જાણી લો તમે પણ કેમ દરેક મોબાઇલ ટાવર પર લાલ લાઇટ જ હોય છે…

મોબાઈલ ટાવર પર લાલ લાઈટ કેમ હોય છે? 90% લોકો નથી જાણતા કારણ

image source

આપણે જ્યારે મોબાઈલ ટાવરને જોઈએ છે ત્યારે ખ્યાલ આવે છે કે આ ટાવર પર લાઈટ લગાવેલી હોય છે. અને આ લાઈટ હંમેશા લાલ રંગની જ હોય છે. આ જોઈને આપના મનમાં ચોક્કસ સવાલ થાય કે આ ટાવર પર લાલ રંગની જ લાઈટ કેમ લગાવવામાં આવે છે બીજા કોઈ રંગની કેમ નહિ જેમ કે લીલી કે પીળી.

ટાવર પર લાઈટ કેમ લગાવવામાં આવે છે?

image source

તમને જણાવી દઈએ કે જ્યારે પહેલાના સમયમાં આ લાઈટ નહોતી લગાવવામાં આવતી ત્યારે હેલીકોપટર રાતના સમયે જ્યારે આકાશમાં ઉડતા હતા તો કોઈને કોઈ ટાવર સાથે અથડાઈ જતા હતા. અને એમાંય શિયાળાની ઋતુમાં આ પ્રકારની ઘટના વધુ બનતી હતી. કારણ કે શિયાળામાં ધુમ્મસનું પ્રમાણ વધારે હોય છે અને એવા વાતાવરણમાં આ ટાવરોને જોઈ શકવું અઘરું થઈ પડે છે. અને એટલે જ આવી ઘટનાને બનતી રોકવા માટે આ ટાવરો પર લાઈટ લગાવી દેવામાં આવી જેથી કરીને આ ટાવરોને જોઈ શકાય અને કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચી શકાય.

લાલ રંગની લાઈટ જ કેમ લગાવવામાં આવે છે?

image source

હવે સવાલ એ થાય છે કે આ ટાવર પર લાલ રંગની જ લાઈટ કેમ લગાવવામાં આવે છે બીજા કોઈ રંગની કેમ નહિ? તો અમે તમને જણાવી દઈએ કે આ જે લાલ રંગની લાઈટ હોય છે એમાંથી નીકળતા તરંગો ફેલાવો ઘણો જ ઓછો થાય છે જેના કારણે આ લાલ રંગની લાઈટને ઘણી દૂરથી પણ સરળતાથી જોઈ શકાય છે. એ સિવાય અમે તમને જણાવી દઈએ કે ટાવર પર કઈ તિવ્રતાની લાઈટ લગાવવી જોઈએ એ ટાવરની ઊંચાઈ પર આધાર રાખે છે.

image source

ટાવર સિવાય કેટલીક ઊંચી ઊંચી બિલ્ડીંગ પર પણ ,જે બિલ્ડિંગની ઊંચાઈ 45 મીટરથી વધુ હોય એના પર પણ લાલ લાઈટ લગાવવામાં આવે છે. અને આ ટાવર કે બિલ્ડીંગ પર લગાવવામાં આવેલી લાલ લાઈટ ઓછી ઊંચાઈ પર ઉડતા વાહનોને રસ્તો દેખાડવામાં પણ મદદ કરે છે. તમને એ પણ જણાવી દઈએ કે 45 મીટરની ઊંચાઈ વાળી બિલ્ડીંગ અન ટાવર પર લગાવેલી આ લાલ લાઈટને એરક્રાફ્ટ વોર્નિંગ લાઈટ પણ કહેવામાં આવે છે.

image source

તો હવે તમને સારી રીતે ખબર પડી ગઈ હશે કે મોબાઈલ ટાવર પર આ લાલ લાઈટ કેમ લગાવવામાં આવે છે. તો હવે જે લોકો આ વિશે ન જાણતા હોય એમને આ અંગે માહિતી આપીને તમે એમને આશ્ચર્યચકિત કરી શકો છો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત