લાલ ભીંડાની ખેતી એ ખેડૂતને બનાવ્યો લખપતિ, જાણો ભીંડાની ખાસિયત અને એક કિલોનો ભાવ, આંખો પહોળી થઈ જશે

બદલાતા સમયની સાથે ભારતીય ખેડૂતો પણ જાગૃત અને આધુનિક વિચારધારા વાળા થઈ રહ્યા છે. ખેડૂતો નવા નવા પ્રકારના પાક ઉગાડવા અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં રસ દાખવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક લાભ પણ વધારે થઈ રહ્યો છે. નવા નવા પ્રકારના પાક લેવાથી પ્રયોગો પણ થાય છે અને ક્યારેક આવો પાક ખેડૂતને માલામાલ કરી દે છે. આવો જ એક પ્રયોગ મધ્યપ્રદેશના ખેડૂતને ફળ્યો છે.

image soucre

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના ખજૂરીકલા ગામના ખેડૂત મિશ્રી લાલએ પોતાના ખેતરમાં સામાન્ય ભીંડા ને બદલે લાલ ભીંડાનો ગાડી એક પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગનું પરિણામ એવું આવ્યું કે આ ખેડૂત લખપતિ બની ગયો અને હવે બીજા ખેડૂતો પણ તેની પાસે આ લાલ ભીંડા ની ખેતી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન લેવા.

image soucre

લાલ ભીંડાની ખેતી કરી લખપતિ બનેલા ખેડૂત જણાવે છે કે સામાન્ય ભીંડાની સરખામણીમાં લાલ ભીંડાની ખેતીમાં તેને વધારે ફાયદો થઇ રહ્યો છે. સામાન્ય ભીંડા બજારમાં 50 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. જ્યારે આ ભીંડા પ્રતિ કિલો 800 રૂપિયા સુધી વેચાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની ખેતી માં થયેલ ખર્ચ તે મેળવી ચુક્યા છે અને હવે તે આ ખેતીથી ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે.

image soucre

લાલ ભીંડા ઉગાડવાનું વિચાર તેઓ જ્યારે વારાણસી ગયા હતા ત્યારે આવ્યો હતો. વારાણસીમાં તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ વેજીટેબલ રિસર્ચની મુલાકાત લીધી હતી. ત્યાં કૃષિ નિષ્ણાંતો પાસેથી તેમણે લાલ ભીંડાની ખેતી ના આર્થિક લાભ અને લાલ ભીંડાનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણકારી મેળવી. અહીંથી તેમણે એક કિલો લાલ ભીંડાના બીજ ખરીદ્યા અને પોતાના ગામ પરત ફરી તેની ખેતી શરૂ કરી દીધી.

image soucre

લાલ ભીંડા એન્ટી ઓક્સીડંટ અને આયરનથી ભરપૂર હોય છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. આ લાલ ભીંડાની સ્વાદ સામાન્ય ભીંડા કરતા અલગ હોય છે અને તે ખૂબ ઓછા સમયમાં બની જાય છે.