RBIમાં છે 800થી વધારે નોકરીઓ, 10 ધોરણ પાસ માટે પણ ઉત્તમ તક, ફટાફટ તમે પણ આ રીતે કરો એપ્લાય

ભારતીય રિઝર્વ બેન્કે ઓફિસ એટેંડેંટના પદ માટે ભરતીને લઈને જાહેરાત કરી છે. બેન્ક તરફથી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ rbi.org.in પર અરજીઓ મંગાવી છે. આ અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા 24 ફેબ્રુઆરી 2021થી શરુ કરી દેવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર આ વેબસાઈટ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2021 છે. આ ભરતી પ્રક્રિયાથી આરબીઆઈ ઓફિસ એટેંડેંટના કુલ 841 પદ પર કર્મચારીઓની નિમણૂક કરશે.

image source

ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી અને ફી ચુકવવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2021 છે. આ પદ માટે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે જેની તારીખ 9 એપ્રિલ તેમજ 10 એપ્રિલ છે. આ તારીખ પરીક્ષાની સંભવિત તારીખ છે.

image source

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આ પદ માટે ઉમેદવારને 10 ધોરણ પાસ હોવું જરૂરી છે. ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2021 અનુસાર કરવામાં આવશે એટલે કે ઉમેદવારનો જન્મ 2 ફેબ્રુઆરી 1996થી પહેલા અને 1 ફેબ્રુઆરી 2003 પછી થયેલો ન હોવો જોઈએ. જો કે આ ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

image source

ભરતી પ્રક્રિયા

ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ઓનલાઈન લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત તેમને લેંગ્વેજ પ્રોફિશિએંસી ટેસ્ટ પણ આપવો પડશે.

image source

પરીક્ષા પદ્ધતિ

ઓનલાઈન લેખિત પરીક્ષમાં વસ્તુનિષ્ઠ પ્રકારના 120 પ્રશ્ન પુછવામાં આવશે. જેમાં રીઝનિંગ, જનરલ ઈંગ્લિશ, જનરલ અવેરનેસ અને ન્યૂમેરિકલ એલિબિટી સેકશનના પ્રશ્નનો સમાવેશ કરવામાં આવશે. પ્રત્યેક પ્રશ્ન માટે 1 અંક મળશે. પરીક્ષાનો સમય 90 મિનિટનો હશે. ઉમેદવારોએ ધ્યાન રાખવું પડશે કે ઓનલાઈન લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ પણ થશે. એટલે કે દરેક ખોટા જવાબ પર તેના એક ચતુર્થાંશ માર્ક કપાઈ જશે. પરીક્ષા અંગેની વિસ્તૃત જાણકારી પણ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

image source

કેટલા પદ માટે છે ભરતી પ્રક્રિયા

આ પદ માટે કુલ વેકન્સી 841 છે. જેમાં જનરલ વિભાગની 454, ઓબીસી માટે 211, ઈડબ્લ્યૂએસ માટે 76 , એસટી માટે 75 અને એસસી માટે 25 વેકેન્સી છે. જેમાં જનરલ કેટેગરીના અરજદારોએ અરજી કરતી વખતે 450 રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી, એસટી અને ઓબીસી વર્ગના અરજદારોએ અરજી માટે 50 રૂપિયા ફી ભરવાની રહેશે. તો પછી તમે પણ જો રાહ જોઈ રહ્યા છો નોકરી માટેની તકની તો તુરંત કરો અરજી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!