30 વર્ષ ફરજ બજાવનાર પ્યૂન જ્યારે થયા નિવૃત તો ભાવનગર જિલ્લા કલેકટરે કર્યું આ કામ

જિલ્લા કલેક્ટર પોતે પોતાની ખુરશી પરથી ઊભા થઈ ત્યાં અન્ય વ્યક્તિને બેસાડે અને ઓફિસમાં હાજર લોકો તે વ્યક્તિનું સન્માન કરે તેવી ઘટના બને તો ચોક્કસ પણ તે ખાસ જ હોવાની… આવી ઘટના તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બની છે. અહીં જિલ્લા કલેકટરે પોતાની ઓફિસમાં કામ કરતાં કર્મચારીને તેની નિવૃત્તિ નિમિત્તે એવી યાદગાર ક્ષણ આપી છે કે તે વ્યક્તિ પણ ગદગદ થઈ હતી.

image source

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લા કલેકટર ઓફિસમાં છેલ્લા કેટલાય વર્ષથી પ્યૂન તરીકે ફરજ બજાવતાં એક વ્યક્તિ 30 એપ્રિલ 2020ના રોજ નિવૃત્ત થયા હતા. આ વ્યક્તિ જ્યારે કલેક્ટરને છેલ્લીવાર મળવા ગયા ત્યારે તેમની સાથે જ થયું તેની કલ્પના કોઈએ કરી પણ ન હતી. આ ક્ષણની તસવીરો સામે આવી છે. જેમાં ભાવનગર જિલ્લા કલેક્ટરની ચેર પર 60 વર્ષીય હિંમતભાઈ બારૈયા બેઠેલા જોવા મળે છે.

ભાવનગર કલેક્ટરની ખુરશી પર બેઠેલા આ વ્યક્તિ નવનિયુક્ત કલેક્ટર નથી. તેઓ વર્ગ-4ના કર્મચારી હિંમતભાઈ બારૈયા છે. તેમની આસપાસ જે લોકો ઊભેલા અને તાળીઓ પાડતા જોવા મળે છે તે ખુદ જિલ્લા કલેકટર અને તેમની સહિતના ઓફિસના ઉચ્ચ અધિકારીઓ છે. આ અધિકારીઓ ઊભા રહી અને તાળીઓ વગાડીને એનું અભિવાદન કરી રહ્યા છે.

image source

આ ખાસ સન્માન કરવાનું કારણ એવું છે કે 60 વર્ષીય હિંમતભાઈ બારૈયા છેલ્લા કેટલાય વર્ષથી ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓની સતત સેવા કરી મદદરુપ થતા હતા. તેઓ હવે 30 એપ્રિલ 2020ના રોજ વય મર્યાદા પૂર્ણ થઈ હોવાના કારણે નિવૃત થયા હતા. વર્ષો સુધી ઉચ્ચ અધિકારો સામે ખડેપગે રહેતા અને પ્યૂન તરીકે ફરજ બજાવતાં આ વ્યક્તિને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સાહેબએ વિશિષ્ય સન્માન કરી વિદાય આપવાનું નક્કી કર્યું હતું.

જે પ્યૂનએ ઓફિસમાં છેલ્લા 30 વર્ષ સુધી કલેક્ટરની ખુરશીને સમર્પિત થઈ સેવા કરી તેમની ફરજના છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટરે તેમની ખુરશી પર બેસાડ્યા અને તાળી પાડી તેમની 30 વર્ષની કામગીરીને બિરદાવી હતી.

image source

આ ઘટનાની ભારે ચર્ચા શરુ થઈ છે. આ વાત સાથે ભાવનગર જિલ્લા કલેક્ટરે ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.