WhatsApp પર તમે પોતાની સાથે જ કરી શકો છો ચેટ, જલદી જાણો કેવી રીતે…

છેલ્લા કેટલાક સમયથી વ્હોટ્સએપ (WhatsApp) તેની પ્રાઇવસી પોલિસીને લઈને સમાચારોમાં છવાયું હતું. આ પ્રકરણ દરમિયાન બીજી એક સ્વદેશી સોશ્યલ મીડિયા એપના વપરાશકારો ટૂંકા ગાળામાં જ વધી ગયા હતા. અને હજુ પણ વ્હોટ્સએપ (WhatsApp) જેવી અન્ય એપ્લિકેશન પોતાના યુઝર્સ વધારવા મહેનત કરી રહી છે પરંતુ વ્હોટ્સએપ (WhatsApp) ના યુઝર્સને પોતાના યુઝર્સ બનાવવા થોડું અઘરું કામ છે.

image source

વ્હોટ્સએપ (WhatsApp) ની વિશેષતા એ છે કે તે પોતાની એપ્લિકેશનમાં યોગ્ય સમયે અને યુઝર્સને વધુ સગવડતા મળે તેવા ફીચર્સ જોડતી રહે છે. ભૂતકાળમાં પણ વ્હોટ્સએપ (WhatsApp) એ ચેટ આર્કાઈવ, ગૃપ્સ મ્યુટ કરવાની સાથે સાથે મહત્વના મેસેજને અલગ રાખવાની સુવિધા આપી છે. હવે વ્હોટ્સએપ (WhatsApp) એ આ પરંપરાને આગળ વધારતા વધુ એક આકર્ષક અને યુઝર્સને કામ આવી શકે તેવું ફીચર્સ જોડી દીધું છે.

image source

તમને આ બાબતે હજુ સુધી માહિતી ન હોય તો જણાવી દઈએ કે વ્હોટ્સએપ (WhatsApp) હવે તમે પોતાની સાથે જ ચેટ કરી શકો તેવી સુવિધા આપી રહ્યું છે. આ ફીચર્સનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકશો તેના વિશે વિસ્તૃત માહિતી અમે આ આર્ટિકલમાં જ તમને આપી રહ્યા છીએ.

વ્હોટ્સએપ (WhatsApp) માં પોતાની સાથે જ કરો ચેટ

image source

વ્હોટ્સએપ (WhatsApp) પર પોતાની સાથે જ ચેટ ? તમને કદાચ વાંચીને નવાઈ લાગી હશે કે વળી, પોતાની સાથે ચેટ કરીને શું ફાયદો ? પરંતુ ઘણા ખરા વ્હોટ્સએપ (WhatsApp) યુઝર્સ એવા હશે જેઓ વ્હોટ્સએપ (WhatsApp) નો બહોળો ઉપયોગ કરે છે અને તેમના માટે વ્હોટ્સએપ (WhatsApp) પર આવેલા અનેક મેસેજ, ફોટાઓ, વિડીયો તેમજ pdf ડોક્યુમેન્ટ વગેરે મહત્વના હોય છે જેનાથી ભવિષ્યમાં પણ ક્યારેક કામ લેવાનું બને અને તે સમયે બહોળા વ્હોટ્સએપ (WhatsApp) વપરાશને કારણે જે તે ફાઇલ શોધવી ઘાસના ઢગલામાં સોય શોધવા જેવું છે.

image source

જો તમને પણ આ રીતે જૂની ફાઇલ શોધવામાં મુશ્કેલી પડતી હોય તો હવેથી તમે જે તે મહત્વની ફાઇલ, ડોક્યુમેન્ટ તમને પોતાને જ વ્હોટ્સએપ (WhatsApp) કરી શકશો જેથી ગમે ત્યારે તેની ફરી જરૂર પડે તો તેને તમે સરળતાથી શોધી શકો. આ ફીચર્સમાં જ તમને ટુ ડુ લિસ્ટ અને શોપિંગ લિસ્ટનો વિકલ્પ પણ મળશે.

image source

આવી રીતે કરો ફીચર્સનો ઉપયોગ

આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે ફોનના બ્રાઉઝરમાં જઈને એડ્રેસ બારમાં wa.me// તમારા મોબાઈલ નંબર સાથે ટાઈપ કરવાનું રહેશે. (ફોન નંબરમાં કન્ટ્રી કોડ નાખવો જરૂરી છે) જો તમે ફોન દ્વારા આ પ્રોસેસ કરી રહ્યા હોય તો તમારું વ્હોટ્સએપ (WhatsApp) અકાઉન્ટ ખુલી જશે અને ઉપરની બાજુએ તમારો મોબાઈલ નંબર દેખાશે. ત્યારબાદ ક્લિક કરીને મેસેજ બોક્સ ખોલી તમે તમારી સાથે ચેટ કરી શકશો. તેમાં તમારી નોટ, લિંક, ફોટો, વિડીયો વગેરે મોકલી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!