હવે અહીં રિસોર્ટ બનાવશે આનંદ મહિન્દ્રા, બકેટ લિસ્ટમાં છે સામેલ

આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એક વર્ષ પહેલા ગયા હતા. ત્યારથી પોતાના સાથી કવિન્દર સિંહથી કહી રહ્યા છે કે મહિન્દરા કંપની ક્યારે પોતાના રિસોર્ટ બનાવશે. હવે એ બની ગયું છે અને મારી વધતી ટ્રાવેલ બકેટ લિસ્ટમાં સામેલ છે.

image source

મહિન્દ્રા સમૂહની કંપની ક્લબ મહિન્દ્રાએ ટ્વિટર પર જાણકારી આપી કે તેઓએ ગુજરાતના નત્રંગમાં આ રિસોર્ટ ખોલ્યું છે. આ રિસોર્ટથી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માત્ર દોઢ કલાકમાં પહોંચી શકાય છે. કંપનીનું કહેવું છે કે આ રિસોર્ટ ભરૂચ જિલ્લામાં પડે છે. અહીંથી પાસે જ નિનાઈ વોટરફોલ જઈ શકાય છે. આ રિસોર્ટ મુંબઈથી 350 કિલોમીટર દૂર છે.

image soucre

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ રિસોર્ટ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે ફરવા માટે પણ બેસ્ટ જગ્યા છે. ક્બલ મહિન્દ્રાના આધારે અહીંથી સતપુડાના જંગલમાં રહેનારા જાનવરોને જોવા માટે શૂલપનેશ્વર વન્યજીવ અભયારણ્ય પણ જઈ શકાય છે. તેના સિવાય આ અંકલેશ્વરની પાસે છે.

image soucre

સ્ટેચ્યૂ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ મૂર્તિ પીએમ મોદીના દિલની નજીક છે. હાલમાં જ સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 8 ટ્રેન પણ શરૂ કરી છે. જેમાં

  • 1. ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • 2. ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
  • 3. ટ્રેન નં- 09247/48- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
  • 4. ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
  • 5. ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • 6. ટ્રેન નં- 09119/20- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • 7. ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)
  • 8. ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)

આ છે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ખાસિયત

image soucre

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 kmદૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે.૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું.આ પ્રતિમા ભૂકંપના ઝોન-૩ વિસ્તારમાં બનાવેલી હોવાથી પ્રતિમા ના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન-૪ પ્રમાણે ડીઝાઈન-લોડ ગણીને બનાવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!