IPL 2020: દુબઇમાં રવિન્દ્ર જાડેજાને રોયલ તલવાર આપીને કરાયું સમ્માન, વિડીયો જોઇને તમે પણ કરવા લાગશો ધડાધડ શેર

રવિન્દ્ર જાડેજાનું થયું દુબઈમાં રજવાડી તલવાર આપી સન્માન! વાયરલ થયેલો VIDEO જુઓ

એક માત્ર લેફ્ટ આર્મ બોલર-બેસ્ટમેન તરીકે મૂળ જામનગરના ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું દુબઈમાં સન્માન કરાયું છે.રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના તે અમુક ખેલાડીઓમાં સામેલ છે જેમને ખૂબ સંઘર્ષ બાદ નામના મળી છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટપ્રેમીઓમાં એક સ્થાન રાખે છે અને ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઇ જનાર જાડેજાનું આખું નામ રવિન્દ્ર અનિરુદ્ધ સિંહ જાડેજા છે.

image source

તેમનું બાળપણ ખૂબ સંઘર્ષોમાં વીત્યું પરંતુ આજે દેશમાં તેમની એટલી નામના છે કે પોતે વડાપ્રધાન મોદી પણ તેમને સર જાડેજા કહીને સંબોધિત કરે છે. રવિન્દ્ર જાડેજાના પિતા એક પ્રાઈવેટ કંપનીમાં ગાર્ડ હતા અને તે રવિન્દ્રને એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પરંતુ ક્રિકેટ તરફ રવિન્દ્રનો લગાવ વધારે હતો અને મા લતાની પણ ઇચ્છા હતી કે તમનો દીકરો ક્રિકેટર બને.

સંઘર્ષથી સફળતા સુધી સર જાડેજાનો સફર

વર્ષ ૨૦૦૨માં જાડેજા પહેલીવાર સૌરાષ્ટ્ર તરફથી અન્ડર-14માં મહારાષ્ટ્રની વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા જ્યાં તેમણે ધમાકેદાર પ્રદર્શનક કર્યું અને ૮૭ રન ઠોકી માર્યા અને ૪ વિકેટ પણ ઝડપી. જાડેજાનાં આ પ્રદર્શનને જોતા તેમને અન્ડર-19માં જગ્યા મળી ગઈ અને આ જ ફોરમેટમાં તેમણે પોતાના કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી.

માતાના આકસ્મિક મોતથી જાડેજાને લાગ્યો આઘાત

રવિન્દ્રની માતાની ખૂબ ઈચ્છા હતી કે તેમનો દીકરો ખૂબ મોટો ક્રિકેટ બને પરંતુ આ સ્વપ્નને તે પોતાની આંખોથી પૂરું થતાં જોવે તે પહેલા જ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. માતાની મોતથી આઘાત લાગતા જાડેજાએ તો ક્રિકેટ છોડવાનો જ નિર્ણય લઇ લીધો પરંતુ તેમની મોટી બહેને તેમને સંભાળ્યા અને આગળ પણ રમતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા.

ટીમ ઇન્ડિયામાં જાડેજાને મળ્યો મોકો

image source

વર્ષ ૨૦૦૯માં તેમને ટીમ ઇન્ડિયા તરફથી વનડે અને T-20માં મોકો મળ્યો અને વર્ષ 2012માં તેમણે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું.

ધોનીથી લઈને પીએમ મોદી સુધીના લોકો સર કહીને કરે છે સંબોધિત

૨૦૧૨માં તેમણે માત્ર ૨૩ વર્ષની ઉંમરમાં જ ટ્રિપલ સેન્ચુરી ફટકારી અને આ કારનામો કરનાર તે ભારતનાં પહેલા અને દુનિયાનાં આઠમા ક્રિકેટર બન્યા. તેમની મોટી બહેને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જાડેજા ખૂબ શરમાળ હતા અને ધોની અને બીજા લોકો જ્યારે તેમને સર કહેતા હતા ત્યારે તે સંકોચ અનુભવતા હતા. વર્ષ ૨૦૧૫માં વડાપ્રધાન મોદીએ પણ જ્યારે રવિન્દ્ર જાડેજા વિશે ટ્વિટ કર્યું ત્યારે તેમને સર કહીને સંબોધિત કર્યા.

image source

ચેન્નઈ સુપર કિંગ ટીમ દ્વારા રવિન્દ્ર જાડેજાને રજવાડી તલવાર આપી તેનું સન્માન કરવામાં આવ્યું છે. હાલ ટીમો IPL રમવા માટે દુબઈ પહોંચી ચુકી છે જ્યાં રવિન્દ્ર જાડેજાને સન્માનિત કરવામાં આવ્યા છે. તે એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે IPLમાં ૧૦૦થી વધુ વિકેટ ઝડપી છે, ૧૯૦૦થી વધુ રન કર્યા છે. ઇન્ડિયન પ્રીનિયર લીગ 2020 (IPL 2020) શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. શનિવારે ૧૯ સપ્ટેમ્બરથી આઇપીએલ 2020 શરૂ થઇ રહી છે.

image source

પહેલી મેચ ગત સિઝનની ફાઇનલમાં રનર્સ અપ રહેનારી ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વચ્ચે પહેલી મેચ રમાશે. દુબઇમાં ચેન્નઇ ટીમ દ્વારા એવોર્ડ સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં જાડેજા , ધોની સહીતના ખેલાડીઓને સન્માનીત કરાયા હતા. આઇપીએલ શરૂ થાય તે પહેલા ચેન્નઇ સુપર કિંગ્સ ટીમે એવોર્ડ સમારોહ રાખ્યો હતો. જેમાં ચેન્નઇ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને ગોલ્ડન ટોપી આપવામાં આવી હતી તો ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજાને ગોલ્ડન તલવાર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત