ નિરાધાર અને ઓશિયાળા બની ગયા છે. હાલ તેઓ પોતાના પિતાના મોટા ભાઈ વિરજીભાઈને ત્યાં છે તેઓ જ તેમની સંભાળ લઈ રહ્યા છે. જો કે આવી રીતે બે બાળકોના અનાથ થઈ જવાના સમાચાર જાણીને અહીંના કોમળ હૃદયના કેર્પોરેટ નિતીન દોંગા બાળકોની મદદે દોડી આવ્યા હતા. અને તેમણે આ બાળકોને દર મહિને રૂપિયા 8000ની મદદની વ્યવસ્થા એક વર્ષ માટે કરી છે. આમ તેમણે બાર મિહનાના તેમને ચેક આપ્યા છે.

image source

હાલ જે સંજોગો ચાલી રહ્યા છે તે જોતા લોકો એક એક રૂપિયો ખૂબ જ સાંચવી સાંચવીને વાપરી રહ્યા છે. અને હાલ નોકરી-ધંધા પણ સારી રીતે નથી ચાલી રહ્યા તેવા સંજોગોમાં કોર્પોરેટ સાહેબની આ આર્થિક મદદ બન્ને બાળકો માટે ખૂબ સહાયરૂપ સાબિત થશે. આ આર્થિક મદદથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે અને સાથે સાથે તેમનો અભ્યાસ પણ નહીં અટકી પડે.

image source

કોરોનાના કારણે દેશના ઘણા બધા ગરીબ તેમજ મધ્યમવર્ગના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા બધા લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ છે તો વળી ઘણા બધા લોકોએ પોતાના વતન પાછું જતું રહેવું પડ્યું છે. હાલ ખુબ જ કપરો સમય ચાલી રહ્યો છે અને આવા સંજોગોમાં એક નબળા માણસને સમાજ તરફથી થોડી પણ મદદ મળી રહે તો તે આ કપરા સમયને થોડી સરળતાથી પસાર કરી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત