જાણો સૌરાષ્ટ્રના એવા વ્યક્તિ વિશે જેનું નામ સાંભળતાં જ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર માનવા કર્યો ફોન

ચીનના વુહાન શહેરથી વર્ષ 2019માં જે કોરોના વાયરસ ઉત્પન્ન થયો છે તેના કારણે દુનિયાભરના દેશો હવે સંકટમાં છે.

image source

વુહાનથી શરુ થયેલો આ વાયરસ દુનિયા પર પ્રકોપ બની વર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ તેનું નામ કોવિડ-19 પણ રાખ્યું છે. કોરોનાના કારણે દેશમાં લોકોના જીવ બચે તે માટે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં જેમની આર્થિક હાલત કથડી છે તેમને મદદ કરવા આગળ આવવા માટે વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી હતી.

આ અપીલ પર અનેક લોકોએ લાખો-કરોડોનું દાન કર્યું છે. આ બધા લોકોનો વડાપ્રધાને જાહેર સંબોધનમાં આભાર માન્યો હતો પરંતુ તેમાં એક નામ એવું છે જેને સાંભળી વડાપ્રધાન તેમને ફોન કર્યા વિના રહી શક્યા નહીં.

image source

આ વ્યક્તિ છે ગુજરાત રાજ્યના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમ્મર. સૌરાષ્ટ્રમાં તેમને રત્ના બાપા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વડાપ્રધાન સુધી આ વાત પહોંચી કે રત્નાબાપાએ પીએમ કેર્સ ફંડમાં દાન કર્યું છે તો તેમણે સૌથી પહેલા બાપા સાથે ફોનથી વાત કરી હતી.

રત્ના બાપાની ઉંમર 99 વર્ષની છે. તેઓ સાંભળી શકતા નથી અને ચાલવામાં પણ સમસ્યા થાય છે પરંતુ તેમ છતાં તેઓ પોતાની જમાપૂંજીનો ચેક બનાવી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. અહીં બિલ્ડીંગની લીફ્ટ બંધ હતી તો પણ રત્ના બાપાના ઈરાદા અડખમ જ રહ્યા અને તેઓ ધ્રૂજતા પગે દાદરા ચઢીને પણ કલેક્ટરને હાથોહાથ ચેક આપી આવ્યા.

image source

રત્ના બાપા રાજકારણ અને સમાજસેવી તરીકેના સંઘર્ષના દિવસોમાં વડાપ્રધાન મોદીના સહાયક સાબિત થયા હતા. વડાપ્રધાન તેમના એ દિવસોમાં રત્ના બાપા પાસે જતા પણ હતા. આ વાત બંનેને ખૂબ સારી રીતે યાદ છે. ટેલીફોનીક વાતમાં વડાપ્રધાન મોદીએ બાપાને આ જૂનવાણી વાતો યાદ કરાવી હતી.

વડાપ્રધાને જ્યારે બાપા પાસેથી આશીર્વાદ માંગ્યા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે દેશનું ભલું કરો…. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે રત્ના બાપા આજે પણ દેશને સમર્પિત દેશભક્ત છે. રત્ના બાપા હાલ જૂનાગઢ જિલ્લાના બિલખામાં પોતાના દીકરા ધનજીભાઈ સાથે રહે છે. તેમના ઘરે શંકરસિંહ વાઘેલા, વડાપ્રધાન મોદી સહિતના ભૂતકાળમાં જતા હતા.